ભાગ 4 :
" SK એ પોતાના ક્રોધ ની આગ માં એક સામ્રાજ્ય ઉભુ કર્યું હતું , જે સામ્રાજ્ય બન્યું હતું લોકો ની સેવા માટે , આજના દિવસે પણ આપણી કંપની માંથી 27% હિસ્સો જરૂરિયાત વાળા લોકોને તેમજ પશુઓ તથા પક્ષીઓ ના સંરક્ષણ માટે , વૃક્ષોના વાવેતર માટે દાન કરવામાં આવે છે , ભારત ની જે સંસ્કૃતિ ધીમે ધીમે લુપ્ત થવા પર છે , તેને બચાવવા માટે SK એ શાળાઓ ને ફંડ આપ્યા છે અને બધી શાળા માં આપણા દેશ ની અનન્ય સંસ્કૃતિ વિશે જાણકારી અપાવનું સૂચન દેવાયું છે , બસ આ કારણોસર જ આ સામ્રાજ્ય એક અદ્વિતીય સોપાન છે "
RK આટલું બોલીને અટકી ગયો.
ત્યારબાદ મિત્રા એ તેને સામે પ્રશ્ન પૂછ્યો કે જે કંપની બંધ થઈ હતી તેમાં ઘણા લોકો ના પૈસા ડૂબ્યા હતા , માર્કેટ માં ખૂબ મોટું કૌભાંડ થયું હતું , તો રોકાણકારો એ SK ઉપર આરોપ તો મૂક્યો હશે ને ? અને બાકીના લોકો પર પણ આરોપો લાગ્યા હશે , કેમ કે દેશ માંથી ભાગવા વાળો તો એક જ માણસ હતો અને વળી ઊર્જા તો અહી જ હતી , તો એના પર કંઈ પગલાંઓ લેવામાં ન આવ્યા ??
" તારા પ્રશ્ન નો ઉતર છે મારી પાસે , કેમ કે હું એ કંપની માં કામ કરતો હતો , હું ત્યાં ફાઇનાન્સ મેનેજર હતો અને એ કંપની નો CFO હતો SK , ઘણા બધા પ્રમોટર હતા એ કંપની ના ; જેમાંથી 11 લોકો કૌભાંડમાં જોડાયેલા હતા , કૌભાંડ ની શરૂઆત થઈ જ્યારે SK CFO માંથી કંપનીનો કે ચેરમેન બની ગયો અને નવા CFO તરીકે આવ્યા પ્રોફેસર , પ્રોફેસર માર્કેટ માં પૈસા ને મેનીપુલેટ કરવામાં માસ્ટર માઇન્ડ હતા , SK ત્રણ મહિના લંડન રહેતો , એક મહિનો ન્યુયોર્ક અને આઠ મહિના આપણા દેશ માં રહેતો , તે ભારત બહાર ના બધા વહીવટ મુખ્યત્વે સાંભળતો હતો , એટલે જ્યારે SK ભારત માં નહોતો ત્યારે જ આ કૌભાંડ થયો , SK ને કંઈ પણ અંદાજો પણ નહોતો કે શું થઈ રહ્યું છે , પણ મને જાણ હતી કેમ કે હું ફાઇનાન્સ માં મેનેજર હતો , મે આ વાત SK સુધી પહોંચાડવાની કોશિશ પણ કરેલી ; પરંતુ એ વ્યર્થ , મને અંદાજો હતો કે કંઇક અઘટિત થવાનું છે અને થયું થોડાક જ મહિના માં કંપનીના સ્ટોક 1000% જેટલા ઉપર પહોંચી ગયા હતા અને પ્રમોટર એ એક સાથે પોતાનો સ્ટેક ખાલી કર્યો , જેનાથી માર્કેટ ક્રેશ થયું અને ભાવ તળિયે ગયા , બીજી કંપની કે જે ઊર્જા ના પિતા દ્વારા માત્ર આ કૌભાંડ માટે બનાવાઈ હતી તેમાંથી બધો સ્ટેક ખરીદી લેવાયો , ફરી ભાવ ને ધીમે ધીમે સપાટી પર આવતા છૂટક રોકાણકારો ને હાશકારો થયો કે કંઈ વાંધો નહિ આવે ; પરંતુ બધું એકદમ પ્રોફેસર ની યોજના મુજબ ચાલતું હતું , ભાવ ને ફરી વધા૨ીને સંપૂર્ણ સ્ટેક બીજી કંપની ના નામે થઈ જતા આ કંપની ગૌણ થઈ ગઈ અને એ બીજી કંપનીમાંથી પૈસા લઈને ઊર્જા નાં પિતા ફરાર થઈ ગયા , છૂટક રોકાણકારો ને તેના લીધે ખૂબ નુકસાન થયું અને જ્યારે આ વાત SK સુધી પહોંચી ત્યારે તેને ખબર પડી કે ખૂબ ગોટાળા થયા છે એટલે તેણે અને બીજા ત્રણ લોકો એ પોતાના સ્ટેક થી છૂટક રોકાણકારો ને ભરપાઈ કરી હતી અને કંપની ને બંધ કરાવી નાખી , ટૂંક માં આ કોઈ બહુ મોટો સ્કેમ તો નહોતો પણ મુખ્ય ટાર્ગેટ હતો કે પૈસે લઈને અને SK ને તેમાં ફસાવીને ભાગી જવું "
હવે મને સમજાણું કે શા માટે કોઈ પગલાંઓ ભરવામાં નહોતા આવ્યા કેમ કે SK એ ત્યારે પણ બીજા ના સારા માટે પોતાના પૈસા નું બલિદાન આપી દીધું, પરંતુ એ બધું તો ઠીક પણ અત્યારે જે આ છોકરી અહીં આવી છે તેણે એવું કહ્યું કે તે વિશ્વના સૌથી અમીર માણસ ની કંપની ખરીદી લેશે એ વળી કંઈ રીતે ?
" એ જ રીતે જે રીતે તે માણસે કૌભાંડ કરીને રોકાણકારો ના પૈસા પડાવ્યા હતા , છેલ્લા એક મહિના થી જ તે વિશ્વ નો સૌથી અમીર માણસ બન્યો છે કેમ કે તેને એમ હતું કે SK ખરેખર માર્યો ગયો અને શીન દ્વારા પણ તેને એ જ માહિતી પહોચાડવામાં આવી ; એટલે ઊર્જાનાં પિતા તો બહુ ખુશ થઇ ગયા હતા , સાથોસાથ તેની કંપની ના શેર ના ભાવ પણ વધવા લાગ્યા , પરંતુ હકીકત માં જે નીતિ તેણે સાત વર્ષ પહેલા અપનાવી હતી એ નીતિ જ અપનાવીને તેની કંપની ને આપણે ખરીદી લીધી , આ માસ્ટર માઈન્ડ પ્લાન SK એ એક મહિના પેલા જ ઘડી રાખ્યો હતો અને હવે Queen દ્વારા બસ તેનું અમલીકરણ થયું "
RK એ સંપૂર્ણ ધટનાઓ વિસ્તૃત માં જણાવી આપી.
ત્યાં અચાનક ડોક્ટર નો ફોન આવ્યો - SK નું બચવું અશકય છે બસ હવે અમે અમારા અંતિમ પ્રયાસો કરી શકીએ છીએ.
ફરી ત્યાંનો માહોલ એકદમ શાંત પડી ગયો........