મહેલ-2 Key of the hounted threasure (Part-6)
કલ્પેશ પ્રજાપતિ
" તમારે એક ડેસ્ક માં બે જણાએ રહેવાનું છે." કેપ્ટને બધાંને સૂચના આપતાં કહ્યું.
" અમારે કપડાં અને બીજો જરૂરી સામાન જોઈશે." કેપ્ટન ત્યાંથી નીકળી રહ્યો હતો ત્યાં એને રોકતાં રિયા બોલી.
" તમારાં બધાંના કપડા ની અને બીજા જરૂરી સામાન ની વ્યવસ્થા થઈ ગઈ છે તે તમને તમારાં ડેસ્ક માં મળી જશે." રિયા ની વાત સાંભળી કેપ્ટને બધાંને કહ્યું. કેપ્ટન ત્યાંથી નીકળી પોતાની જગ્યા પર જઈને યાટ ચાલું કરી નકશા મુજબનાં લોકેશન તરફ આગળ વધે છે. પછી બધાં ૨-૨ ની ટુકડી પાડી પોત પોતાનાં ડેસ્ક માં જાય છે. ડેસ્ક ની અંદર ની સજાવટ અને આધુનિક ફર્નિચર જોઈ બધાં ચકિત રહી જાય છે. તેમની પાસે યાટ ની તારીફ કરવાં માટે કોઈ શબ્દ નથી હોતો.
" યાર ખરેખર આપણાં નસીબ કેટલા જોરદાર છે તે આપણને આટલી એક્સપેન્સિવ યાટ માં સફર કરવા મળી." ડેસ્ક ની બહાર આવી લોબી માં પડેલા સોફા પર બેસતાં જીગરે પ્રિયાને કહ્યું. પ્રિયા અત્યારે લોબીમાં આવી સોફા પર બેસીને દરિયાને નિહાળી રહી હતી ત્યાં જીગરના આવવાથી તેમાં પ્રિયા ને ખલેલ પડે છે.
" હા યાર જીગર તારી વાત સાચી છે આવું તો આપણે ફક્ત ફિલ્મોમાં જ જોયું છે. આમ પણ જે વ્યક્તિ આપણને આમ કરવા કહ્યું છે તેણે આપણા માટે આટલી બધી સગવડ કરી આટલી એક્સપેન્સિવ યાટ આપી ખરેખર તેને આભાર કહેવાનું મન થાય છે." જીગર ની વાત સાથે સહમત થતાં પ્રિયા બોલી અને તે પણ પ્રિયા ની પાસે આવીને બેસે છે.
" કેટલો સમય લાગશે આપણે ત્યાં પહોંચતાં?" કેપ્ટન ની પાસે જઈ કેતને પુછ્યું.
" લગભગ બે દિવસમાં આપણે ટાપુ પર પહોંચી જઈશું ત્યાંથી પછી તમારે ખજાનો શોધવાં જવાનું છે આ નકશા ની મદદથી." કેપ્ટને નકશામાં નજર કરતાં
એક જગ્યા પર આંગળી મૂકી કેતન ને કહ્યું પછી કેતન ત્યાંથી નીકળી લોબીમાં તેનાં મિત્રો પાસે જઈને બેસે છે. બધાં અત્યારે દરિયાની વચ્ચે એક લક્ઝુરિયસ યાટમાં કોફીનો આનંદ માણી રહ્યા હોય છે.
" શું કહ્યું કેપ્ટને?" કેતન ને કોફીનો મગ આપતાં રિયા એ પૂછ્યું.
" આપણે એક ટાપુ પર હોલ્ડ કરવાનો છે જ્યાં જતાં બે દિવસ લાગશે પછી ત્યાંજ ખજાનો શોધવાનો છે." કોફીનો મગ લઈ રિયા ને જવાબ આપતાં કેતન બોલ્યો.
" આપણે ખજાનો ક્યાં ટાપુ પર શોધવાનો છે?" કેતન ની વાત સાંભળી નીતિને કેતનને પૂછ્યું.
" મને કંઈ ખાસ ખ્યાલ નથી પણ એ તો હવે ત્યાં ટાપુ પર પહોંચ્યા પછી જ આપણને ખ્યાલ આવશે." નીતિની વાત નો જવાબ આપતાં કેતન બોલ્યો. થોડીવાર તેઓ ત્યાં બેસી થોડી વાતચીત કરે છે ત્યારબાદ જમવાનો સમય થઈ ગયો હોવાથી તે લોકો જમવા માટે જાય છે.
@@@@#@@@@
" નાથુ પેલાં છોકરાઓ દેખાતાં નથી કાલ નાં?" જીપ માં જેતપુરનો રાઉન્ડ લગાવતાં ઘેલાણીએ ગાડી ચલાવી રહેલાં નાથુ ને પુછ્યું.
" કયા છોકરાઓ સર?" ઘેલાણી કોની વાત કરે છે તે ન સમજાતા નાથુ એ ઘેલાણી ને પૂછ્યું.
" અરે એ જ લોકો જે આપણી પાસે નકશો લઈને આવ્યાં હતાં." નાથુ ને સમજાવતાં ઘેલાણી બોલ્યાં.
" સર હશે વળી તેમને કંઈક કામ, આજકાલની યંગ જનરેશન ને ઘર કરતાં બહાર કરવું વધારે ગમે છે અને એમ પણ બધાં ભેગા થયાં છે એટલે ગયાં હશે ક્યાંક ફરવા." ગાડી ચલાવતાં પોતાનાં અંદાજ માં મુછો ને તાવ દેતાં નાથુ બોલ્યો.
" છાની-માની ગાડી ચલાવ સામું જોઈને હમણાં ક્યાંક ગાડી ભટકાવી દઈશ. તારી વાત સાચી છે નાથુ પણ મને કંઈક ગરબડ લાગે છે." નાથુ ની વાત સાંભળી ઘેલાણી બોલ્યાં અને તેની હરકત થી ગુસ્સે થતાં તેને ઠપકો આપ્યો.
" સર હમણાં જ તપાસ કરી લઈએ." નાથુ એ ગાડી એક હોટલે ઉભી રાખી અને ઘેલાણી ને લઇ ત્યાં હોટલમાં ગયો અને બે કપ ચા મંગાવી.
" તું મને અહીંયા ચા પીવા લાવ્યો છે?" ચાનો કપ મોં. એ લગાવી એક ચુસ્કી ભરતાં ઘેલાણી નાથુ ને પૂછ્યું.
" સર બે મિનિટ શાંતિ રાખો હમણાં જ ખબર પડી જશે." નાથુ એ ચા પીતા પીતા ઘેલાણી ને કહ્યું પછી જીગર નાં પપ્પા ને બોલાવે છે જે તે હોટેલ નાં માલિક હોય છે. " કેમ છો મોહનભાઈ મજામાં?"
" બસ મજામાં."
" જીગર તમારો બાબો ને?" ઘેલાણીએ મોહનભાઈ ને પૂછ્યું.
" હા સર ." જીગર નાં પપ્પા એ ટુંક માં ઉત્તર આપ્યો.
" જીગર ફરવા ગયો છે કે શું દેખાતો નથી?" ઘેલાણી એ મોહનભાઈ ને પૂછ્યું.
" હા સર એ અને તેના મિત્રો દસ થી બાર દિવસ માટે ફરવા માટે ગયાં છે." જીગર નાં પપ્પાએ ઘેલાણીને જવાબ આપતાં કહ્યું.
" ઠીક છે મોહનભાઈ અમે નીકળીએ ત્યારે." ઘેલાણીએ ચાના પૈસા આપતાં મોહનભાઈ ને કહ્યું પછી તે અને નાથુ ત્યાંથી નીકળે છે.
" સર જાણવાં મળી ગયું ને?" ગાડી માં બેસી ગાડી ને ચાલું કરતાં નાથુ એ ઘેલાણી ને કહ્યું પછી તેઓ પોલીસ સ્ટેશને જાય છે.
@@@@#@@@@
બે દિવસ પછી સાંજ નાં ૪ વાગ્યે તેઓ નકશા માં દર્શાવેલ લોકેશન પર પહોંચી જાય છે. ત્યાં તેમણે એક ટાપુ નજરે ચઢે છે કેપ્ટન યાટ ને ટાપુ ની નજીક લઈ જઈ ઉભી રાખે છે.
" આપણે પહોંચી ગયા?" યાટને કિનારે લઈ જઈ ઊભી રખાતાં નીતિને ઊભાં થઈને કેપ્ટન પાસે જતાં પુછ્યું.
" નકશા પ્રમાણે લોકેશન અહીં નું જ છે એટલે તમારે હવે અહીં રોકાવાનો ઈંતેજામ કરવાનો છે. પછી સવારે તમારે તમારા કામે નીકળવાનું છે." યાટ ને બંધ કરતાં કેતન ની સામે જોઈ કેપ્ટન બોલ્યો. કેપ્ટન તેનાં સાથીને કહીં જરૂરી સામાન નીચે ઉતારવાં જણાવે છે તથા બાકીનાં લોકો તેમનો સામાન લઇ બધાં ને નીચે ઉતરવા કહે છે, કેપ્ટન ની વાત સાંભળી બધાં ટાપુ તરફ નજર કરે છે આજુ બાજુ સમુદ્ર ને કારણે આ ટાપુ પર ગમે ત્યારે વરસાદ વરસતો દૂરથી નાનકડો લાગતો આ ટાપુ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલો હોવાને લીધે અત્યંત ડરામણો ભાસી રહ્યો હતો, ઉપરથી વાદળો ને કારણે રોશની નો પૂરો અભાવ વર્તાતો હતો..
ટાપુ ની શરૂઆતમાં ઊબડખાબડ અસમતલ પત્થરાળ જમીન હતી જે સમુદ્રની લહેરો નાં પાણીના ધોવાણથી થઈ હતી સતત પાણીનાં વહાવ ને કારણે પથ્થરો ઉપર લીલી પણ જામી ગઈ હતી. તે પત્થરાળ જમીન થી થોડી દુર ટાપુની લીલોતરી ચાલુ થતી હતી જેમાં ઘણી બધી વનસ્પતિ તથા વૃક્ષો નો પણ સમાવેશ થતો. વૃક્ષો નાં પાંદડાઓ તથા અન્ય વસ્તુઓનાં કોહવાટ થી ટાપુ પર તેની દુર્ગંધ આવી રહી હતી અને આવા ટાપુ પર વરસાદ તથા જીવજંતુ અને જંગલી પશુ પક્ષી થી બચવા તેમજ પોતાનાં રોકાવા માટે યોગ્ય જગ્યા શોધવાની હતી.
" આપણે અહીંયા રહીશું ક્યાં? અને ખજાનો કેવી રીતે શોધીશું?" ટાપુને નિહાળ્યા બાદ પ્રિયા બોલી.
" એ વ્યવસ્થા તમારે કરવાની અને ખજાનો શોધવાં તમારી પાસે નકશો છે અને સરજીએ તમને ચાર માણસો પણ આપ્યા છે." પ્રિયાની વાત સાંભળી કેપ્ટને પ્રિયા ને જવાબ આપતાં કહ્યું. પછી કેપ્ટન બધાં ને તેમનો સામાન લઈ નીચે ઉતરવા કહે છે કેપ્ટન ની વાત સાંભળી બધાં પોતપોતાનો સામાન લઈ નીચે ઉતરે છે તથા કેપ્ટન નો સાથી બાકી નો સામાન નીચે ઉતારે છે અને બધાં સાથે આગળ વધે છે.
" યાર આ ટાપુ પર ક્યાંક ભૂતબુત હશે તો?" ટાપુ પર આગળ વધતાં ખ્યાતિ પોતાનાં મજાકિયા સ્વભાવ પ્રમાણે મજાક કરતાં બોલી.
" ખ્યાતિ તને આવાં સમયે પણ મજાક સુઝે છે !" ખ્યાતિ ની વાત થી ગુસ્સે થયેલાં બ્રિજેશે તેને સમજાવતાં કહ્યું. ખ્યાતિ ની આ વાત પર બધાંન ગુસ્સો આવી રહ્યો હતો.
" આ ટાપુ પર આપણે કેવી રીતે રહીશું? કોઈ યોગ્ય જગ્યા તો મળવી જોઈએ ને?" ટાપુ પર આગળ વધી આજુબાજુમાં નજર ફેરવતાં નિતીન બોલ્યો.
" ક્યાંક કોઈ ગુફા મળી જાય તો સારું." નિતીન ની વાત સાંભળી જીગર બોલ્યો. વાતો કરતાં કરતાં તેઓ ટાપુમાં થોડા અંદર આવે છે ત્યાં તેમને સામે એક ખુલ્લી જગ્યા દેખાય છે જ્યાં જમીન થોડી સમતલ અને રસ્તાની બાજુમાં ચોરસ આકારમાં એક મોટો પથ્થર દેખાય છે જે જમીનથી લગભગ દોઢ-એક ફુટ અધ્ધર હોય છે.
" અરે ગુફા છોડ જીગર સામે જો પથ્થર દેખાય છે એ પણ ચાલી જશે તેની પર ટેન્ટ બાંધી દઈએ એટલે આપણાં રહેવા માટેની સગવડ તૈયાર." એ પથ્થર ને જોઈ તેની તરફ આંગળી ચિંધતા શુભમ બોલ્યો.
" તારી વાત એકદમ સાચી છે શુભમ પણ આ ટાપુ પર વરસાદ ગમે ત્યારે પડી શકે છે અને જો ક્યારેક વધુ વરસાદ પડ્યો તો આપણે ટેન્ટ માં ના રહીં શકીએ એટલે જ જો ગુફા હોય તો સારું." શુભમ ની વાત સાંભળી રિયા એ શુભમ ને સમજાવતાં કહ્યું.
To be continued...........