પ્રકરણ - 13
. ઉનાળાનું વેકેશન શરૂ થયું હતું.LLB ની પરીક્ષાઓમાંથી હું હમણાં જ ફ્રી થયો હતો . હું ખૂબ થાકી ગયો હતો.
મેં છેલ્લા બે મહિના ખૂબ મહેનત કરી હતી. લલિતા પવાર અને તેમનો આખો પરિવાર તે જ સમયે મહાબળેશ્વર જઈ રહ્યો હતો.
લલિતા પવારની ભાભી પુષ્પાએ મને તેમની સાથે જવા માટે આમંત્રણ આપ્યું હતું. તે સમયે આરતી ગર્ભવતી હતી. હું તેને આવી સ્થિતિમાં છોડી દેવા માંગતો નહોતો.
મેં તરત જ ના પાડી દીધી હતી. પછી મારા માતા-પિતાએ મને વિનંતી કરી હતી.
"પરીક્ષાને કારણે તું ખૂબ થાકી ગયો છે. ફરવા જા અને ફ્રેશ થઈ જા."
આરતીએ પણ મને વિનંતી કરી હતી , અને હું જવા માટે સંમત થઈ ગયો હતો.
રાતના દસ વાગે મહાબ્લેશ્વર માટે બસ ઉપડતી હતી. અમે લોકો સમયસર તૈયાર થઈ ને બસ ડેપો પહોંચી ગયા હતા. ત્યારે અમારી સાથે ઘરનો ઘાટી અને પુષ્પા બહેનનો ભત્રીજો પણ અમારી સાથે હતા.
ત્યારે મારી જાણ બહાર ઘરના તે ઘાટી એ સુહાની ના ગાલ પર ચુંબન ચોંડી દીધું હતું.
બસ ઉપડતા વેંત જ બધા ઊંઘવા માંડ્યા હતા. હું અને સુહાની બસમાં સામસામે બેઠા હતા. બેમાંથી એકે ને પણ ઊંઘ આવતી નહોતી. મોડી રાત સુધી અમે એકમેક જોડે વાત કરી હતી. અને વહેલી સવારે આંખો બિડાઈ ગઈ હતી. અને થોડી વારે પુષ્પા બહેને અમને ઉઠાડ્યા હતા.
" ચાલો! ઉઠો બધા! મહાબ્લેશ્વર આવી ગયું. "
અને બધા તાબડતોબ ઊઠી ગયા હતા
ડેપો પર થી મેટા ડોર ભાડે કરી અમે ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા.
ગેસ્ટ હાઉસ ને જોતાં વેંત મને અતીત સાંભરી આવ્યો હતો.
. ગયા વેકેશન માં હું મારા માતા પિતા સાથે અહીં આવ્યો હતો. તેની સાથે અનેક યાદોં સંકળાઈ હતી.. તે યાદ આવતા મારા ચહેરાનો રંગ ઊતરી ગયો હતો. તે જોઈ સુહાની પર વિચારમાં અટવાઈ ગઈ હતી. તેણે મને સવાલ પૂછ્યો હતો.
. " જીજુ! એકાએક શું થઈ ગયું? "
" વાત ઘણી જ લાંબી છે. હું ફુરસદે તને બધી વાત કરીશ."
અને બીજે દિવસે રાતના ભોજન બાદ બગીચામાં લટાર મારતા ગરિમા વિશે બધી જ વાત કરી દીધી હતી.
આ વિશે હું આખા બિલ્ડિંગ માં ચર્ચા નો વિષય બની ગયો હતો. લોકો મન ફાવે તેમ વાત કરતા હતા. મને ગુંડાગીરી નો ખિતાબ આપ્યો હતો. એક ગેર સમજણ ને કારણે આવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી. પણ કોઈ તેને માનવા, સ્વીકારવા તૈયાર નહોતું.
મારી વાત સાંભળી ને સુહાની એ ઘટસ્ફોટ કર્યો હતો.
" અનિશે તમારી આખી વાર્તા શબ્દશ મને કહી છે. તે મારી માફક તમને ભગવાન ના માણસ માને છે. "
આ તબક્કે સુહાની તેની સાથે પ્રેમ થઈ ગયાની કબૂલાત કરી હતી.
આમ તો હું તેમના સંબંધ વિશે જાણતો હતો. અમારી જેમ તે બંને પણ હેંગિંગ ગાર્ડન માં ફરવા જતાં હતા.
હું તેમને આ વિસ્તાર માં જે જોખમ હતું. તે વિશે વાત કરવા માંગતો હતો. પણ હોળી પ્રકરણ બાદ અમારી વચ્ચે વાતચીતનો સેતુ તૂટી ગયો હતો. તેથી મેં ચૂપ રહેવું પસંદ કર્યું હતું.
મહાબલેશ્વર માં અમને એક બીજા સાથે રહેવાના અનેક મોકા મળ્યા હતા. સુહાની દુનિયાની પહેલી છોકરી હતી. જેની સાથે મેં સૌથી વધારે વાત કરી હતી. અમારી વચ્ચે ગજબનું ટ્યુનિંગ થઈ ગયું હતું.
