Failar - 2 in Gujarati Human Science by Jaypandya Pandyajay books and stories PDF | ફેઈલર - પ્રકરણ 2

Featured Books
Categories
Share

ફેઈલર - પ્રકરણ 2

રાજવીર - સવારમાં ઉઠે છે. અને પોતાની દિનચર્યા પુરી કરી અને સ્કૂલે જવા માટે નીકળે છે. 

પોતે ખુબ સંસ્કારી છોકરો છે. એટલે સ્કૂલે જતા પહેલા ઘરની અંદર રહેલા મંદિર પાસે જઈ અને સૌ દેવોની પ્રતિમાને વંદન કરે છે. 

ત્યારબાદ ઘરના સૌ વડીલ અને મમ્મી - પપ્પાનાં આશીર્વાદ લે છે. 
પોતે ખુબ જ શાંત છે. રાજવીર તેની મમ્મી ઋષિતા બહેનને ખુબ વ્હાલો છે. 

ઋષિતા રાજવીરની પુરી તકેદારી રાખે છે. રાજવીરની નાની મોટી તમામ જરૂરિયાતનું તેઓ ઘ્યાન રાખતા હતા. 

રાજવીરને આંખોમાં થોડી તકલીફ એટલે તેને આંખોમાં નંબર હોવાથી ચશ્મા પહેરવા પડતા. તેથી સૌ કોઈ તેની મશકરી કરતા હતા. 

આમ છતાં રાજવીર કોઈની પણ વાતમાં ઘ્યાન આપતો ન હતો. પોતાનું જીવન પોતાની રીતે જીવ્યા કરતો હતો. 

તે પોતાનની સ્કૂલના ટાઈમે નિયમિત રીતે પહોંચે છે. તે પોતાના ક્લાસમાં જઈને બેસે છે. 

થોડીવાર બાદ મિલાપ કહે છે. 

મિલાપ - આવી ગયો ચશ્મીશ એમ ને. 

રાજવીર - હા. 

મિલાપ - લેશન કર્યું કે બાકી?  

રાજવીર - હા કર્યું છે ને લેશન. 

મિલાપ - બતાવતો મને. 

રાજવીર - હા. 

પછી રાજવીર પોતાના બેગમાંથી બુક કાઢી અને મિલાપને આપે છે. મિલાપ જુએ છે તો રાજવીરે બધું જ લેશન બરાબર કર્યું હોય છે. 

મિલાપ - તે બધું લેશન તો બરાબર કર્યું છે ને ચશ્મીશ?  

રાજવીર - હા કેમ?  

મિલાપ - મારે લેશન બાકી છે અને સ્કૂલ શરૂ થવામાં હજી ઘણો ટાઈમ છે તો તું મને તારી બુક આપીશ? 

રાજવીર - હા હા કેમ નહિ તું નિરાંતે લેશન કરી લે. પછી ક્લાસમાં જઈને મને બુક આપી દેજે. 

મિલાપ - અરે થૅન્ક્યુ ભાઈ. 

રાજવીર - એમાં થૅન્ક્યુ શુ ભાઈ આપણે ક્લાસમાં સાથે ભણીયે છીએ તો મિત્રોને મદદ કરવી જ જોઈએ એમાં થૅન્ક્સ ન હોય ભાઈ. 

મિલાપ - તું કેટલા સારા સ્વભાવનો છે ભાઈ તું એકદમ સાચું કહે છે થૅન્ક્સ. 

રાજવીર - ઇટ્સ ઓકે. 

તે દિવસે સાહેબ ન આવ્યા હોવાથી રાજવીર મિલાપ પાસેથી બુક લેતા ભૂલી જાય છે. અને સાંજે ઘરે આવી જાય છે. અને ઘરે આવીને તેને યાદ આવે છે કે મિલાપ પાસેથી બુક લેતા ભુલાય ગયું પણ કંઈ વાંધો નહિ કાલે લઈ લઈશ. 

બીજા દિવસે રાજવીર ક્લાસમાં આવે છે. 

રાજવીર - પોતાની બેંચ પર બેસે છે. અને મિલાપને કહે છે. મિલાપ મારી બુક આપ હમણાં સર આવશે તો લેશન જોશે. 

મિલાપ - હા લે આ તારી બુક. 

રાજવીર - તારે લેશન થઈ ગયું?  

મિલાપ - હા મારે બધું જ લેશન થઈ ગયું થૅન્ક્યુ ભાઈ તે મને તારી બુક આપી. 

રાજવીર - કંઈ વાંધો નહિ ભાઈ. 

મિલાપ - ( મનમાં ) હમણાં સર આવશે ત્યારે બહુ મજા આવશે ત્યાં સુધી ખુશ થઈ લે તું,  મારે તો લેશન થઈ ગયું પણ હમણાં સર આવશે અને તારી નોટમાં લેશન નહિ હોય તો ક્લાસમાં બધા સામે સર તને મારશે. બધા હસશે અને તારો કચરો થશે. તારી મજાક બનશે. આમ બોલી અને મનમાં ખુબ હસે છે. 

થોડીવાર બાદ સર ક્લાસમાં એન્ટર થાય છે. 

બધા સ્ટુડન્ટ - ગુડ મોર્નિંગ  સર. 

સર - ગુડ મોર્નિંગ સીડાઉન પ્લીઝ ચાલો હવે બધાને યાદ છે ને કાલે હોમવર્ક આપ્યું હતું. 

બધા સ્ટુડન્ટ - હા સર. 

સર - તો ચાલો બધા લેશન બતાવવા વારાફરતી આવો. 

પછી બધા વિદ્યાર્થી લેશન બતાવવા માટે સાહેબની ખુરશી સામે લાઈન બનાવી અને ઉભા રહે છે. 

રાજવીર - પોતાના બેગમાંથી નોટબુક કાઢે છે. અને  હોમવર્ક વાળું પેજ ખોલે છે. તે જુએ છે તો હોમવર્ક વાળું પેજ હોતું નથી. આ જોઈ અને રાજવીર ખુબ જ ગભરાય જાય છે. 

આ શુ?  મારું લખેલુ બધું હોમવર્ક ક્યાં ગયું?  તે પેજ કંઈ રીતે ફાટી ગયું?  તે મિલાપને પૂછે છે મિલાપ તે મારી નોટમાંથી જે હોમવર્ક કર્યું છે તે પેજ કેવી રીતે ફાટી ગયું?  

મિલાપ - મને શુ ખબર નોટ તો તારી છે ને. 

રાજવીર - પણ નોટ તો મેં તને જ આપી હતી ને?  ત્યાં સુધી તો બધું જ બરાબર હતું. પેજ ફાટ્યું નહતું. તો અચાનક ક્યાં ગયું?  તે તો નોટ મને અત્યારે આપી છે. અને તું મારી પાસેથી નોટ લઈ ગયો પછી હું તારી પાસેથી નોટ લેવા આવ્યો નથી તો પછી?  

ક્રમશઃ 

આલેખન - જય પંડ્યા