ટ્રીપ માંથી પાછા ફર્યા બાદ અર્જુનને જે શાંતિની આશા હતી તે હતી નહીં. અર્જુન હજુ પણ અનુભવી શકતો હતો કે કોઈ તો તેને જોઈ રહ્યું છે.
એક સાંજે જ્યારે તે કોલેજની પાસે ફરી રહ્યો હતો, એક હલચલે તેનું ધ્યાન ખેંચ્યું. એક માસ્ક પહેરેલી વ્યક્તિ તેનો પીછો કરતી હતી, જે અંધારામાં ભળી ગઈ હતી. અર્જુન ઉભો રહી ગયો અને તે વ્યક્તિ પણ.
અર્જુન એકદમ જ પાછળ ફર્યો.
તે વ્યક્તિ પણ તરત પાછળ ફરી ને દોડવા લાગ્યો.
કઈ પણ વિચાર્યા વગર અર્જુન પણ તેની પાછળ ભાગ્યો.
તેઓ સાંકળી ગલીઓમાં અને ખુલ્લા રસ્તા પર ભાગતા તેઓ કોલેજ ની પાછળ રહેલા એક ખાલી પાર્ક માં પહોંચ્યા. તે વ્યક્તિ ધીમો પડ્યો અને અચાનક પાર્ક માં અંદર ચાલ્યો ગયો. અર્જુન પણ તેની પાછળ ગયો, હૃદય ધબકતું, અને શરીર તણાવયુક્ત.
પાર્ક ના ખુલ્લા વિસ્તારમાં એક બીજો વ્યક્તિ પણ રાહ જોઈ રહ્યો હતો. એકદમ બોડીબિલ્ડર જવા શરીર સાથે તે હાથ વાળી ને પોતાના ચહેરા પર એક મરક સાથે ઉભો હતો. તે માસ્ક પહેરેલો વ્યક્તિ તેની બાજુ માં જઈ ને જોર જોર થી શ્વાસ લેતા ઉભો રહી ગયો
"તારી હિંમત ની દાદ દેવી પડે છોકરા." બીજા માફિયા જેવા લાગતા વ્યક્તિ એ કહ્યું. "એકદમ તારા પિતા જેવો છો."
અર્જુન એ આખો તીણી કરી. "કોણ છો તું?"
તે વ્યક્તિ આગળ આવ્યો. "એ કે જેને તારા પિતા એ બરબાદ કરી નાખ્યો. વિક્રમ કપૂર એ મને ધંધામાં દગો આપ્યો હતો. મારું બધું છીનવી લીધું હતું. અને હવે, હું એની પાસે થી એ છીનવી લઈશ કે જે તેના માટે અમૂલ્ય છે - તું."
અર્જુન સ્થિર ઉભો હતો. "હું એ દુનિયાનો ભાગ નથી. જો તારે એની સાથે કોઈ પ્રોબ્લેમ હોય તો એની સાથે જ સોલ્વ કરી લે."
"તારી સાથે એનું નામ જોડાયેલું છે. તે પૂરતું છે." તેને પેલા માસ્ક પહેરેલા વ્યક્તિ ને ઈશારો કર્યો. "પકડ એને."
તે માસ્ક પહેરેલા વ્યક્તિ એ કોઈ પણ સંકોચ વિના અર્જુન પર અટેક કરી દીધો. તેના મૂવ શાર્પ હતા પરંતુ અર્જુન પહેલા પણ લડાઈ લડ્યો હતો. તેણે પોતાના પર આવતા અટેક ને બ્લોક કરી ને વળતા પ્રહાર કર્યા. થોડાક અટેક અને ડિફેન્સ પછી અર્જુન એ મોકો જોઈ ને એક જોરદાર ફટકો માર્યો અને પેલો વ્યક્તિ જઈ ને સીધો એક વૃક્ષ ના થડ સાથે જઈ ને અથડાયો. અથડામણ ન લીધે તે થોડી વાર પડ્યો રહ્યો, આવું લાગી રહ્યું હતું જાણે તે ભાન માં છે પણ શરીર હલાવી નથી શકતો.
અર્જુન તે બીજા વ્યક્તિ તરફ ફર્યો. પરંતુ તે હાથમાં ચપ્પુ કે ને હુમલો કરી ચૂક્યો હતો.
અંધારામાં ચપ્પુ ચમક્યું. અર્જુનને પેટમાં એક તરફ ઘા કરી ને નિકળી ગયું. અર્જુન દર્દના માર્યા કણસ્યો. લોહીના કારણે તેનું ટીશર્ટ લાલ થઈ ગયું હતું. તે એક ઘૂંટણિયે બેસી ગયો અને બીજા અટેક થી માંડ માંડ બચી શક્યો.
"તને શું લાગે છે કે તું આ દુનિયાથી ભાગી શકીશ?" તે વ્યક્તિ એ રાડ પડી. "તું ક્યારેય તારા પરિવારથી અલગ ના થઈ શકે."
અર્જુનના શ્વાસ ધમણની જેમ ફૂલતો હતો, પરંતુ તેની આંખો માં ગુસ્સો ભરેલો હતો. "તો પછી હું લડીશ."
ત્યાતો એક બીજો અટેક આવ્યો. અર્જુને પહલેથી તૈયાર હોય તેમ રોકી લીધો. તેના ધા ન લીધે દુખતું હોવાથી તેને પોતાના દાંત ભીષી રાખ્યા હતા. તેને પેલા વ્યક્તિ ના પકડેલા હાથ ને મરોડી નાખ્યો. તેના હાથમાં રહેલું ચપ્પુ છૂટી ગયું. અર્જુને તરત જ નીચે પડે તે પહેલાં જ પકડી લીધું અને તરત જ તે વ્યક્તિ ના પગમાં ઘુસાડી દીધું. તે પાછળ ની તરફ પડી ગયો.
અર્જુન પણ એક આઘાત સાથે ઘૂંટણિયા ભર બેસી ગયો.
"અર્જુન!!"
તે પાછળ ફર્યો. અમન, રિયા, વિકાસ, સમીર અને નેહા આંખોમાં એક ભય સાથે તેની તરફ દોડી રહ્યા હતા.
પણ હજુ કોઈ કઈ કરી શકે તે પહેલાં જ માસ્ક વાળા પહેલા વ્યક્તિએ રિયાની પાછળ આવી ને ઉભો રહી ગયો.
અને અચાનક જ તેણી ની ગરદન પર એક ઠંડો સ્ટીલનો ટુકડો અડ્યા નો અનુભવ થયો.
"ચપ્પુ ફેંકી દે" તે માસ્કવાળા વ્યક્તિ એ કહ્યું.
બધા તેની જગ્યા પર જ ઊભા રહી ગયા જાણે થીજી ગયા હોય.
આ અવાજ તો કંઈક જાણીતો લાગતો હતો.
અર્જુનનું હૃદય બેસી ગયું., "નહીં....."
તે વ્યક્તિ એ પોતાનું માસ્ક ઉતાર્યું.
કબીર
"તે બધું જ બરબાદ કરી દીધું." કબીર ધીમેથી બોલ્યો. "તારે એની કિંમત ચૂકવવી પડશે."
અર્જુન એક જ જગ્યા એ ઘાયલ અને ધ્રૂજતો ઊભો હતો.
"કબીર તું આવું ન કરીશ."
કબીરની આંખો પહોળી થઈ ગઈ. "તે મારી બેજ્જતી કરી, મારું બધું લૂંટી લીધું. હા, મેં જ તેને તારી નામ અને તારી જિંદગી આપી હતી. તેણે મને પ્રોમિસ કર્યું હતું કે મને બદલો લેવામાં મદદ કરશે. ચાલ હવે સરેન્ડર કરી છે .... અથવા આને લોહીથી ખરડાયેલી જો."
કબીર આઘાત અને ગુસ્સામાં હતો. પરંતુ તે કંઇ કરી શકે તેમ ન હતો.
નિરાશ થઈને કબીર તરફ જોતો રહ્યો.....
ક્રમશઃ.......