The Madness Towards Greatness - 8 in Gujarati Thriller by Sahil Patel books and stories PDF | The Madness Towards Greatness - 8

Featured Books
Categories
Share

The Madness Towards Greatness - 8

Part 8 :

જ્યારે પેલો અજાણ્યો માણસ આવીને ફ્રાન્સ ના ચર્ચ માં થયેલી ઘટનાઓ વિશે કહી રહ્યો હતો ત્યારે જ મિત્રા બોલી કે - " SK તો જીવિત પણ નથી , તો એ આત્મા ને કઈ રીતે હરાવી શકાય ? "

" કોણે કહ્યું તે જીવિત નથી ? " ધનશ બોલ્યો.

" શું મતલબ ? એ ખરેખર જીવિત છે ? , પણ એને તો મેં મારી આંખો ની સામે પડતા જોયો હતો અને દમ તોડતા જોયો હતો " મિત્રા એ જવાબ આપ્યો.

" હા બસ , તે એને પડતા જ જોયો હતો , SK ત્યારે માત્ર પડ્યો જ હતો , ત્યારે પણ એમ જ કહેવાયું હતું ને કે હંમેશા હંમેશા માટે ઢળી પડ્યો , પણ એનો મતલબ એ તો નથી કે તે મરી ગયો " ધનશ એ જવાબ આપ્યો.

" શું બોલી રહ્યો છે તું ? કઈ સમજાતું નથી , કંઈક સમજાય એવું બોલને , શું પડી ગયો ? શું જીવિત છે કે નહીં ? તું સીધે સીધું બોલને.... " મિત્રા થોડી ગુસ્સા માં બોલી.

" હા , એ જીવિત છે , પણ એનું શરીર સક્ષમ નથી , એનું શરીર હવે કામ કરવા લાયક નથી , તે હંમેશા હંમેશા માટે ઢળી પડ્યો એટલે કે તે કોમા માં ચાલ્યો ગયો છે , તેનું હવે એમાંથી બહાર નીકળવું ખુબ જ મુશ્કેલ છે અત્યારે તેના શરીર નું કોઈ પણ અંગ કાર્ય કરવા માટે સક્ષમ નથી , પણ જ્યારે બ્રેઇન ટ્યૂમર ની અસર ઓછી થશે ત્યારે તે બોલી શકશે અને બીજાનો સહારો લઈને થોડું ઘણું ચાલી પણ શકશે પરંતુ પહેલા ની જેમ તે બળવાન કે શક્તિશાળી નહીં રહે , તેનું શરીર સંપૂર્ણપણે તેનો સાથ છોડી જ દેશે ,બસ તે આંખો થકી જોઈ શકશે અને મોં થકી બોલી શકશે અને કાન થકી સાંભળી શકશે , વળી બ્રેઇન ટ્યૂમર ના લીધે તેનો મગજ પહેલાની માફક સચોટ નિર્ણય લઈ શકે કે નહીં તેની પણ કઈ ગેરંટી નથી , આ સમયે જે આ માણસ ફ્રાન્સ વિશે કહી રહ્યો છે એ મુજબ તો મને નથી લાગતું કે હવે SK પણ આપણી મદદ કરી શકે " ધનશ એ વિસ્તારપૂર્વક જણાવ્યું.

" તેની સારવાર થઈ રહી છે ને ? એ જરૂર પહેલા ની માફક થઈ જશે , હિમાલય ના આશ્રમ માં આપણી ભારતીય સંસ્કૃતિ માં થયેલા મહાન સંત ચિકિત્સકો કે જેમણે વર્ષો પહેલા અનેક રોગો માટેની સારવાર ના ઉપાયો શોધી કાઢ્યા હતા , બસ એ જ પદ્ધતિઓ અને એમના દ્વારા લેખિત ગ્રંથો નો ઉપયોગ કરીને SK ની સારવાર ચાલુ જ છે , મને વિશ્વાસ છે કે એ ફરી ઉભો થશે. " RK એ જણાવ્યું.


" વાત અત્યારે તારા વિશ્વાસ ઉપર નથી , મુખ્ય મુદ્દો એ છે કે માત્ર SK જ કેમ એને હરાવી શકે ? એ આત્મા શું એ પહેલા આપણને નુકસાન નહીં પહોંચાડે ? એ આત્મા જો એટલો શક્તિશાળી હોય તો એ ગમે તે કરી શકે છે અને ભયાનક થી ભયાનક નુકસાન પહોંચાડી શકે , એ એવું પણ કંઈક કરી શકે કે જેનાથી SK ને પણ નુકસાન થઈ શકે , આપણે અત્યારે જ હિમાલય માં જઈને ત્યાંના દિવ્ય સંત ને આ બધા પ્રશ્નો રજૂ કરવા પડશે , આપણી પાસે સમય ખરેખર ઓછો છે " Queen એ ભારપૂર્વક પોતાની વાત મૂકી.

" દિવ્ય સંત ? એ કોણ ? " મિત્રા એ પૂછ્યું.

" એ વ્યક્તિ કે જેની પાસે આપણી પ્રાચીનતમ સંસ્કૃતિ નુ ‌‌જ્ઞાન છે , ઘણી બધી ફિલોસોફી ના જાણકાર , ઘણા અનુભવી અને જેમના દર્શન પણ દુર્લભ છે એવા સંત ; કે જેમની પાસે લગભગ દરેક સમસ્યા માટે નું સમાધાન છે " Queen એ જણાવ્યું.

" એમને મળવું દુર્લભ છે તો આપણે એને કેમ મળીશું ? " મિત્રા એ ફરી પ્રશ્ન રજૂ કર્યો .

આપણે બસ એમને યાદ કરવાના છે , એ પોતે જ જો જરૂર લાગશે તો આપણને માર્ગદર્શન દેવા અવશ્ય આવશે.....