MH 370 - 25 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | MH 370 - 25

Featured Books
Categories
Share

MH 370 - 25

25. નિકટતા

મેં એને આલિંગનમાં જકડી. જકડી લેવાઈ ગઈ. એ આભારવશ હતી અને ડરેલી હતી એટલે એને કોઈ સધિયારો જોઈતો હતો.

એ વધુ નજીક આવી મારામાં ચંપાઈ. હજી એ ધ્રૂજતી હતી. મેં એને આલિંગનમાં જ ચૂમી સાંત્વન આપતાં એનાં  શરીરે હાથ ફેરવ્યા કર્યો. એમ એને સામાન્ય થવા દીધી.

એ  એક ખ્રિસ્તી નન હોઈ હજી સુધી સંપૂર્ણ વર્જિન હતી પણ એક વાર કોઈ પુરુષ અમુક કારણે ગમી જાય પછી જે થયું એ થવાનું જ હતું.  એને મારી જરૂર હતી. સામેથી એણે પહેલ કરેલી અને મને સમર્પિત થયેલી. 

પાણીથી હમણાં સુધી પલળેલાં નગ્ન  શરીરો અને આલિંગન!  એ પણ સામેથી મળેલું! મેં એની આંખમાં ઇજન જોયું. એ વખતે બીજો કોઈ વિચાર આવ્યો નહીં. અમે સંવનન કર્યું.  એકમેકમાં ખોવાઈ જઈ ફરીથી, હજી ફરીથી કર્યું.

અત્યાર સુધી મારે માટે બધી સ્ત્રીઓ મારી પેસેન્જર હતી, મારી એરલાઈન્સની મહેમાન. આ સંજોગોમાં એણે મારી શારીરિક લાગણીઓ જગાડી. આગ અને પાણી ભેગાં થાય તો કાં તો આગ ઠરી જાય, કાં તો પાણી જ ઉકળીને વરાળ બની વિસ્ફોટ થાય.

સાંજનો કૂણો તડકો  એ વૃક્ષોની હાર અને જમીન તરફથી આવતો હતો. દરિયાની ઠંડી મસ્ત લહેરો અમારી તરફ આવતી  હતી. એને મારી બાજુમાં સુવાડી મેં એની લટ પર હાથ ફેરવતાં પૂછ્યું કે શું બનેલું, એ શા માટે અને કેવી રીતે તરાપો લઈને નીકળેલી અને  તોફાનમાં ફસાઈ ગયેલી.

એને હવે મારી પર વિશ્વાસ જાગ્યો હતો. જે સ્થિતિમાં અમે કલાકો સુધી અમારાં  નગ્ન શરીરો સાથે એ વિકરાળ પરિસ્થિતિમાંથી પસાર થયેલાં એ પછી અમને શારીરિક આકર્ષણ થવું સ્વાભાવિક હતું.

ખેર, હવે અત્યારે તો અમે જ બે ગાઢ મિત્રો હતાં.

એના કહેવા મુજબ  આમારામાંની એક હવે બચી ગયેલી સ્ત્રી, વયસ્ક શિક્ષિકાએ મોડી રાત્રે દૂર દરિયાના ઘુઘવાટ સિવાય બીજો અવાજ  સ્પષ્ટપણે સાંભળ્યો હતો.  શક્ય હતું કે કોઈ શિપ પસાર થતી હોય. એ નર્સને સીટીઓ મારતાં આવડતું હતું. એને એ શિક્ષિકાએ જગાડી અને બન્નેએ મોંએથી સીટીઓ મારી.  કોઈ પ્રતિભાવ ન મળ્યો. કદાચ ભ્રમ હોય, દૂર કશું લાઈટ જેવું પણ જોયું હતું.

એ થોડું મોં સૂઝણું  થતાં જ એક  વ્યવસ્થિત તરાપો લઈને અવાજની દિશામાં જવા નીકળી પડેલી.

માણસને કેટલી આશાઓ હોય છે?

એ કઈ દિશામાં જતી હતી એ મેં પૂછ્યું. એણે દિશા બતાવી. મેં અવાજની દિશા કઈ હતી એ પૂછ્યું. એણે જે દિશા બતાવી એ કદાચ મને પકડીને કેદી બનાવેલો એ આદિવાસીઓની વસાહત તરફની હતી. 

તો મને નીચે જોઈ ઉપર ચોકી કરતા આદિવાસીએ સીટીઓ વગાડી એ હોઈ શકે? કદાચ મને વસ્તીમાં લઈ ગયા ત્યારે એમણે કરેલ કોઈ મશાલ જેવી પ્રકાશિત ચીજ હોઈ શકે? કે સાચે જ કોઈ શિપ?

મેં મારી આપવીતી કહી. પણ તો એનો મુદ્દો સાચો હતો કે જો પ્રકાશ એ લોકોએ કર્યો હોય તો આગ પેટાવી શકાય એવો દહનશીલ પદાર્થ એ લોકો પાસે હોવો જોઈએ. એ કયો હશે? 

તો સાચે કોઈ મદદ ન મળે ત્યાં સુધી કોઈ પણ રીતે એ લોકોની દોસ્તી કરવા પણ પ્રયત્નો કરવા જોઈએ.

અમે આમ વાતો કરીએ ત્યાં સૂર્યાસ્ત થઈ થોડી જ વારમાં ઘોર અંધારું થઈ ગયું.

હવે અમે  મિત્રો હતાં. અમારી વચ્ચેની બધી  જુદાઈ ઓગળી ગયેલી. અમે નજીક નજીક એકબીજાને સ્પર્શની હૂંફ મળે એમ બેઠાં.

એ બહુ કાચી ઉંમરે ખ્રિસ્તી સાધ્વી બની હોઈ એણે ક્યારેય કોઈ યુવાન પુરુષનો સ્પર્શ પણ કરેલ નહીં. મેં એને જાનનું જોખમ લઈ બચાવી એટલે એ મારી તરફ ઢળી ચૂકેલી.

આછા પ્રકાશમાં એનું ચીનીઓ જેવું પીળાશ પડતું ગુલાબી શરીર અને લીસી ત્વચા મને મનભાવન લાગતાં હતાં.  એ નજીક આવી અને થોડી વાર આલિંગનમાં રહી અમે એકબીજાના હાથ પકડી સૂતાં. મેં એને મારી જાણકારી હતી તેમ  આકાશનાં નક્ષત્રો, તારાઓ અને લાંબી પૂંછડી ધરાવતી આકાશગંગા બતાવ્યાં.

ટમટમતા તારાઓના ઝાંખા પ્રકાશમાં વાતો કરતાં નજીક બેસી એકમેકને સ્પર્શ કરી  હળવેહળવે હાથ ફેરવતાં  એ ફરીથી ઉત્તેજિત થઈ ગઈ.  મારી નજીક આવી મારામાં લપાઈ ગઈ. એનો સ્પર્શ  ઘણું કહી જતો હતો. ફરીથી ક્યારે અમે સમાગમમાં પ્રવૃત્ત થઈ ગયાં એ અમને ખબર ન પડી. પછી અમે એકબીજાનો હાથ પકડી નિંદ્રાધીન થઈ ગયાં. વહેલી સવારનો પવન વાયો ત્યાં સુધી.

ક્રમશ: