Failar - 3 in Gujarati Human Science by Jaypandya Pandyajay books and stories PDF | ફેઈલર - પ્રકરણ 3

Featured Books
Categories
Share

ફેઈલર - પ્રકરણ 3


                              

તે દિવસે સાહેબ ન આવ્યા હોવાથી રાજવીર મિલાપ પાસેથી બુક લેતા ભૂલી જાય છે. અને સાંજે ઘરે આવી જાય છે. અને ઘરે આવીને તેને યાદ આવે છે કે મિલાપ પાસેથી બુક લેતા ભુલાય ગયું પણ કંઈ વાંધો નહિ કાલે લઈ લઈશ. 

બીજા દિવસે રાજવીર ક્લાસમાં આવે છે. 

રાજવીર - પોતાની બેંચ પર બેસે છે. અને મિલાપને કહે છે. મિલાપ મારી બુક આપ હમણાં સર આવશે તો લેશન જોશે. 

મિલાપ - હા લે આ તારી બુક. 

રાજવીર - તારે લેશન થઈ ગયું?  

મિલાપ - હા મારે બધું જ લેશન થઈ ગયું થૅન્ક્યુ ભાઈ તે મને તારી બુક આપી. 

રાજવીર - કંઈ વાંધો નહિ ભાઈ. 

મિલાપ - ( મનમાં ) હમણાં સર આવશે ત્યારે બહુ મજા આવશે ત્યાં સુધી ખુશ થઈ લે તું,  મારે તો લેશન થઈ ગયું પણ હમણાં સર આવશે અને તારી નોટમાં લેશન નહિ હોય તો ક્લાસમાં બધા સામે સર તને મારશે. બધા હસશે અને તારો કચરો થશે. તારી મજાક બનશે. આમ બોલી અને મનમાં ખુબ હસે છે. 

થોડીવાર બાદ સર ક્લાસમાં એન્ટર થાય છે. 

બધા સ્ટુડન્ટ - ગુડ મોર્નિંગ  સર. 

સર - ગુડ મોર્નિંગ સીડાઉન પ્લીઝ ચાલો હવે બધાને યાદ છે ને કાલે હોમવર્ક આપ્યું હતું. 

બધા સ્ટુડન્ટ - હા સર. 

સર - તો ચાલો બધા લેશન બતાવવા વારાફરતી આવો. 

પછી બધા વિદ્યાર્થી લેશન બતાવવા માટે સાહેબની ખુરશી સામે લાઈન બનાવી અને ઉભા રહે છે. 

રાજવીર - પોતાના બેગમાંથી નોટબુક કાઢે છે. અને  હોમવર્ક વાળું પેજ ખોલે છે. તે જુએ છે તો હોમવર્ક વાળું પેજ હોતું નથી. આ જોઈ અને રાજવીર ખુબ જ ગભરાય જાય છે. 

આ શુ?  મારું લખેલુ બધું હોમવર્ક ક્યાં ગયું?  તે પેજ કંઈ રીતે ફાટી ગયું?  તે મિલાપને પૂછે છે મિલાપ તે મારી નોટમાંથી જે હોમવર્ક કર્યું છે તે પેજ કેવી રીતે ફાટી ગયું?  

મિલાપ - મને શુ ખબર નોટ તો તારી છે ને. 

રાજવીર - પણ નોટ તો મેં તને જ આપી હતી ને?  ત્યાં સુધી તો બધું જ બરાબર હતું. પેજ ફાટ્યું નહતું. તો અચાનક ક્યાં ગયું?  તે તો નોટ મને અત્યારે આપી છે. અને તું મારી પાસેથી નોટ લઈ ગયો પછી હું તારી પાસેથી નોટ લેવા આવ્યો નથી તો પછી?  

મિલાપ - તો તું કહેવા શુ માંગે છે કે મેં તારું પેજ ફાડી નાખ્યું એમ?  જો ભાઈ મેં ખાલી તારી નોટમાંથી હોમવર્ક કર્યું છે. નોટ મેં તારી સામે લીધી હતી. અને તને પછી પાછી પણ આપી દીધી. અને સ્કૂલે હું લેશન કરતો હતો તે પણ તને ખબર છે. 

