મહેલ - 2 - Key of the hounted threasure (Part-5) in Gujarati Horror Stories by Kalpesh Prajapati KP books and stories PDF | મહેલ - 2 - Key of the hounted threasure (Part-5)

Featured Books
Categories
Share

મહેલ - 2 - Key of the hounted threasure (Part-5)

મહેલ-2 Key of the hounted threasure (Part-5)
કલ્પેશ પ્રજાપતિ

" શુભમ તું આટલો બધો ચિંતિત કેમ છે?" પ્રિયાએ તેનાં ભાઈને ઘરે આવતાં તેનાં ચિંતિત ચહેરા તરફ જોઈ પૂછ્યું.
" કંઈ નહિં પ્રિયા બસ એમ જ." શુભમે પ્રિયાને સરખો જવાબ આપ્યો ન આપ્યો પોતાનાં રૂમમાં જતો રહ્યો પ્રિયા પણ તેની પાછળ પાછળ તેનાા રૂમમાં જાય છે.
" શુભમ સાચું બોલ શું થયું? તારો ચહેરો બતાવે છે કે તું કોઈ તકલીફ માં છે હું તારી બહેન છું તું મને કહીં શકે છે કે તને શું તકલીફ છે." પ્રિયાએ શુભમ ની પાસે જઈ બેસી શુભમ નાં ખભા પર હાથ મુકતાં કહ્યું.
" પ્રિયા હું બહુ મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું." પ્રિયા ને ભેટી રડતાં રડતાં શુભમ બોલ્યો.
" કેવી મુસીબત? અને તું શેની વાત કરે છે?" શુભમ ની વાત ન સમજાતાં પ્રિયાએ તેને શાંત કરાવતાં પૂછ્યું.
" પ્રિયા એક વ્યક્તિ ચાર પાંચ માણસ લઈને મારી પાસે આવ્યો હતો અને મને આ નકશો આપ્યો અને કહ્યું કે આ નકશા નો અડધો ભાગ રિયા જોડે છે જે તેને જોઈએ છે અને સાથે સાથે રિયા અને તેનાં બધાં મિત્રો પણ." શુભમે શાંત થઈ ડરતાં ડરતાં પ્રિયાને કહ્યું. પ્રિયાને શુભમ ની વાત ગંભીર લાગતાં તરત જ તેનાં બધાં મિત્રોને ફોન કરી તેનાં ઘરે બોલાવે છે.
" પણ તેને કેવી રીતે ખબર કે અડધો નકશો રિયા પાસે છે? અને તે વ્યક્તિ તને ક્યાં મળ્યો?" ફોન પર વાત કરી ફોન મૂકી પ્રિયાએ શુભમ ને પૂછ્યું. પ્રિયાને એ વાતનું આશ્ચર્ય હોય છે કે તે વ્યક્તિને નકશા વિશે ખબર કેવી રીતે પડી કેમકે એ નકશા વિશે તો ફક્ત તે તેનાં મિત્રો અને ઘેલાણી જ જાણતાં હતા.
" મને નથી ખબર કે તેમને કેવી રીતે ખબર કે નકશા નો બીજો ભાગ રિયા પાસે છે, પણ તેઓ મને ગામની બહાર થી એક વાનમાં ક્યાંક લઈ ગયાં હતાં આંખે કાળું કપડું બાંધીને મને નથી ખબર એ લોકો કોણ છે?" પ્રિયાની વાત નો જવાબ આપતાં શુભમ બોલ્યો. પાંચ મિનિટમાં બધાં મિત્રો પ્રિયાનાં ઘરે આવી જાય છે અને પ્રિયા તથા શુભમ બેસ્યા હોય છે ત્યાં જાય છે.
" શું વાત છે પ્રિયા અચાનક બધાને અહીંયા બોલાવ્યાં?" પ્રિયા ને આમ ફોન કરી બોલાવતાં કેતનને આશ્ચર્ય થતાં પ્રિયા ને પૂછ્યું. પછી પ્રિયા બધાંન શુભમ દ્વારા કહેવામાં આવેલી વાત જણાવે છે જે સાંભળી બધાંન ચહેરા પર ચિંતા છવાઈ જાય છે.
" આપણે ઘેલાણી સર ને જાણ કરવી જોઈએ." પ્રિયાની વાત સાંભળી પોતાનો મંતવ્ય રજૂ કરતાં રિયા બોલી. " કેમકે તેમણે કહ્યું હતું કે કોઈ નકશા માટે સંપર્ક કરે તો તેમને જણાવવું !"
" ના-ના પોલીસને તો બિલકુલ ખબર નાં પડવી જોઈએ નહીંતર તે વ્યક્તિ આપણને કોઈને જીવતા નહીં છોડે તેણે મને પોલીસ પાસે જવાની ચોખ્ખી ના પાડી છે." રિયા ની વાત સાંભળી તરત જ શુભમ બોલ્યો.
" તો હવે શું કરીશું?" શુભમનાં પોલીસ પાસે જવાની ના પડાતાં કેતન બોલ્યો.
" આપણે તે વ્યક્તિ જે ઈચ્છે છે એવું જ કરીશું બીજું શું !" કેતન ની વાત સાંભળી ખ્યાતિ બોલી જે સાંભળી બધાં ખ્યાતિ સામે જોવા લાગ્યાં. " તો તમારી પાસે બીજો કોઈ રસ્તો હોય તો કહો." બધાંન આમ પોતાની સામે પ્રશ્ન સુચક નજરે જોતાં ખ્યાતિ બોલી.
" આ નકશો શેનો છે? અને તે વ્યક્તિ ને આપણું શું કામ છે?" ખ્યાતિ ની વાત સાંભળી બધાં તેની સાથે સહમત થયાં પણ જીગર નાં મનમાં ચાલી રહેલાં પ્રશ્ન કરતાં જીગર બોલ્યોથયાં.
" તે વ્યક્તિને ખજાનો જોઈએ છે, અને આ નકશો કોઈ ખજાના સુધી પહોંચવાનો રસ્તો છે." જીગરના સવાલનો જવાબ આપતાં શુભમ બોલ્યો. રિયા શુભમ પાસે રહેલ અડધાં નકશા નો ફોટો પાડી લે છે પછી બધાં શુભમ ની સાથે કાલે સવારે જવા માટે ગામની બહાર ઊભાં રહેશે તેવું નક્કી કરી બધાં ઘરે જાય છે. એ લોકો પોતપોતાનાં ઘરે જઈ તેમનાં ઘરવાળાને જણાવે છે કે તેઓ 15 દિવસ માટે બહાર ફરવા જવાનાં છે પણ બધાં એ વાત થી અજાણ હતાં કે તે જગ્યાએ જવાનાં છે તે જગ્યાએ તેમનાં માટે મોતનું કારણ બની શકે છે.
@@@@#@@@@

" સરજી બધાં જ તૈયાર થઈ ગયાં છે અને કાલે સવારે નીકળવા માટે તૈયાર છીએ." તે વ્યક્તિ એ સરજી ને ફોન કરી માહિતી આપતાં કહ્યું.
" કોઈએ પોલીસ કે બીજા કોઈને જાણ તો નથી કરીને?" સરજી એ તે વ્યક્તિ ને પુછ્યું.
" ના-ના તમે નિશ્ચિંત રહો કોઇને ખબર નથી આ વાતની." તે વ્યક્તિ એ સરજી ને જવાબ આપતાં કહ્યું.
" ઠીક છે, તમારાં જવાં માટેની વ્યવસ્થા કરી દીધી છે કાલે સવારે તમને લેવાં માટે ગાડી આવશે, તે તમને દરિયાકિનારા સુધી લઈ જશે જ્યાં તમારાં માટે એક યાટ તૈયાર હશે જેમાં તમારો ખાવા-પીવા સાથેનો તમામ બંદોબસ્ત કરેલો છે." સરજી એ તે વ્યક્તિને તેમની મંઝીલ સુધી પહોંચવા માટે ની માહિતી આપતાં કહ્યું. " અને હા તે તમામ ની પાસે થી મોબાઈલ ફોન લઈ લેજે કોઈની પાસે ફોન કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ના હોવું જોઈએ." ફોન મુકતાં પહેલાં સરજી એ તે વ્યક્તિને છેલ્લી વાત સમજાવતાં કહ્યું અને ફોન મુકી દીધો. બીજા દિવસે સવારે નક્કી કરેલાં સમય પ્રમાણે બધાં ગામની બહાર ઉભાં રહે છે.
" કોઈએ આ વાતની જાણ બીજા કોઇને કરી તો નથી ને?" શુભમે બધાને સંબોધીને પૂછ્યું.
" ના કોઈને નથી કરી." શુભમ નાં સવાલ નો જવાબ આપતાં બધાં બોલ્યાં.
" હેલ્લો હા અમે બહાર જ ઊભાં છીએ." શુભમ નાં ફોનની રીંગ વાગતાં ફોન રીસીવ કરી જવાબ આપતાં શુભમ બોલ્યો. " તે લોકો આવે જ છે, તમારાં બધાંન ફોન સ્વીચ ઓફ કરી દો અને આ બેગમાં મૂકી દો." ફોન પર જરૂરી સુચના સાંભળી ફોન પોતાનાં ખિસ્સામાં સેરવી તેનાં હાથમાં રહેલ ખાલી બેગ ની ચેન ખોલી બધાંન તેમનાં ફોન તે બેગમાં મુકવાનું કહ્યું.
" પણ શું કરવાં? અમે તેની બધી વાત માનીએ તો છીએ." શુભમ ની વાત સાંભળી જીગર બોલ્યો.
" મને એમણે કહ્યું કે કોઈને પણ ફોન સાથે લઈ જવાની મંજૂરી નથી અને ફોન તો શું બીજું કંઈજ તમે સાથે નહીં લઈ જઈ શકો આપણ ને જોઈતી બધી જ વસ્તુ તેઓ આપણને આપશે તેવું તેમણે કહ્યું છે." જીગર નાં સવાલ જવાબ આપતાં શુભમ બોલ્યો. બધાં જ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી ને બેગ મૂકે છે એટલામાં બે સ્કોર્પિયો ગાડી ત્યાં આવે છે જેમાં તે બધા જ બેસી જાય છે તે ગાડી તેમને દરિયા કિનારે લઇ જાય છે ત્યાં તેમને ઉતારી તેમની પાસે રહેલ બેગ લઈ સરજી નાં માણસો ગાડી લઈને ત્યાંથી નીકળી જાય છે.
