Part 11 :
દિવ્ય સંત ના ગાયબ થયા બાદ મુખ્ય ચુનોતી તો એ હતી કે SK આખરે છે ક્યાં ? Queen અને ધનશ એ તરત જ એક ઇમરજન્સી મિટિંગ બોલાવી કંપની ના ઇન્ટેલિજન્સ અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ ના હેડ ઓફિસરો સાથે વાતચીત કરવાનું કહ્યું અને SK ને કઈ રીતે એ માણસ લઈ ગયો તે આખે આખી ઘટના ની માહિતી કાઢવા કહ્યું , એક તરફ બધા લોકો થાકી ચૂક્યા હતા , બીજી તરફ Queen એ તત્કાળ માં મિટિંગ બોલાવતા બધાના ચેહરા પણ પડી ચૂક્યા હતા.
મિત્રા એ કહ્યું - " શું આ આપણે થોડા સમય પછી ન કરી શકીએ ? , આજે સવાર થી આપણે ઘણું ચાલ્યા છીએ અને થકી પણ ગયા છીએ , કઈ ભોજન પણ નથી કર્યું અને હવે પગ પણ દુઃખી ગયા છે , આ સમયે હવે મારા માં તો મિટિંગ માં ભાગ લેવાની ક્ષમતા નથી રહી "
" મિટિંગ માં અહીં ઉપસ્થિત લોકો માંથી માત્ર RK અને ધનશ જ મારી સાથે આવશે , હમણાં હેલિકોપ્ટર પહોંચી જશે એટલે અમે મિટિંગ માં રવાના થશું , બાકીના લોકો અને સિક્યોરિટી ગાર્ડ્સ અહીં રહેશે અને કાલે સવારે સીધા હિમાલય માં આવેલી આપણી સિક્રેટ જગ્યા એ ભેગા થશે " Queen એ સ્પષ્ટ પણે બધાં લોકોને જણાવી દીધું ત્યાં સુધી માં હેલિકોપ્ટર પણ પહોંચી ગયા.
RK , ધનશ અને Queen ત્રણેય નીકળી પડ્યા સિક્રેટ જગ્યા તરફ ; આ તરફ બધા ઑફિસર પણ પહોંચી ગયા હતા અને તેમણે મિટિંગ શરૂ થતા જ કહ્યું - " SK ને જ્યારે હિમાલય આશ્રમ માંથી લઈ જવામાં આવ્યો ત્યારે તે કોમા માં જ હતો , એનું શરીર કામ નહોતું કરતું , જે માણસ એને લઈ ગયો છે તે એક ઇન્ટરનેશનલ એજન્ટ છે, વિશ્વના સૌથી શક્તિશાળી અને બહાદુર માણસ માં એની ગણના થાય છે , ખૂબ જ જોરદાર પ્લાનિંગ થકી SK ને ત્યાંથી લઈ જવામાં આવ્યો હતો , વળી જે મુજબ ની પ્લાનિંગ દેખાઈ રહી છે એ મુજબ તો કોઈ પણ માણસ ને SK ક્યાં હતો એની ખબર નહોતી , સિવાય કે ધનશ અને સિક્યુરિટી હેડ ; વળી આશ્રમ માં પણ અમુક લોકો ને જ ખબર હતી , તો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે પેલા એજન્ટ ને કેમ ખબર પડી કે SK આશ્રમ માં ક્યાં સિક્રેટ રૂમ માં હતો અને ત્યાં જ તેની સારવાર થતી હતી ? "
"મતલબ આશ્રમ માંથી કોઈએ કહ્યું હશે ?" RK એ પ્રશ્ન કર્યો
" ના , આશ્રમ માંથી કોઈ ન કહી શકે , આ બાબત તો ઘણી આશ્ચર્યજનક છે ! કોઈ તો છે કે જે આપણી સિક્યોરિટી સિસ્ટમ ની ઉપર નજર રાખીને બેઠું છે , કોઈએ તો આપણી માહિતી બીજા ને આપી છે " ધનશ એ જવાબ આપ્યો.
" એ વાત નો હિસાબ આપણે પછી કરી લઈશું , એ માણસ કે જે SK ને લઈ ગયો તે છે કોણ ? તે અત્યારે SK ને કઈ તરફ લઈને ગયો છે ? શું તેનું ટ્રેકિંગ થઈ શકે એમ છે કે નહીં ? "
Queen એ પ્રશ્ન મૂક્યો.
" જે માણસ SK ને લઈ ગયો છે , એ પોતે જ ડેવિલ છે , રશિયન ઇન્ટેલિજન્સ એને Devil તરીકે ઓળખે છે , કોઈ પણ મિશન હાથમાં લીધું તો બસ એ મિશન પૂરું કરીને જ જંપ લે , આતંકવાદીઓ માટે તે સૌથી ઘાતક દુશ્મન છે " સિક્યોરિટી હેડ એ જણાવ્યું.
" તું એના ગુણો જણાવી રહ્યો છે કે આપણા માટે ખતરો છે એમ કહી રહ્યો છે ? " ધનશ બોલ્યો.
" મિસ્ટર ધનશ , તમે કદાચ એ માણસ ને નહીં જાણતા હોય, એ માણસ ભારત નો જ સૌથી સફળ એજન્ટ હતો અને ઘણા બધા મિશન એણે પાર કર્યા હતા પણ થોડા વર્ષો પેહલા ભારત ની કઠપૂતળી સરકાર એ USA ના પ્રેશર માં આવીને એ માણસને ક્રિમીનલ જાહેર કરી દીધો અને દેશમાંથી ભગાડી મૂક્યો ,એ માણસે પોતાનું નામ અને પહેચાન બદલીને પોતાનું મનપસંદ કામ શરૂ રાખ્યું પણ ભારત તરફ થી નહીં; રશિયા તરફ થી એ માણસ ની નવી પહેચાન છે : Andy - The Alive Devil, હા હું તેના વખાણ કરું છું, કેમ કે ભારત ના ઇન્ટેલિજન્સ વિભાગ માટે આજે પણ એ માણસ એક મોટીવેશન રૂપે છે "
" હા પણ હવે , આ માણસ ની વાત પૂરી થઈ ગઈ હોય તો હવે SK નું કંઈક વિચારીએ , હેપીન ની આત્મા વિશે તો ખબર પડી ગઈ ને તમને ? તો બોલો હવે શું કરીશું ? " RK એ કહ્યું.
" માફ કરશો સર , પણ એક હકીકત ની વાત કહું તો ; SK આપણા કરતાં તો વધુ સુરક્ષિત Andy પાસે રહીને જ રહેશે. "
" પણ પેલી આત્મા છે , માણસ નથી " ધનશ બોલ્યો.
શું ફરક પડે , કોઈ આત્મા પણ ભલે ને હોય ! આ પણ ડેવિલ જ છે , હવે તો જોવાની મજા આવશે ને !
The Ghost vs The Devil ......