જીવનનો મહિમા ખરેખર છે શું ?
મસ્તી માં જીવન જીવવું ?
સિરિયસ થઈ ને જીવન જીવવું ?
નિરંતર કર્મ કરીને જીવન જીવવું ?
બળવાસ્થા , યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા માં અલગ અલગ મહિમા થઈ જાય જીવનનો ?
ચાલો તો જાણીએ જીવનનો મહિમા અમુક વાર્તાઓ થકી.....
પ્રકરણ 1 :
એક બાળક દરરોજ મંદિરે જતો હોય છે અને મંદિરે જઈ ને ભગવાન ને બસ એક જ પ્રાર્થના કર્યા કરે કે
" હે ભગવાન ! મારે સ્વર્ગ ને એક વાર જોવું છે મારે તેની સુંદરતા ની નિહાળવી છે, બસ તમે મને સ્વર્ગ ના દર્શન કરાવી આપો "
આ બાળક છેલ્લા 2 વર્ષ થી આવી જ પ્રાર્થના સાથે મંદિરે જતો હતો . મંદિર ના પૂજારી ને પણ જોઈ ને હસવું આવતું કે આ નાદાન બાળક આવી પ્રાર્થના કેમ કરતો હશે ? આ બાળક હવે સમજણો થઈ ગયો હતો છતાં તે દરરોજ મંદિર જઈને એ જ પ્રાર્થના કરતો.
ઘણા લોકો તેની મસ્તી ઉડાડવા માટે એમ પણ કહેતા કે તારે સ્વર્ગ જોવા માટે પ્રાણ ત્યગવા પડે એમનેમ ના જઈ શકાય , તો તું પ્રાણ ત્યાગી દે , સારા કર્મો હશે તો સ્વર્ગ જોવા મળે.
પણ આ હસી મજાક ની તેને જાણે કંઇ અસર નહોતી થઈ , એ બસ એની એક જિદ્દ પર કાયમ હતો - સ્વર્ગ નિહાળવું.
એક વખત મંદિરે કોઈ નહોતું અને આ છોકરો ત્યાં ગયો અને ભગવાન ને ફરી એ જ પ્રાર્થના કરી . આ વખતે ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું ચાલ તને હું સ્વર્ગ બતાવું.
એ બાળક ને એક અલગ જગ્યા એ લઈ ગયા જ્યાં એકદમ અંધકાર હતો અને ભગવાન ની સાક્ષાત રૂપ ની તેજસ્વીતા દેખાય રહી હતી.
પેલો છોકરો આશ્ચર્ય ચકિત થઈ ને પૂછે છે, " હે ઈશ્વર ! આ કંઈ જગ્યા છે? "
ભગવાન જવાબ આપે છે કે હું તને હવે સ્વર્ગ બતાવવા માગું છું. એમ કહી ને ભગવાન તે બાળક ને તેના જ પરિવારજનો બતાવે છે . તેનું ઘર બતાવે છે.
ત્યારબાદ તેને સુંદર સુંદર અને રમણીય એવા જંગલ, નદીઓ,પહાડો અને જરમર જરમર વરસતા વરસાદ સાથે રંગાયેલી મેઘ ધનુષ્ય,પક્ષીઓ નો મધુર કલરવ, વહેતા ઝરણા નું ખળ ખળ અવાજ કરતું પાણી અને મન ને ગમે એવી શાંતિ બતાવે છે.
આ દ્રશ્ય જોઈ ને બાળક ખુશ થઈ જાય છે , પણ તેને મન માં એમ થાય છે કે તેના પરિવારજનો પણ સ્વર્ગ માં છે અને કેવું સુંદર દૃશ્ય છે , તે ખુશ થઈ જાય છે.
ત્યારે જ ઈશ્વર કહે છે જો બેટા આ સ્વર્ગ નહિ પરંતુ પૃથ્વી છે.
હવે હું તને બતાવું કે માણસ સ્વર્ગ માં કેમ પહોંચે છે. ભગવાન બતાવે છે કે , આખી જિંદગી ઢસરડા કરી કરી ને પોતાની જિંદગી ને બરબાદ કરી અને એક માણસ મૃત્યુ પામ્યો હતો . તે એમ વિચારતો હતો કે હું કાલ માટે જીવીશ અને એમ વિચારી ને તેણે જીવન ની અમૂલ્ય ક્ષણો નો મહિમા જ ના સમજ્યો . ગધેડા ની માફક જીવન જીવ્યું અને એમ સમજતો કે હવે તો હું સ્વર્ગ માં જઈશ ને !! પરંતુ ભગવાને કહ્યું કે સ્વર્ગ માં પણ એ જ મળશે જે તમે પૃથ્વી માં કર્યું છે.
પછી ભગવાન કહે છે કે
" બેટા સ્વર્ગ ની જંખના ના રાખ અને આ મનુષ્ય જીવન ને તું જીવી લે . લાખો અવતારો પછી મનુષ્ય અવતાર મળે છે આ જીવન નો મહિમા માણવા માટે મે ખુદે પૃથ્વી પર જન્મ લીધેલા છે. આ જીવન નો મહિમા ક્યારેય ના ભૂલતો. પૃથ્વી પર જીવેલી તારી એક એક ક્ષણ ને તું સ્વર્ગ થી પણ સુંદર બનાવી શકે છે .પોતાના પરિવાર જનો સાથે જીવીને તું સ્વર્ગ થી પણ ચઢિયાતું જીવન માણી શકે છે.ભવિષ્ય માં શું થશે એની ચિંતા ના કર અને તારા વર્તમાન ના જીવન નો મહિમા સમજીને જીવન જીવી લે "
ક્યારેક ક્યારેક માણસ પોતાના જીવન નો મહિમા ભૂલી જાય છે. સ્વાર્થ ની દુનિયા માં આગળ વધવાથી કંઈ પ્રાપ્ત નહીં થાય.તમે માત્ર એવા જીવન ને જ હકદાર છો જેવું તમેં જીવવા માંગો છો.
" Make the Heaven at the Earth "