મેં મેઘાના કપડાં પર નજર કરી તો તે પહેલાં કરતાં અલગ હતાં. પહેલી વાર જ્યારે મેઘા મારી સામેં આવી ત્યારે તેણે જીન્સ ટીશર્ટ પહેર્યું હતું અને અત્યારે એક નાનું કવચ પહેર્યું હતું. મેં મેઘાને પૂછ્યું કે શું તે આર્યવર્ધન છે ?
પહેલી વાર જ્યારે મેઘા મારી સામેં આવી ત્યારે તેણે જીન્સ ટીશર્ટ પહેર્યું હતું અને અત્યારે એક નાનું કવચ પહેર્યું હતું. મેં મેઘાને પૂછ્યું કે શું તે આર્યવર્ધન છે ?
ત્યારે મેઘાએ કહ્યું, “તે યોદ્ધા આર્યવર્ધનનો વિશ્વાસુ સેનાપતિ ચંદ્રકેતુ છે.” આટલું કહ્યા પછી મેઘા અને તે યોદ્ધા એકસાથે અદ્રશ્ય થઈ ગયાં. હું આ બધું જોઈને મેઘાં નોવેલની શરૂઆતનો પ્રસંગ યાદ આવી ગયો( .) જેમાં મેઘા અને આર્યવર્ધન વચ્ચે ભયાનક યુદ્ધ થયું હતું. પણ આ વખતે મેઘાની સામેં આર્યવર્ધન નહીં પણ આર્યવર્ધનનો સેનાપતિ ચંદ્રકેતુ હતો. એટલે મેઘાના સામર્થ્ય આગળ ચંદ્રકેતુ વધારે સમય ટકી શકે તેમ નહોતો.
થોડી ક્ષણો પછી મને આકાશમાં વીજળી કડક્વાનો અવાજ સંભળાવા લાગ્યો. ત્યારે મને મનમાં કોઈ કહેવા માંગતુ હોય તેમ લાગ્યું. એટલે મેં આંખો બંધ કરી તો મને ચંદ્રકેતુ મારી સામેં દેખાયો. તે મારા પર તલવાર લઈને પ્રહાર કરવા આવતો હતો ત્યાં જ મારો એક હાથ ઊંચો થયો અને ચંદ્રકેતુનો પ્રહાર અટકાવી દીધો. મેં જોયું કે હું જાણે મેઘાના શરીરમાં સમાઈ ગયો હતો. મને મારા મનમાં મેઘાનો અવાજ સંભળાયો. તેણે કહ્યું,”અવિચલ અત્યારે તમારું અને મારું અંતરમન એકબીજા સાથે જોડાયેલા છે. તેથી તમેં અત્યારે મારી આંખોથી જોયેલા દ્રશ્યો જોઈ શકો છો અને ઘટનાઓ અનુભવી શકો છો.”
આટલું કહીને મેઘાએ ચંદ્રકેતુ સામેં જોયું. હવે ચંદ્રકેતુ ફરીથી મેઘા તરફ તલવાર તીરની જેમ ફેકી પણ મેઘાએ તલવાર પકડીને તોડી નાખી. આ બધુ બન્યું ત્યારે મેઘા અને ચંદ્રકેતુ આકાશમાં વાદળની માફક તરી રહ્યા હતાં. મેઘા ચંદ્રકેતુની તલવાર તોડી નાખ્યા પછી તેની પાસે જઈને છાતી પર એક મુક્કો માર્યો. તે મુક્કામાં એટલી તાકાત હતી કે તેના કારણે ચંદ્રકેતુ ખૂબ જ દૂર સમુદ્રમાં જઈને પડ્યો. પણ તેનાથી ચંદ્રકેતુ પર વધારે અસર થઈ નહીં. તે થોડી ક્ષણોમાં પાછો મેઘાની સામેં આવી ગયો.
પછી મેઘા અને ચંદ્રકેતુ એકબીજાને મુક્કા મારવા લાગ્યા. તે બંનેના મુક્કામાં એટલી બધી શક્તિ હતી કે આસપાસના આકાશમાં ભયંકર અવાજ થઈ રહ્યો હતો. આ દરમિયાન ચંદ્રકેતુએ મેઘાના માથા પર પ્રહાર કર્યો તેના કારણે મેઘા બેહોશ થઈને નીચે પડવા લાગી પણ સમુદ્રની સપાટીને સ્પર્શ થતાં મેઘાને ફરીથી હોશ આવી ગયો. તે તરત પોતાની મૂળ સ્થિતિમાં આવી ગઈ અને જમીન પર ઊભી હોય તેમ સમુદ્રના પાણી પર ઊભી રહી ગઈ.
ચંદ્રકેતુ પણ આકાશમાંથી મેઘાની સામેં સમુદ્રની સપાટી પર આવી ગયો. તેમની વચ્ચે ફરીથી લડાઈ શરૂ થઈ ગઈ. પણ આ વખતે તેમના દરેક પ્રહાર વખતે અવાજ તો થતો હતો અને સાથે પાણીના ઊંચા મોજા પણ ઊછળી રહ્યા હતાં. આ જોઈને લાગતું હતું કે જાણે સમુદ્રના પેટાળમાં ભૂકંપ થયો હશે અથવા મોટું ચક્રવાત બન્યું હશે.
મેં મેઘાને લડાઈ અટકાવવા માટે કહેવાનો પ્રયત્ન કર્યો પણ મારા ગળામાંથી અવાજ નીકળ્યો નહીં. મેં ચંદ્રકેતુની શક્તિ જેટલી આંકી હતી તેના કરતાં અનેક ઘણી વધારે હતી. મેં ભગવાનને પ્રાર્થના કરી હવે લડાઈ અટકી જાય પણ મેઘા અને ચંદ્રકેતુની લડાઈ અટકી નહીં. એટલે હવે મારી પાસે આ લડાઈને એક પ્રેક્ષકની માફક જોઈ રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો.
પણ ત્યાં જ શ્રીહરિ નારાયણે મારી પ્રાર્થના સાંભળી લીધી હોય તેમ તે બંનેની લડાઈ અટકી ગઈ. મેઘા અને ચંદ્રકેતુ સ્થિર મુદ્રામાં ઊભા રહ્યા. થોડી વાર પછી ચંદ્રકેતુ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. ત્યારબાદ મેઘાએ પોતાની આંખો બંધ કરી અને મેં મારી આંખો ખોલી. હું સમુદ્રકિનારે જ ઊભો હતો અને મેઘા મારી સામેં ઊભી હતી. મેં મેઘાને પૂછ્યું, “ચંદ્રકેતુ આર્યવર્ધનનો સેનાપતિ છે તો તેણે આર્યવર્ધનના કહેવાથી જ મારા પર હુમલો કર્યો હશે ને ?”
જવાબમાં મેઘાએ કઈ કહ્યું નહીં. બસ હા કહેતી હોય તેમ ઈશારો કર્યો. મેં કહ્યું,”મેઘા, મને માફ કરી દે. મને ખ્યાલ નહોતો કે મારા અહી આવવાથી તારે આવી લડાઈ લડવી પડશે. ચંદ્રકેતુ આટલો શક્તિશાળી હશે અને તારી સાથે આટલી ભયાનક લડાઈ લડશે તેવી મને કલ્પના પણ નહોતી.” મારી વાત સાંભળીને મેઘાએ ફક્ત સ્મિત કર્યું.