Sarkari Prem - 10 in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 10

Featured Books
  • एक अनोखा डर

    एक अनोखा डर लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००रात के...

  • Haunted Road

    उस सड़क के बारे में गांव के बुजुर्ग कहते थे कि सूरज ढलने के...

  • वो इश्क जो अधूरा था - भाग 18

    अपूर्व की ऑंखें अन्वेषा के जवाब का इन्तजार कर रही थी। "मतलब...

  • अनकही मोहब्बत - 7

    ‎‎ Part 7 -‎‎Simmi के पास अब बस कुछ ही दिन बचे थे शादी के।‎घ...

  • डायरी

    आज फिर एक बाऱ हाथों में पेन और और डायरी है, ऐसा नहीं की पहली...

Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 10




"પપ્પા શું થયું? તમે તો ખુબ જ ગંભીર લાગો છો." મહેચ્છા પુછે છે.

"જો દીકરી આજે હું તારી સાથે ખુબ જ મહત્વપૂર્ણ વાત કરવા માટે આવ્યો છું. આ વાત તારી કારકિર્દી માટે ખુબ જ મહત્વપૂર્ણ બની જશે. " મધુકર મોહન કહે છે.

"શું પપ્પા?" મહેચ્છા પુછે છે.

"આ તારી જીંદગીમાં ખુબ જ મહત્વપૂર્ણ પરિક્ષા છે. ખરેખર દસમા ધોરણ પછી જ આપણે ક્યાં જવું તે નક્કી કરવાનું હોય છે.

આમ તો પોતાની કારકિર્દી વિષે કોઈ પણ જાતનો નિર્ણય લેવાની પુરી સ્વતંત્રતા તારી પાસે જ છે. પણ‌ હું એક પિતા તરીકે તને ‌સોનેરી સલાહ આપવા માટે માંગું છું." મધુકર કહે છે.

"પપ્પા બોલો શું કહો છો?" મહેચ્છા પુછે છે.

"જો દીકરી આમ તો તારું વિજ્ઞાન અને ગણિત પણ સારું જ છે. પણ‌ જો તારે ભારતીય સરકાર દ્વારા લેવાતી આઈ.એ.એસ ની પરીક્ષા પાસ કરી દેશસેવા કરવી હોય તો સારામાં સારી તક તારી પાસે છે.

તું સમાજશાસ્ત્ર અને ખાસ કરીને ભારતીય ઈતિહાસ તરફ વધુ ધ્યાન આપ. એમ પણ તને ભારતીય ઈતિહાસમાં ખુબ રસ છે. જો હમણાં થી જ તું વિજ્ઞાન શાખામાં પ્રવેશ લેવાની બદલે આર્ટસ તરફ આગળ વધીશ તો તારી માટે સર્વશ્રેષ્ઠ રહેશે.

અગ્યાર અને બાર ધોરણ પછી કોલેજ ના ત્રણેય વર્ષ એમ પાંચ વર્ષ સુધી એક જ વિષય વાંચી તું એમાં પારંગત બની અને આઈ.એ.એસ પરિક્ષા પાસ કરી શકીશ.". મધુકર મોહન સમજાવે છે.

"હા પપ્પા આ વાત તો સાચી છે પણ મને વિજ્ઞાન ખુબ ગમે છે." મહેચ્છા કહે છે.

" જો દીકરી ફક્ત પરિક્ષા તરીકે નહીં પણ‌ હું તને આ દેશની ઉચ્ચ સરકારી અધિકારી બનતી જોવા માંગું છું. તું દેશની પણ સેવા કરી શકે છે. આ દેશમાં ઘણા કાબેલ સરકારી અધિકારીઓ ની જરૂર છે. 

તું નાની હતી ત્યારે કલેકટર ની કારો જોઈ ખુશ થઈ ગઈ‌‌ હતી અને તને કલેકટર બનવા માટે શોખ હતો. પણ એ
કારો કરતા ક્યાંય મોટી જવાબદારી આપવામાં આવશે અને એ જ જવાબદારી તમને દેશ માટે સારા કાર્યો કરવા માટે પ્રેરણારૂપ બનશે." મધુકર મોહન સમજાવે છે.

"જી પપ્પા. હું સમજી ગઈ. પણ હું હમણાં કંઈ નક્કી નથી કરવાની." મહેચ્છા કહે છે.

એ રાત્રે મહેચ્છા ને ઊંઘ જ નથી આવતી. મધુકર ના વિચારો તેને અવઢવમાં મુકી રહ્યા હતા. મહેચ્છા ગમે તેમ પણ વિજ્ઞાન અને ગણિત ની સારી વિધાર્થિની હતી. જો વિજ્ઞાન અને ગણિત ભેગું કરે તો એ ઈજનેરી કોલેજમાં પ્રવેશ કરી શકે એમ હતી. પણ તેને તો આઈ. એ. એસ બનવું હતું.

હવે‌‌ મહેચ્છા બીજા દિવસે પરિક્ષા આપી દીધા પછી પોતાની શાળા ના જ વિજ્ઞાન શાખામાં ફરજ બજાવતા શિક્ષક ની સાથે જ વાતચીત દરમ્યાન પોતાની મનની દુવિધા જણાવે છે. પણ એ શિક્ષક તો મહેચ્છા ને ગમે તેમ પણ વિજ્ઞાન તરફ જ આગળ વધવા માટે સમજાવે છે.

થોડીવાર પછી જ મહેચ્છા પોતાના સમાજશાસ્ત્ર ના શિક્ષક પાસે થી પણ સલાહ લે છે. પણ એ તો મહેચ્છા ને સમાજશાસ્ત્ર ના કોઈ પણ વિષય સાથે આગળ વધવા માટે સમજાવે છે.આ બન્ને શિક્ષકો ને મળી મહેચ્છા વધુ ગુંચવણમાં મુકાઈ જાય છે.

મહેચ્છા હવે વધુ અને વધુ ગુંચવણમાં ફસાતી જાય છે. એ બધું જ કુદરત પર છોડી પોતાની પરિક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કરે છે. મધુકર પણ અંતિમ નિર્ણય તો મહેચ્છા પર જ છોડી દે છે.

મહેચ્છા નું ગણિત નું પેપર ખુબ સહેલું આવે છે. મહેચ્છા તેમાં સારી રીતે લખી શકે છે. પણ મહેચ્છા નું સમાજ શાસ્ત્ર નું પેપર અઘરું આવવા છતાં મહેચ્છા પોતાના ઈતર વાંચન ના લીધે સારા એવા પ્રમાણમાં જવાબો લખી શકે છે.

આજે મહેચ્છા ઘરમાં પહોંચી ખુબ ખુશ હતી. મધુકર મોહન તેને જોઈ સમજી નથી શકતો. મહેચ્છા કહે છે:
" પપ્પા તમે મને કહી રહ્યા હતા ને કે‌ મારે આઈ.એ.એસ બનવા માટે પોતાના વિષયો ને ખુબ સાવધાની થી પસંદ કરવા પડશે તો હું હવે સમજી ગઈ છું કે મારે કયા વિષયો સાથે આગળ વધવું જોઈએ.

ગણિત નું પેપર મારી માટે ખુબ અઘરું હતું પણ એમાં તમે મનફાવે એમ ન લખી શકો. મને દાખલા આવડતા હતા એટલે મેં પદ્ધતિ પ્રમાણે જવાબ આપ્યા. પણ એ જ સમાજશાસ્ત્ર ના પેપરમાં બે ત્રણ સવાલો ચોપડી થી અલગ અને સાંપ્રત સમયમાં ચાલી રહેલા પ્રશ્નો‌ પ્રમાણે ‌પુછવામા આવ્યા હોવાથી મારી ઈતર વાંચન પ્રવૃત્તિઓ ના લીધે જ તેનો જવાબ આપી શકી.

ગણિત વિજ્ઞાન માં મારા સારા ગુણો આવે છે પણ મને પ્રેમ તો ઈતિહાસ થી જ છે. એટલે જ હવે દસમા ધોરણ પછી જ હું આર્ટસ વિદ્યાશાખામાં આગળ વધીશ. " 

"વાહ દીકરી વાહ!! આજે તો તે મને ખુબ રાજી કરી દીધો. દરેક વિષય અને દરેક વ્યક્તિ અલગ અલગ હોય છે. જો તમને આટલી નાની ઉમંરે જ પોતાની વિષય ની સ્પષ્ટતા આવી જાય છે તો તમે પોતાની જાતને મોટી પરિક્ષા માટે આરામથી તૈયાર કરી શકો છો. " મધુકર સમજાવે છે.

આ વાર્તાલાપ પ્રમાણે જ ધોરણ દસ પછી મહેચ્છા ધોરણ ૧૧ અને ધોરણ‌ ૧૨ માટે આર્ટ્સ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવે છે. મહેચ્છા માટે ઈતિહાસ અને રાજનૈતિક ઘટનાઓ નો સમન્વય ખુબ જ મહત્વપૂર્ણ હતા. એ પોતાના અભ્યાસક્રમ સિવાય પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતિય વિશ્વયુદ્ધ તેમજ ભારત ના પ્રાચીન ઈતિહાસ અને તેની સાથે સંકળાયેલી પુસ્તકો નું વાંચન કરતી હતી.

એ સિવાય રાજનીતિ ની ઘટનાઓ ની દરરોજ મધુકર મોહન સાથે ચર્ચા પણ કરતી હતી. બે વર્ષ નો સમયગાળો આમ જ નીકળી ગયો. હવે કોલેજ પ્રવેશ માટે સમય આવી ગયો હતો. મધુકર જાણતો હતો કે દિલ્હી કરતા આઈ.એ.એસ ની તૈયારી માટે બીજી કોઈ સારી જગ્યા નથી.

દિલ્હી ની જ ઘણી બધી કોલેજ જેમ કે લેડી શ્રીરામ કોલેજ અને જવાહરલાલ નહેરુ કોલેજ મોટા ભાગના આઈ.એ.એસ અધિકારીઓ ની જનની છે. વળી મધુકર પાસે આઈ.એ.એસ ની કોચિંગ ના પૈસા પણ ન હતા. પણ હાલ તો મધુકર જયપુર શહેરમાં સ્થાયી હતો.

મહેચ્છા ઘણી બધી કોલેજ ની પ્રવેશ પરીક્ષા આપે છે. પોતાની સારી તૈયારી ના લીધે જ મહેચ્છા લેડી શ્રીરામ કોલેજમાં પ્રવેશ મેળવી પછી પોલીટીકલ સાયન્સ વિષય ને મુખ્ય વિષય તરીકે પસંદ કરે છે. આ તરફ સરિતા મહેચ્છા ને દિલ્હી એકલી રહેવા મોકલવા માટે તૈયાર નથી થતી.

મધુકર માટે તો આ પણ યક્ષ પ્રશ્ન હતો. જયપુર થી દિલ્હી આમ‌ તો ચાર કલાક થતાં પણ‌ રોજ કોઈ પણ રીતે અપ ડાઉન ન કરાય. વળી એક માં તરીકે સરિતા પણ સાચી હતી. એ સમયે દિલ્હીમાં પણ યુવતીઓ સાથે અણબનાવો મોટી સંખ્યામાં થઈ રહ્યા હતા.

મધુકર હવે સરિતા અને મહેચ્છા ને દિલ્હી શિફ્ટ કરી પછી પોતે જયપુર શહેરમાં એકલા જ રહેવાનું નક્કી કરે છે. પણ અંદરખાને મધુકર જાણતો હતો કે મહેચ્છા ને સૌથી વધુ તેની જરૂર હવે જ હતી.મહેચ્છા તો ગમે તેમ હવે પોતાની જાતને આઈ.એ.એસ અધિકારી તરીકે જોવા માંગતી હતી પણ આ કંઈ ખાવાના ખેલ ન હતા.