મારું નામ લેવામાં ધ્યાન રાખજે નહીંતર સારા વાટ નહીં રહે. અને જો તને વિશ્વાસ ન હોય તો હું જયારે નોટ લેવા આવ્યો ત્યારે જ નોટ આપવાની નાં પાડવી જોઈએ ને. કોઈને નોટબુક આપતા પહેલા વિચાર કરવો જોઈએ. આ સારું એક તો કોઈને નોટ  લખવાં આપો. અને તમારું બગડે તો સામેવાળાનો વાંક. 

રાજવીર - મેં તને ક્યાં બીજું કંઈ વધારે કહ્યું હું તો ખાલી પૂછું છું. 

મિલાપ - જોરથી રાજવીરનાં હાથ પર વિંચકો ભરે છે. અને કહે છે. ચૂપ બોલવામાં ઘ્યાન જ રાખજે. 

રાજવીર - ધ્રુસકે ધ્રુસકે રડે છે. 

બધા હોમવર્ક બતાવે છે પછી રાજવીરનો વારો આવે છે. 

સર - રાજવીર તારું હોમવર્ક બતાવ. 

રાજવીર - હોમવર્ક વાળું પેજ નથી. ( ગભરાય અને બોલે છે. ) 

સર - નથી એટલે શુ?  

રાજવીર - સર મેં મિલાપને હોમવર્ક કરવા માટે નોટ આપી હતી. તેની પાસેથી આજે સવારે લીધી અને જોયું તો પેજ નથી. હોમવર્ક વાળું પેજ ફાટી ગયું છે. 

સર - મિલાપ ઉભો  થા શુ તે રાજવીરની બુક લીધી હતી?  

મિલાપ - હા સર મેં રાજવીરની બુક લીધી હતી પણ હોમવર્ક કરી અને બુક તેને પાછી આપી દીધી હતી. 

સર - રાજવીર અહીં આવ. 

રાજવીર - સર પાસે આવે છે. 

સર - મિલાપ તને નોટ આપી ગયો પછી  તે નોટ ખોલી અને જોઈ હતી કે નહિ?  

રાજવીર - નાં સર. 

સર - તો એ ભૂલ તારી છે તારી નોટ છે, જવાબદારી પણ તારી જ આવે તેમાં મિલાપ શુ કરે?  મિલાપ તું બેસી જા. 

મિલાપ - હા સર. ( મનમાં હસે છે. હવે મજા આવશે. ) 

સર - ખુરશી પરથી ઉભા થાય છે. અને રાજવીરને ખુબ માર મારે છે. રડી રડીને રાજવીરનો શ્વાસ રૂંધાવા લાગે છે. આ જોઈ અને બધા રાજવીરનાં દાંત કાઢે છૅ,  મિલાપ પણ ખુબ જ હસે છે. 

મિલાપ - હા હા હા આ તો થવાનું જ હતું. બહુ મજા આવી.

તે ખુબ હસે છે. 

સર - જો રાજવીર કાલે બધું હોમવર્ક પાંચ પાંચ વખત લખીને આવજે. કાલે જો કોઈ બહાનું કાઢ્યું તો છોડીશ નહિ. અને તારા પેરેન્ટ્સને બોલાવી અને તને સસ્પેન્ડ કરાવી દઈશ સમજ્યો. ચાલ નીકળ બેસ જા તારી જગ્યા પર. 

પાછી રાજવીર પોતાની જગ્યા પર આવી અને બેસી જાય છે. 

થોડીવાર પછી રજા પડે છે. અને બધા રાજવીરની ખુબ જ મજાક કરે છે. 

રાજવીર - ત્યાંથી નીકળી જાય છે. તે ખુબ જ રડે છે. 

                                                                      ( ક્રમશ ) 

આલેખન - જય પંડ્યા