કિંગ્સ્ટન કોલેજમાં ફ્રેશર પાર્ટી જોરશોરમાં ચાલી રહી હતી. જોર જોર થી મ્યુઝિક વાગી રહ્યું હતું, ડાન્સ ફ્લોર પર નિઓન લાઇટ લગાવવામાં આવી હતી અને સ્ટુડન્ટ્સ આ આઝાદીનો ભરપૂર આનંદ ઉઠાવતા હતા. અર્જુન કપૂર તેના સિગ્નેચર બ્લેક કપડામાં એક ખુણા માં ઉભો હતો. તે આવવા તો માંગતો ન હતો, પરંતુ તેના નવા મિત્રો તેને જબરજસ્તી લાવ્યા.
પાછલા થોડા અઠવાડિયામાં તે એક નાના ગ્રુપ સાથે થોડો ખૂલ્યો હતો - અમન, એક બોલકણો છોકરો જે જે બધા સાથે ભળી જાય; સમીર, એક શાંત ચતુર વ્યક્તિ કે જેને ચેસ ખૂબ જ ગમે; નેહા, બુદ્ધિશાળી છોકરી કે જેને પત્રકાર બનવામાં ખૂબ રુચિ હતી; વિકાસ, જેને જીમ સાથે ખૂબ જ પ્રેમ હતો અને તે મોટાભાગે ફ્રી સમય માં ત્યાં જ જોવા મળે અને રિયા પટેલ, જે યુવતી તેના માટે અત્યંત રસપ્રદ બની. રિયા એવી છોકરી ન હતી કે જે તેની પીઠ પાછળ તેની પંચાત કરતી હતી.તે ખરેખર તેની માટે ઉત્સુક હતી.
"તું હંમેશા અંધકારમાં પડછાયાની જેમ જ રહે છે." તેણી તેના ટેબલ પર આગળ ઝૂકી ને કહ્યું. "તને મોજમજા કરવાની એલર્જી છે કે શું?"
અર્જુન એ મરક્યો "મને લોકો ને જોવા વધુ ગમે."
રિયા હસી "તો પછી તારે મને ડાન્સ કરતી જોવી જોઈએ. શું કહેવું તારું?"
અર્જુનએ વધુ જોયું ન હતું પરંતુ તે સાચો જવાબ જણાતો હતો. "તું સારો ડાન્સ કરે છે."
"જૂઠો." તેણે માથું ઝુકાવીને કહ્યું "તે મને જોઈ જ નથી, સાચું ને?"
અર્જુનએ કંઈ જવાબ ન આપ્યો. તે દ્રઢ હતી પરંતુ અર્જુન કોઈ ને નજીક આવવ દેવા માંગતો ન હતો.
તેણે નજર ડાન્સ ફ્લોર બાજુ ફેરવી ને બધા ને ડાન્સ કરતા જોવા લાગ્યો. પરંતુ તે દરમ્યાન તેને કંઈક અજુગતું લાગ્યું. આવું લાગ્યું જાણે કોઈ સતત તેને જ જોઈ રહ્યું હોય. તેને આખા ડાન્સ હોલ માં નજર ફેરવી પરંતુ તેને કોઈ પણ શંકાસ્પદ ન લાગ્યું.
તેના મન નો વહેમ સમજી ને તે ફરી રિયા બાજુ ફર્યો. રિયા એ આ વાત નોટિસ કરી.
"શું થયું? કોને શોધે છે?" રિયા એ પૂછ્યું.
"કોઈ ને નહીં" આટલું કહી ને અર્જુન તેનું ડ્રીંક પીવા લાગ્યો. રિયા જાણતી હતી કે તે ખોટું બોલે છે પરંતુ તેને ચૂપ રહેવું જ સારું સમજ્યું.
સેમેસ્ટર પૂરું થયું, અને અર્જુન ન ઇચ્છવા છતાં કોલેજ માં બધા ની નજર માં આવી ગયો. આ બધું ત્યારે બદલ્યું જ્યારે કોલેજ માં સ્પોર્ટ વીક માં કરાટે ચેમ્પિયનશિપ યોજવામાં આવી.
આ અર્જુન માટે કોઈ મોટી વાત ન હતી. તેણે નાનપણથી જ સેલ્ફ ડિફેન્સ ટેકનિક શીખી હતી - સ્પોર્ટ માટે નહીં, પરંતુ જીવવા માટે. છતાં જ્યારે તેના મિત્રો તેને ભાગ લેવા પ્રોત્સાહન આપતા હતા ત્યારે તે થોડો અચકાતો હતો. તે હંમેશા પોતાની જિંદગીમાં આવી મુસીબતોથી દૂર રહેતો હતો કે જે તેને પોતાના ભૂતકાળ થી જોડી રાખે. પરંતુ આખરે આ કોઈ અંડરવર્ડ ન હતું, ફક્ત એક રમત હતી.
ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ ખૂબ જ રોચક હતી. ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ હતો રોહિત, કે જેને છેલ્લા 3 વર્ષ થી કોઈ હરાવી શક્યું ન હતું. સ્ટ્રોંગ બોડી, ફાસ્ટ અને કરાટે માં માહિર એવો રોહિત બધાનો પ્રિય હતો.
ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ માટે બધા લોકો એકઠા થઈ ગયા. વાતાવરણમાં લાયનહાર્ટનું નામ સંભળાવવા લાગ્યું હતું.
મેચમાં એક તરફ હતો 3 વર્ષ થી ન હારેલો રોહિત અને તેની સામે ટાઇટલ ને ચેલેન્જ આપવાવાળો અર્જુન. અર્જુન એકદમ શાંત હતો. મેચ ચાલુ થવા પછી પણ તેના શાંત સ્વભાવ માં કઈ ફરક ન આવ્યો, જ્યારે રોહિત અગ્રેસીવ સ્વભાવ વાળો હતો જે શરૂઆત માં જ સામે વાળા પર હાવી થઈ જવા માંગતો હતો. તેણે અર્જુન પર એક પાવરફુલ કિક મારી, પરંતુ અર્જુનએ તેને સ્ફૂર્તિ થી બચાવી લીધી. તે રોહિતની એટેક પેટર્ન સમજવા લાગ્યો.
બંને વચે ચાલી રહેલી મેચ લોકોની ધારણા કરતા વધુ ચાલી. અચાનક જ અર્જુને રોહિતને ઓફ ગાર્ડ પકડી ને એક બેક સ્પિન કિક મારી. રોહિત કઈ કરી શકે તેમ ન હતો તેથી આ કિક ની અસર વધુ થઈ અને તે જમીન પર પછડાઈ ગયો. .
વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. અને થોડીક જ ક્ષણો માં એકદમ જોશ આવી ગયો.
અર્જુન એ ફક્ત કોલેજના કરાટે ચેમ્પિયન જ નહીં પરંતુ કોલેજ ના કરાટે માસ્ટર પ્રોફેસર ને પણ હરાવી દીધા હતા જેને ફક્ત ગમ્મત માટે ચેમ્પિયન ને પડકાર્યો હતો. અને પરિણામ? અર્જુન તેની સામે પણ જીતી ગયો.
તેનું નામ જંગલ માં લાગેલી આગની જેમ ફેલાઈ ગયું.
અર્જુન હંમેશા પડછાયા માં રહેતો હતો, પરંતુ હવે તે સ્પોટલાઈટ માં આવી ગયો હતો. જ્યારે તે નીકળતો લોકો તેના વિશે ગણગણાટ કરવા લાગતા. તેને આ બધું ગમતું ન હતું.
તેના કરતા પણ ખરાબ, તેને હંમેશા આવું લાગ્યા રાખતું કે જેને કોઈ તેને જોઈ રહ્યું છે. તે કોઈ નોર્મલ રીતે જોતું હોય આવું લાગતું ન હતું. આ કઈ અલગ હતું, એક એવી હજારી કે જે દૂર હતી પણ સતત અનુભવાતી હતી.
તે ઘણી વખત અચાનક પાછળ ફરતો, એ આશામાં કે તે તેને જોઈ રહેલા વ્યક્તિ ને પકડી લેશે. પરંતુ તેવું બનતું ન હતું.
શું આ વ્યક્તિ તેના પિતા દ્વારા મોકલ્યો હશે? કે પછી તેનો દુશ્મન હશે જેને તે ઓળખતો નથી?
જેમ સેમેસ્ટર ચાલતું રહ્યું તેમ એક વ્યક્તિ હંમેશાં અર્જુન સાથે હતી - રિયા.
તે એને સમજવા માટે અવિરત પ્રયત્ન કરતી રહી. ક્યારેક તે તેને ચીડાવતી, ક્યારેક ચેલેન્જ કરતી, અને ક્યારેક તેની સાથે શાંતિ થી બેસી રહેતી.
એક સાંજે જ્યારે તે બંને કોલેજ કેમ્પસમાં સાથે હતા, તેણી એ ફાઈનલી પૂછી લીધું "શા માટે તું હંમેશા આવી રીતે વર્તે છે જાણે તું આખી દુનિયાનો ભાર લઈ ને ચાલતો હોય?"
અર્જુન અચાનક ચાલતા ચાલતા ઊભો રહી ગયો. તેને આવા સવાલ ની આશા ન હતી.
એક લાંબા વિરામ બાદ તે બોલ્યો "કારણ કે ખરેખર આવું જ છે."
રિયા તરત જ બોલી "તો મારી સાથે એ ભાર વહેંચી લે."
અર્જુન એ તેની તરફ જોયું. તે જાણતી ન હતી કે આ ઓફર કેટલી ખતરનાખ હતી.
"ના કરી શકું." તેને દ્રઢ અવાજ માં કહ્યું "અને તારે કોશિશ પણ ન કરવી જોઈએ."
રિયાની નારાજગી દેખાતી હતી, પરંતુ તેને સામે દલીલ ન કરી. તેના બદલે તેણે હલકી મુસ્કુરાહટ સાથે કહ્યું "જો તારું મન બદલી જાય તો કહેજે, હું હંમેશા અહીં જ છું."
તે ત્યાંથી ચાલી ગઈ. અર્જુન એ નિશાશો નાખ્યો.
તે ખૂબ જ નજીક આવી રહી હતી.
અને એક વાત કે તે પાક્કી રીતે જાણતો હોય તો તે છે - તેની નજીક આવવું ક્યારેય સુરક્ષિત નથી.
ક્રમશઃ