The Glory of Life - 4 in Gujarati Philosophy by Sahil Patel books and stories PDF | The Glory of Life - 4

Featured Books
Categories
Share

The Glory of Life - 4

પ્રકરણ 4 :


મનુષ્ય નું જીવન પૃથ્વી પરના  દરેક જીવો પૈકી નું એક ઉત્તમ જીવન છે તેનું કારણ એ જ છે કે વર્ષો થી મનુષ્ય ના જીવન નો અનેરો મહિમા રહેલો છે .આ પૃથ્વી પર ઘણા જીવો છે આમ છતાં મનુષ્ય ના જીવન ને શ્રેષ્ઠ તેના મહિમા ના લીધે જ ગણવામાં આવે છે પરંતુ શું આજનો માનવી જીવનનો સાચો મહિમા સમજી રહ્યો છે ?
ચાલો તો ફરીવાર સમજીએ જીવનનો મહિમા એક ઉદાહરણ થકી.....

" શું આજ નો મનુષ્ય જીવનનો ખરો મહિમા સમજી રહ્યો છે ?  " આવો જ પ્રશ્ન એક મહાન વક્તા એ જીવન માં લાચાર થઈ અને હાર માનીને બેઠેલા વ્યક્તિઓ ને પૂછ્યો . ત્યારે બધા લોકો પોત પોતાના બહાનાઓ રજૂ કરવા લાગ્યા . કોઈ એ કહ્યું અમે પણ જીવન જીવવા માગીએ છીએ એના માટે જીવન માં સફળ તો થવું પડે ને ! અમે પણ મેહનત કરીએ છીએ , પણ અમે અમારું જીવન સરખી રીતે માણી શકતા નથી , સફળતા અમને મળી જાય એટલે જીવનનો મહિમા અમે સમજી જ જઈએ.

ત્યારે વક્તા એક સારી વાત રજૂ કરે છે,
" કૂતરો જ્યારે વાહન ને નીકળતા જુએ ને ત્યારે તે ભસે છે અને ક્યારેક એની પાછળ પણ દોડે છે . એ વાહન જો ઉભું હોય તો કૂતરો નહિ ભસે . જો કદાચ કૂતરો વાહન પાછળ દોડે અને વાહન સુધી પહોંચી જાય અથવા તો વાહન ચાલક વાહન થંભાવી દે તો કૂતરા ને શું ફાયદો થશે એનાથી ??  "

બધા લોકો વિચારવા લાગ્યા કે હા બરોબર કૂતરા ને તો અહીં કઈ ફાયદો નથી થતો , બસ તે ભસ્યા કરે એટલું જ....

વક્તા આગળ બોલે છે - 
" વાસ્તવિકતા માં તમે લોકો પણ કઈક આવું જ કરી રહ્યા છો. તમે માત્ર ને માત્ર દોડી જ રહ્યા છો ,  સફળતા મેળવવા માટે તમારું જીવન નષ્ટ નથી કરવાનું પરંતુ જીવન ને સફળ બનાવવા માટે તમારે કાર્ય કરવાનું છે અને એ કાર્ય સાચી દિશામાં અને સાચી રીતે કરવાનું છે. તમે જીવન નો સાચો મહિમા ભૂલી ગયા છો . કુદરતે આ જીવન મનુષ્ય તરીકે ઘણા ઓછા સમય માટે આપ્યું છે આ જીવન માં તમે નિરર્થક પ્રયાસો કરી રહ્યા છો તમે એમ વિચારો છો કે આજે દોડીએ અને આવતીકાલ ને સુધારીએ . જે માણસ ભવિષ્ય પાછળ વર્તમાન વ્યર્થ કરે છે તેનું ભવિષ્ય પણ જ વ્યર્થ છે . તમે એ જોતાં જ નથી કે કઈ દિશા માં દોડવાનું છે. માત્ર ને માત્ર કૂતરા ની જેમ ભસ્યા કરો છો અને નિરર્થક રીતે દોડ્યા કરો છો. તમારે જીવન નો મહિમા સમજવાની જરૂર છે . આ જીવન ને તમે એવી રીતે જીવો કે તમારું વર્તમાન અને ભવિષ્ય બન્ને ઉજ્જવળ બને નહીં કે ખોટા પ્રયાસો કરીને "

વાસ્તવિકતા માં પણ આવું જ કંઈક થઈ રહ્યું છે , માણસ જીવન નો મહિમા એટલે સફળતા એવું માની ને સફળતા ની ઝંખના માટે દોડ્યા જ કરે અને એમાં વર્તમાન જીવન ભોગે આવી જાય છે , તે ભવિષ્ય ને સુધરવા માટે વર્તમાન જીવન બગાડે છે અને એમાં ને એમાં એના વર્તમાન ને ભવિષ્ય બંને બરબાદ થઈ જાય છે.

Once 
The great man said 
" A man works in present for making bright future , is the great fool man ,  he just ruins his present and future both ,  he is the biggest dumb , If a man works for present as well as considering future then he is surely wiseman "

" જીવન ને સફળ બનાવવાની સાથે સાર્થક પણ બનાવો "