" ચલો મારી સાથે." એક વ્યક્તિ એ તેમની નજીક આવી તમામ ને ચેક કરી પછી કહ્યું. તેની વાત સાંભળી બધાં તેની પાછળ પાછળ જાય છે, દરિયા કિનારાથી થોડી દુર તેમને એક લક્ઝુરિયસ યાટ નજરે ચડે છે. યાટ તે વ્યક્તિનાં એક ઈશારા થી દરિયાકિનારે આવે છે અને એક પછી એક બધાં યાટ પર ચઢી જાય છે. યાટ માં પહેલેથી જ ચાર માણસો હાજર હોય છે જે સરજી નાં માણસો હોય છે તે સિવાય કેપ્ટન અને તેનો એક સાથીદાર હોય છે.
યાટ અત્યાધુનિક ટેકનોલોજી થી સજ્જ હોય છે. જેમાં તમામ સુવિધા હોય છે જેવી કે રડાર, સેટેલાઇટ ફોન, સેટેલાઈટ ટીવી, ઓટો પાયલોટ મોડ, અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ તથા ઈમરજન્સી માટે હથિયારો પણ હોય છે. યાટ માં લગભગ નવ થી દસ ડેસ્ક હોય છે, યાટ નાં સૌથી નીચેના માળ માં ત્રણ ડેસ્ક હોય છે. એક ડેસ્ક માં યાટ નો જરૂરી સામાન હોય છે બીજા ડેસ્ક માં કેપ્ટન તથા તેનાં સાથીદાર નો હોય છે અને ત્રીજા ડેસ્ક માં રસોઈ તથા અન્ય જરૂરી સામાન માટેનો હોય છે, બીજા માળે કુલ 4 ડેસ્ક હોય છે જેમાં બહાર મોટી લોબી હોય છે, લોબીમાં બેસવા માટે સોફા, જમવા માટે ડાયનીંગ ટેબલ તથા સ્વિમિંગ પૂલ પણ હોય છે. ત્રીજા માળે ફુલ ત્રણ ડેસ્ક હોય છે જેમાં એક ડેસ્ક માં હથિયારો અને ઉપકરણો હોય છે જ્યાંથી યાટ ને નિયંત્રિત કરવામાં આવતી હોય છે, બીજા ડેસ્ક માં જીમના સાધનો હોય છે, ત્રીજું ડેસ્ક બાર નું હોય છે જેમાં વિવિધ વિલાયતી અને મોંઘી શરાબ હોય છે. આ સિવાય યાટ માં ઈમરજન્સી માટે એર બોટ પણ હોય છે. યાટ નાં દરેક ડેસ્ક માં આધુનિક ટેકનોલોજી વાળું ફર્નિચર હોય છે જેથી ઓછી જગ્યા નો વધુ ઉપયોગ કરી શકાય. દરેક ડેસ્ક માં સુવા માટે બેડ અને બાથરૂમ ઉપરાંત મનોરંજન માટે ટીવી પણ હોય છે યાટ માં દસથી પંદર દિવસ ચાલે તેટલો સામાન પણ સાથે લઈ લેવામાં આવ્યો હોય છે.
" અરે યાર રિયા શું યાટ છે ! આતો ઘણી જ એક્સપેન્સીવ લાગે છે." યાટ પર ચઢતા તેનું ઉપર થી નિરીક્ષણ કરતાં ખ્યાતિ એ રિયા ને કહ્યું.
" હા યાર એતો છે જ જો આ યાટ નાં માલીક જોડે આટલાં રૂપિયા હોય તો તેને ખજાનાની શી જરૂર છે?" ખ્યાતિ ની વાત સાંભળી યાટ ની અંદર જઈ તેને ધ્યાનથી નિરખતાં બ્રિજેશ બોલ્યો. યાટ ને અંદરથી જોઈ બધાં નાં મોં આશ્ચર્યથી ખુલ્લાં જ રહી જાય છે કેમકે તેમણે આવી અદભુત યાટ ક્યારેય જોઈ નહોતી.







To be continued............