36. ચકમક પથ્થરોનું રહસ્ય
મેં અને નર્સે પૂછ્યું, “તો પછી એમ આવી વેરાન અજાણી જગ્યાએ ચોકિયાતો રાખવાનો હેતુ શું?
આવી, આંદામાન થી પણ ખારી હવામાં જ્યાં ઘાસ પણ ઊગતું નથી ને એટલે દૂર કે જ્યાં કોઈ પક્ષી પણ ભાગ્યે જ ઉડતું આવી ચડે છે ત્યાં એ બધાને વસાવવાનો કોઈક હેતુ તો હશે ને?”
એ કહે ચોક્કસ ખાસ પ્રકારની દાણચોરી અથવા હ્યુમન ટ્રાફિકિંગ.
મેં એની પાછળ જોયું.. હું માની ન શક્યો - આગળ પાછળ અમારા બે શક્તિશાળી યાત્રી પુરુષો અને વચ્ચે પેલી ત્રણ એર હોસ્ટેસ અને રશિયન ડાન્સર! ડાન્સરના તો ચૂંથાએલા અને ફાટેલાં ચિંથરા શરીર પર હતાં.
અમારી પાસે આવતાં જ તેઓ રડી પડી. એમને એ વસાહતની જલ્દી ખબર ન પડે એવી જગ્યાએ ગોંધી રાખી સેક્સ સ્લેવ બનાવવા પ્રયત્નો થયા હતા!
ત્રણ હોસ્ટેસો અને બીજી સ્ત્રીઓ સલામત હતી. તેમને કેદ કરી હતી પણ સાંગોપાંગ હતી.
ડાન્સર થાય એટલું લડેલી. એક એર હોસ્ટેસ ચીનમાં જાપાની માર્શલ આર્ટ શીખેલી તેણે એક એની પાસે બદઈરાદે આવનારનું જડબું તોડી નાખેલું. છતાં આટલા વખતમાં. કોઈ કોરી રહી ન હતી. એ શક્ય જ ન હતું.
તો એ લોકો હતા કોણ?
એ બે, સ્ત્રીઓના એસ્કોર્ટ અને ખબર આપવા દોડી આવેલ પુરુષ પોતાની સાથે મારી પાસે હતા એવા ચકમક અંદર હોય પણ બહારથી જૂની શેવાળ જેવા કાળા લીલા પથ્થરો લાવેલા. એનાથી આગ પ્રગટાવવા રાખ્યા હશે?
એમાં વળી એક હોસ્ટેજ રખાયેલી સ્ત્રી કહે ત્યાં અને ટાપુની ચાંચ પાસે સમુદ્ર ખાડીના કિનારે જે પીળો કાદવ જેવો પદાર્થ હતો એનો ઉપયોગ અગ્નિ પ્રગટાવવામાં થતો હતો. એ તો ગંધક ને ફોસ્ફરસ! એ એમ સાવ તરત આગ પ્રગટાવાય એવાં સ્વરૂપમાં ન હોય. તો એ ખડકમાંથી નીકળેલ પદાર્થ નહીં, બહારથી લાવેલ પદાર્થ હતા.
અમારા માટે ભાગે શાંત રહેતા એક ફાંદવાળા યાત્રી આગળ આવી કહે હું એક જ્વેલર છું. પથ્થરો મને જોવા આપો. મેં અને એસ્કોર્ટ પુરુષે એક એક આપ્યા તો એમની આંખો ફાટી રહી. કહે “ આ તો ખાણમાંથી નીકળેલા રફ ડાયમંડ ને જ્વેલ્સ છે! આવડા મોટા?
ઠીક. તો તેઓ ક્યાંકથી, કદાચ દક્ષિણ આફ્રિકાથી આ સ્ટોન ચોરીછૂપીથી લાવતા હશે. બીજું ઘણું અને હ્યુમન ટ્રાફિકિંગ પણ ચાલતું હશે અને આ કોઈને ખબર ન હોય એવો ટાપુ એમનું વચલું રેસ્ટ પોઇન્ટ હશે.
મેં કહ્યું કે તો સર્ચ કરીએ. આપણને રસોઈ માટે પણ ટીપું બળતણ મળતું નથી એ એમનાં વહાણો માટે ક્યાંક ભરી રાખ્યું જ હોય.
એમનો બધો માલસામાન ટેકરીની બીજી બાજુ જ રાખેલો એટલે ત્યાં કોઈ નજીક આવે એટલે મારી જ નાખતા. ક્રૂર રીતે.
અમે રાત પડતા સુધી શાંત રહ્યા. પછી કોઈકે કાંટાળું ઘાસ ચકમકથી સળગાવી એની મશાલ ઝાડની ડાળી પર કરી અને એ ટેકરી તરફ ચાલ્યો. અમારા અમુક પુરુષો એની પાછળ. હું પ્લેનની ટોચ પર ચોકી કરતો બેઠો. ત્યાં અમારા કોઈના હાથમાં ફરીથી એ લોકોએ ઝાડીમાં છુપાવેલ શિંગડા જેવી ચીજમાં સ્ફોટક પદાર્થ જોયો. મશાલની તણખો ત્યાં કરી તેઓ નીચે તરફ દોડ્યા.
તરત ત્યાં મોટો ધડાકો અને ભડકાઓ થયા. આ તો ગીચ ઝાડી હતી. દાવાનળ ની જેમ આગ ટેકરી તરફ પવન હોઈ પ્રસરવા માંડી.
ઓચિંતું મેં પ્લેન પરથી એ તરફના દરિયામાં હલચલ જોઈ. બીજા પુરુષોને મેં ઉપર ચડાવ્યા. અમે જોયું કે અમુક લાંબી હોડીઓ ખીણ તરફથી દૂર ભાગવા લાગી, કોઈ નાની સ્ટીમર જેવી શિપ ઓચિંતી ક્યાંકથી અમારી તરફ આવી અને એ સાથે-
ટેકરી તરફથી વિસ્ફોટકોના ઘા થયા. હવે તીરવર્ષાનો નહીં, જિલેટીન જેવી વસ્તુના ધડાકાનો સામનો કરવાનો હતો.
અમે પેલો પીળો પદાર્થ, ઘાસ, પ્લેનમાંથી કાઢી અમુક રબર ને એવું સળગાવ્યું.
બેય બાજુથી આગના ભડકા ને ધડાકા થવા લાગ્યા. સામસામુ યુદ્ધ ફાટી નીકળ્યું.
ક્રમશ: