“ માં ભાઈનો ફોન આવ્યો ? કોઈ મેસેજ છે? આજે તો શુક્રવાર છે..ત્યાંનો ફન ફ્રાઈડે..” પછી હસીને બોલી
“ જો થોડીવારમાં ફોન ના આવ્યો તો હું સામેથી કરીશ.. આજે શાંતિ થી વાત થશે.. યુનિ નહીં જવાનું અને જોબ…એ ખબર નથી કઈ જોબ નું શું થયું..હું પૂછી લઈશ..માં ભાઈને એવું ના થાય કે તલ્લુ મારી નાનકી રાહ જોતી હશે..?..” અંદરથી માં બોલી “ એય તલુ..આમ તુલી ના થા..કરશે ફોન કેમ ધીરજ ના ધરે? આજે શાંતિથી ઉઠ્યો હશે કરશે હમણાં..”
“ માં તું કાયમની જેમ ભાઈનોજ પક્ષ લે..અહીંથી ત્યાંનો સમય 4.5 થી 5 કલાક આગળ એ લોકો ..અહીં સવારના 8 વાગી ગયા ત્યાંતો બપોર થઈ ગઈ હશે હજી ભાઈ ઊંઘતોજ હશે? માં કેવી વાત કરે? હુંજ કરું છું ફોન તું પણ ફ્રી રહેજે તારે પણ વાત થઇ જાય.. પાપાનો પણ પાર્કમાંથી આવવાનો સમય થઇ ગયો છે. દિગુકાકા સાથેજ ગયા છે કે એમના રૂમમાં છે.. માં?” તલ્લીકા સોહમની નાની બહેન જે એનાથી ત્રણ વર્ષ નાની હતી કોલેજમાં ભણી રહી હતી.બેઉ ભાઈ બહેનને એક બીજા માટે ખુબ લગાવ હતો. જ્યારથી સોહમ ઓસ્ટ્રેલિયા ગયો છે ત્યારથી તલ્લીકા જાણે એકલી પડી ગઈ છે બધું ખાલી ખાલી લાગે છે. એમાંય શુક્રવાર આવે ત્યારે વહેલી ઉઠી જાય સોહમના ફોનનીજ રાહ જોતી હોય. સોહામની મમ્મી કુસુમબેન કિચનમાંથી હાથ લૂછતાં બહાર આવ્યા નેપકીન ડાઇનિંગ ટેબલ પાસે મૂકી બોલ્યા “ તલી જા અંદરથી ચા નાસ્તો બધું ટેબલ પર લઇ આવ તારા પાપા અને કાકુનો આવવાનો સમય થઈ ગયો છે મેં આપણી કારનો હોર્ન સાંભળ્યો છે..ત્યાં સુધીમાં કદાચ સોહમનો ફોન આવી જાય..” એમ બોલી એમના મોટા લક્ઝુરિયસ ફ્લેટનો દરવાજો ખોલવા ગયા..ત્યાં બેલ વાગ્યોજ…સોહમના પાપા ને કાકા પાર્કમાંથી આવી ગયા..એમણે આવતા વહેંત પૂછ્યું“ સોહમનો ફોન આવ્યો ?” કિચનમાંથી ટ્રે લઇ આવતી તલ્લીકા બોલી ઉઠી..” જુઓને કાકુ હજી નથી આવ્યો ..તમે હાથ ધોઈ બેસી જાવ ગરમાગરમ ચા નાસ્તો રેડી છે માં તું પણ બેસી જા ..ચાલો બધા..” સોહમના કાકા દિવ્યાંગભાઇ ..સોહમ અને તલ્લીકા એમને પ્રેમથી દીગુકાકુ બોલાવતા.. એમને સોહમ ખુબ વહાલો હતો હજી આટલો મોટો થયો તોય એને જાણે લાડ કરતાં…બધામાં એનોજ પક્ષ લેતા એ સાચો હોય કે ખોટો…એના પાપાને સોહમ તો વહાલો હતોજ પણ તલ્લીકા ખુબ લાડકી હતી..કુસુમબેન માટે બેઉ છોકરાઓ બે આંખના તારા જેવા હતા બેઉ ખુબ વહાલા..સોહમે આગળ ભણવા ઓસ્ટ્રેલિયા જવાનું એના પાપાએ
નિર્ણય લીધો ત્યારે સૌથી વધુ વિરોધ દિગુકાકાએ કરેલો .” .અહીં ભણવાનું સારુંજ છે હવે તો ઇન્ડીઆ ખુબ આગળ વધી ગયું છે એને બહાર મોકલવાની
શી જરૂર છે? સોહામનાં પાપા માન્યા નહીં ત્યારે ગળગળા થઇ ગયેલા. સોહમને જવાનું નજીક આવ્યું ત્યાં સુધી ગામ પણ ના ગયા..એ બોલ્યા “ તલી હુંજ ફોન લગાવું વાત કરવા ? “તલ્લીકાએ ના પડતા કહ્યું “ના કાકુ હુંજ કરું છું” એમ કહેતી ડાઇનિંગ ટેબલની ચેર પર બેસી ગઈ અને મોબાઈલ હાથમાં લીધો. પાપા યજ્ઞેશભાઇ, દિગુકાકુ,માં બધા હસતા હસતા તલ્લીકા સામે જોઈ રહ્યા. માંએ કહ્યું “તુંજ કર તલી “ તલ્લીકાએ ફોન લગાવ્યો …કનેક્ટ થયો એવોજ તરત સોહમે સામેથી ઉપાડ્યો એ બોલ્યો..” તલ્લુ હું તને થોડો લેટ ફોન કરું છું પ્લીઝ..મને ખબર છે તમે લોકો રાહ જોતા હશો પણ મારે કોઈ પ્રોગ્રામ બન્યો
છે મારે નવી જોબ માટે કોઈને મળવાનું છે પેલા આપણી મુંબઈવાળા ધનુષભાઈ સાથે છું. તલ્લુ પ્લીઝ કાકુને કહેજે પછી ફોન કરું છું મારુ સ્ટેશન નજીક છે ઉતારવાનું છે..લવ યુ…કરું છું પછી..”
તલ્લિકાનો ફેસ જોઈ બધા સમજી ગયા કે સોહમ બીઝી છે ક્યાંક પછી વાત કરશે..તલ્લીકાએ મોં
ચઢાવ્યું બોલી “ ભાઈ ગયો છે ત્યારથી બસ..પરદેશી જ થઇ ગયો છે અહીંની કશી પડીજ નથી”. એની આંખો ભીંજાઈ ગઈ. દિગુકાકા પણ ઢીલા થઇ ગયા. સોહમના પાપા ખુબ વ્યવહારુ હતા એમણે કહ્યું“ તમે લોકો ખરા છો ..એ છોકરો પરદેશ છે ભણવા ગયો છે.હવે એ જવાબદાર યુવાન છે દીગુભાઈ.. તલી તો નાની છે તમે તો સમજો.આમ નાની નાની વાતમાં ઈમોશનલ થાવ થોડું ચાલે? આજે યુનિ પતાવી એ કોઈ સાથે જોબ બદલવી છે એટલે મળવા જવાનો છે મારા પર મેસેજ હતો કાલે.” દિગુકાકાએ કહ્યું“ આપણે શું ખોટ છે? એને ત્યાં કોઈ જોબ કરવાની શું જરૂર છે? તમારે એને કહી દેવું જોઈએ કેટલા પૈસાની જરૂર છે? મોકલી આપું છું ..” યજ્ઞેશભાઇએ કહ્યું “દીગુ એમ થોડું હોય ? એ છોકરો ત્યાં ભણી ગણી તૈયાર થવા અનુભવ લેવા તૈયાર થવા ગયો છે પછી એ અહીં બધું સંભાળવાનોજ છેને..” મનેતો ઘણીવાર એવું લાગે તમે લોકો એ છોકરા સાથે ઈમોશનલ…પછી અટકી ગયા…આપણો છોકરો બહુ સમજુજ છે એ કરશે પછી ફોન ફ્રી થઈને..એને ગયે હજી 7-8 મહિના થયા છે થોડું સ્ટ્રગલ કરવા દો ..દરેક વસ્તુ સ્થિતિની કિંમત થવા દો એની જિંદગી માટેજ સારું છે પછી આપણે તો બેઠા જ છીએ એનું ધ્યાન રાખવાવાળા..તલી હવે ફોન ના કરીશ એ સામેથી કરશેજ. એ અહીં બધાના સ્વભાવ લાગણી બધું જાણે છે.” દિગુકાકાએ તલ્લીકા સામે જોઈ આંખ મારી પછી બોલ્યા “સારું અમે ફોન નહીં કરીએ..અમેય ક્યાં નવરા છીએ.. ચલ તલી પછી આપણે ચેસ રમીયે..તારા પાપાનેતો ક્લબમાં જવાનું છે…મારો ભાઈ મોટી પ્રતિષ્ઠિત ક્લબનો પ્રેસિડેન્ટ છે. યજ્ઞેશભાઇ કુસુમબેન સામે જોઈ હસ્યાં બોલ્યા” આ દીગુભાઈને નહીં પહોંચાય.મારે સાચેજ નીકળવાનું છે કલાકમાં..” એમ કહી દીગુભાઈના ખભેહાથ ફેરવી ઉભા થયા..
વધુઆવતા અંકે પ્રકરણ-6