The Glory of Life - 5 in Gujarati Philosophy by Sahil Patel books and stories PDF | The Glory of Life - 5

Featured Books
  • रक्तरेखा - 4

    इन दिनों चंद्रवा गांव में कुछ अलग ही माहौल चल रहा था मानो सि...

  • महाराणा सांगा - भाग 18

    महाराणा साँगा की मालवा-विजय महाराणा साँगा की जय-जयकार सारे म...

  • झग्गू पत्रकार - 5

    मैंने एक बात ये देखी कि झग्गू पत्रकार अक्सर रात को ही ब्रेकि...

  • मदरसे का प्यार

    पुराने शहर की तंग गलियों के बीच खड़ा Madarsa Noor-ul-Islam,ज...

  • दांव-पैर

    उस दिन दसवीं कक्षा का मेरा आखिरी पर्चा खत्म हुआ था और मैं दो...

Categories
Share

The Glory of Life - 5

પ્રકરણ 5

એક વખત એક માણસ પોતે પોતાના જીવન માં સર્વસ્વ ત્યાગ કરીને એક મોટા સંત પાસે જાય છે કેમ કે તે જિંદગી માં બધું હારી ગયો હોય છે.

તે સંત પાસે જઈએ ફરિયાદ કરે છે કે - આ જીવન માં હવે કશું રહ્યું નથી . મે આખું જીવન વ્યર્થ કરી નાખ્યું હવે હું જીવન નાં બધા મોહ મૂકીને જીવીશ એટલે મારા જીવન નો ખરો મહિમા સાર્થક થશે . હું જીવન માં કંઈ માણી જ નથી શક્યો . જીવન માં મને ડગલે ને પગલે નિષ્ફળતા મળી છે અને હું જે કામ કરું એમાં મને એમ લાગે કે જાણે મારો સમય બરબાદ થઈ રહ્યો છે , ના તો હું વ્યવહાર સાચવી શક્યો ના તો હું આધુનિક ટેકનોલોજી માં અને સોશિયલ મીડિયા માં કોઈ સાથે વ્યવહાર બનાવી શક્યો એટલે મારા જીવન નો કશો મહિમા જ નથી રહ્યો . બસ હવે હું જીવન ના બધા સુખો ને ભૂલી જઈને સન્યાસ લઈશ એટલે હું જીવન નો મહિમા જાણી શકીશ . આમ પણ જીવન નો સાચો મહિમા તો સંન્યાસી લોકો જ જાણી શકે , એ લોકો ને બસ જીવન માં શાંતિ હોય , આ દુનિયા ના સંપર્કો થી દૂર જીવનને સાચી રીતે માણવું હોય અને જાણવું હોય તો માત્ર સંન્યાસ જ શ્રેષ્ઠ ઉપાય છે , માટે હે ગુરુ જી મને સંન્યાસ ધારણ કરાવવામાં મદદ કરો , એ જ છેલ્લો ઉપાય છે .

સંતે તેની વાત ને ધ્યાનથી સાંભળી અને કહ્યું -
 તું તો સન્યાસ ને લાયક ક જ નથી.
પેલો માણસ મુંજાય ગયો અને કહ્યું - શા માટે તમે આવું કહો છો ?
ત્યારે એ માણસ ને સંતે મસ્ત ઉત્તર આપ્યો - 
" તું તારા જીવન માં જે મહિમા ને સમજવા માંગે છે એ ખરા મહિમા ના સુખ ને ત્યાગી ને તું સન્યાસ લેવા આવ્યો છે . સન્યાસ દ્વારા તું ક્યારેય જીવન નો મહિમા નહિ સમજી શકે , તું સંન્યાસ એટલા માટે લઈ રહ્યો છે કેમ કે તે તારી જિંદગી વેડફી નાખી , જીવન ને બરબાદ કરી ને તું સાચો મહિમા ના સમજી શક્યો તો સંન્યાસ લઈને શું સમજીશ ? જીવન માં હારતા તો ઘણા લોકો હશે પરંતુ એ લોકો તારી જેમ એમ હારી જવાને લીધે જીવન નથી મૂકી દેતા . યાદ રાખજે કે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે માણસ જ્યારે વર્તમાન નો મોહ છોડીને સન્યાસ લે છે ત્યારે તે વર્તમાન નું જીવન નો ત્યાગ કરી રહ્યો છે તેનો ફાયદો તેને આવનાર જીવન માં જ થશે નહિ કે વર્તમાન જીવન માં . એટલે આવા નિરર્થક સંન્યાસ દ્વારા તને આ જીવન નો મહિમા ક્યારેય નથી સમજાવવાનો . જે વ્યવહારુ જીવન અને સોશિયલ મીડિયા ની તું વાત કરી રહ્યો છે એ મોહ પણ છે અને નથી પણ !  તારો બીજા સાથેનો વ્યવહાર અને તારી કામ કરવાની રીત ના લીધે તું નિષ્ફળ છો , તે જીવન ને જીવવાની રીત બીજા લોકો ને જોઈને અપનાવી છે , પોતાની રીતે તો તે જીવન જીવ્યું જ નહીં , બીજા લોકો વ્યવહાર માં ભલે ને અલગ કંઈક કરતા હોય પણ તું તારા અંદર તો જો કે જીવન શું છે ?  જો તું તારી જાત ને એકવાર પ્રશ્ન પૂછીશ કે શું તે જીવન ને ખરેખર માણ્યું છે ? તારો અંતરાત્મા જે જવાબ આપશે ને તે મુજબ તું કામ કરજે  ”

વાસ્તવિકતા પણ કંઇક આવી જ હોઈ છે જીવન નો ખરો રસ માણ્યા વગર અને એને સમજ્યા વગર જીવન નો ત્યાગ ના કરવો જોઈએ . જીવન નો ખરો આનંદ તો જીવન જીવવામાં જ છે એ જીવન કે જે આપણો અંતરાત્મા જીવવા માંગે છે .
જો અંતરાત્મા કહે કે એક સંન્યાસી નું જીવન જીવવું તો એ જ યોગ્ય છે અને એ કહે એક સાંસારિક જીવન જીવવું તો એ જ યોગ્ય છે , માટે આપણા કર્મો કે નિષ્ફળતા ને લીધે જીવન નો ઉદેશ બદલવાને બદલે જીવન ને સારી રીતે માણવાનું અને જાણવાનું એ તો જીવન નો સાચો મહિમા છે .

Ask yourself what i need for life
Yourself gives the reply Which is the glory of life .