The Madness Towards Greatness - 9 in Gujarati Thriller by Sahil Patel books and stories PDF | The Madness Towards Greatness - 9

Featured Books
Categories
Share

The Madness Towards Greatness - 9

Part 9 :

બધા લોકો ખૂબ જ મૂંઝવણ માં હતા કે શું કરવું ? , કેમ એ આત્મા નો સામનો કરવો ? , એનો જવાબ મેળવવા માટે બધા બીજા દિવસે હિમાલય માં જાય છે .

ત્યાંના બર્ફીલા વાતાવરણ માં બધા ઠંડી ના લીધે ધ્રુજતા હોય છે , બધા લોકો Queen ને પ્રશ્ન કરે છે કે પેલા દિવ્ય સંત છે ક્યાં ?

ઘણીવાર થવા છતાં એ સંત મળતા નથી , છેવટે બધા ઠંડી ના લીધે અને શોધતા શોધતા થાકી ગયા હોય છે અને નજીક ના આશ્રમ માં જવા માટે Queen ને કહે છે , કેમ કે હવે ઘણો સમય થઈ ગયો હતો.

Queen નું મન માનતું નથી , એ કહે છે કે એ સંત જરૂર આવશે, હજુ થોડો સમય રાહ જોઈ લઈએ.

બધા મનમાં તો Queen ની વાત ને નકારે જ છે , પણ તેણીએ કહ્યું એટલે માનવું તો પડે ને !! 
એટલે હવે થોડા સમય માટે હજુ બધા ત્યાં રહે છે .

ત્યાં અચાનક જ દૂર થી એક માણસ આવતો દેખાય છે અને આવી કડકડતી ઠંડી માં એને જરાય પણ ઠંડી નહીં લાગતી હોય !!

એને જોઈને જ મિત્રા એ પ્રશ્ન કર્યો - આ હિમાલય ની આટલી કડકડતી ઠંડી તો આવા સાધુ લોકો જ સહન કરી શકે , તેઓ અહીં વન માં ને પહાડો માં ભટકતા હોય એટલે ટેવાઈ ગયા હોય , એવું લાગે છે , પણ શું આ જ પેલા મહાન સંત તો નથી ને ? 

" હા તે સાચો અંદાજો કર્યો છે , એ જ છે પેલા મહાન સંત , દિવ્ય માણસ અને અનેક રહસ્યો ના જાણકાર એવા સર્વજ્ઞ કહી શકાય એવા માણસ " Queen એ જવાબ આપ્યો.

બધા લોકો એમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે , જ્યારે તે સંત બધાની નજીક આવે છે ત્યારે બધાને એક અલગ જ પ્રકાર ની ઉર્જા નો અનુભવ થાય છે અને બધાને જે વાતાવરણ ને લીધે ઠંડી લાગતી હતી એ એકદમ દૂર થઈ જાય છે. 

એ સંત જ્યારે પાસે આવ્યા ત્યારે બધાએ એમને પ્રણામ કર્યા , ત્યારબાદ Queen બોલવા જ જતી હતી કે પેલા સંત બોલ્યા : " એ આત્મા ને મારી શકે એ માણસ SK નથી અને એ આત્મા કરતાં વધુ ખતરનાક જે સાબિત થશે એ કંઈક અલગ જ છે , એક એવું વ્યક્તિત્વ જેણે હેપીન કરતા પણ વધુ કષ્ટો સહ્યા છે , એ પોતાના મૂલ્યો પર અડીખમ રહેશે , એના મૂલ્યો ખોટા નથી ; પણ એ તરફ જવાનો માર્ગ એ ખોટો અપનાવશે , બદલો અને ક્રોધ થી ભરેલું એનું મન જ્યારે એક સીમા એ પહોંચશે ત્યારે વિનાશ માત્ર એનો જ નહીં ; પરંતુ એની સાથે ઘણા લોકો નો થશે "

સંત ની આવી આશ્ચર્યચકિત વાત સાંભળીને રિદ્ધવ એ કહ્યું - " જો હેપીન ની આત્મા ને SK નહીં હરાવી શકે તો આ માણસ જે ઘણા સમય થી અમને કહી રહ્યો હતો કે SK ને બોલાવો , એ જ એ આત્મા ને હરાવશે, તેણે ફ્રાન્સ ના ફાધર પાસેથી આ વાત સાંભળીને કહી ; તો શું એ ખોટી છે ? "

" રિદ્ધવ , મેં જેવું ધાર્યું હતું એવું જ તારું તીક્ષ્ણ મગજ અને મગજ માં અનેક પ્રશ્નો ; હેપીન ની એ આત્મા ને હરાવવા માટે SK નું હોવું જરૂરી છે , એના વિના તો અશક્ય જ છે ; પણ એનો મતલબ એ તો નથી કે SK તેને મુક્ત કરશે ... સમજી ગયો ને તું  ? "

" તો વળી કોણ એ આત્મા ને હરાવશે ?  કોણ હેપીન ની આત્મા ને મુક્ત કરશે ? " ધનશ એ પૂછ્યું .

" એ જ માણસ કે જે થોડા સમય પહેલા SK ને અહીંથી લઈને ચાલ્યો ગયો "  સંતે જવાબ આપ્યો.

" શું ?? મતલબ SK અત્યારે અહીં આશ્રમ માં નથી ? એવું કઈ રીતે બને ? સિક્યોરિટી તો ખૂબ જ હતી ; વળી કોઈને ખબર પણ નહોતી કે SK કઈ જગ્યા એ સુરક્ષિત હાલત માં હતો ; આવું વળી કેમ થઈ શકે  ?  એ તો અશક્ય છે , કોણ છે એ માણસ  કે જે SK ને લઈ ગયો ? "
ધનશ હાંફળો - ફાંફળો થઈને પ્રશ્નો પર પ્રશ્નો કરવા લાગ્યો...