બજારમાં થી ખાવા પીવા સિવાય અન્ય સામગ્રી ની ખરીદી માટે લલિતા પવાર અમને જ સાથે મોકલતાં હતા.
અમે એક વાર સમગ્ર પરિવાર સહિત એક ફિલ્મ પણ જોવા ગયા હતા. ત્યાર બાદ મારા સાળા સાળી ને ' ધરતી' ફિલ્મ જોવા લઈ ગયો હતો. સુહાની મારી બાજુમાં જ હતી. ફિલ્મ બરાબર ત્રણ વાગે શરૂ થઈ હતી. તે વખતે એક ઘટના બની હતી. જેની જાણ અમને સૌને રાતના બારેક વાગ્યા ના સુમારે થઈ હતી. અમે બધા ખાઈ પીને પરવારીને વાતો ના ગપાટા મારી રહ્યા હતા. હું અને સુહાની ' ધરતી' ફિલ્મ વિશે ચર્ચા કરી રહ્યાં હતા. ફિલ્મ ના નાયક રાજેન્દ્ર કુમાર હતા તેમણે સિલ્વર જ્યુબીલી સ્ટાર નું બિરુદ મેળવ્યું હતું. એક જમાનામાં તેમની એક સાથે પાંચ થી છ ફિલ્મો ચાલી રહી હતી જે સિલ્વર જ્યુબીલીનો આંકડો વટાવી ગઈ હતી.
અમે વાતચીત કરતા હતા ત્યારે ગેસ્ટ હાઉસ ના સંચાલકે મને બુમ પાડી ઓફિસ માં બોલાવ્યો હતો. હું તરત જ તેમની ઓફિસે દોડી ગયો હતો. મારી પાછળ સુહાની પણ દોડી આવી હતી.
સંચાલકે એક ટેલિગ્રામ મારા હાથમા મુક્યો હતો.
મેં અધીરા થી તે ફોડી નાખ્યો હતો.
અને તેના પર એક નજર દોડાવી હતી.
" આરતી એ પુત્રને જન્મ આપ્યો છે. બંનેની તબિયત સારી છે. "
વાંચીને મારી ખુશીની કોઈ અવધિ રહી નહોતી.
સુહાની પણ ખબર જાણી ઝૂમી ઊઠી હતી.
તેને હાથ મિલાવી મને અભિનંદન આપ્યા હતા.
" કોંગ્રેટ્સ પાપા! "
મેં પણ તેનું અનુકરણ કરી તેની જ અદામાં હાથ મેળવી અભિનંદન આપ્યા હતા.
" કોંગ્રેટ્સ માસી. "
પુત્ર ના જન્મે ગેસ્ટ હાઉસ માં જાણે એક ઉત્સવ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. હર કોઈ ખુશ હતું. બધાની ઊંઘ ગાયબ થઈ ગઈ હતી.
તે વખતે મારા વારસ ના ચહેરા વિશે સાળી જીજુ વચ્ચે મીઠી રકઝક શરુ થઈ ગઈ હતી.
સુહાની નું કહેવું હતું, પુત્ર તેની બહેનનો ચહેરો લઈ ને આવ્યો હશે, જયારે મારૂં કહેવું હતું તે મારો જ ચહેરો લઈ ને આવ્યો હશે.
આ વિવાદ ચાલું હતો ત્યારે બીજો ટેલિગ્રામ આવ્યો હતો, જેણે બધાના શ્વાસ અધ્ધર કરી દીધા હતા!
" આરતી ની તબિયત ખરાબ થઈ ગઈ છે. સંભવ અને પુષ્પા બહેન ને તરત જ મુંબઈ રવાના કરો. "
આ ટેલિગ્રામ એક જ વાતનો અંદેશો દેતો હતી. પ્રસુતિ પછી તેની તબિયત બગડી આવી હતી. આ તબક્કે મને ફિલ્મ ' અનુપમા' નો શોટ આવી ગયો હતો. પ્રસુતિ બાદ સ્ત્રી મરી જાય છે.
શું આરતી પણ આવી જ સ્થિતિ માં આવી ગઈ હશે?
બે ટેલિગ્રામ આવ્યા હતા, જેમાં એક માં મોકલવાનો સમય દર્જ નહોતો.. આ બાબત મારા દયાન માં આવી નહોતી. તે જોઈ લલિતા પવારે કડવી ટિપ્પણી કરી હતી.
" શું ભણેલા ગણેલા આવા હોતા હશે? "
મેં તેમની ટકોર પ્રત્યે લક્ષ્ય આપવું જરૂરી નહોતું સમજ્યું.
ખરેખર શું થયું હતું. તે વિશે સૌ અંધારામાં હતા.. હવે શું થયું હતું? તે એક જ વ્યકિત કહી શકે તેમ હતી અને તે હતી પુષ્પા બહેન નો ભત્રીજો હસમુખ. તેમને પોતાના ભત્રીજા પ્રત્યે કોઈ લગાવ નહોતો. પણ તેને લલિતા પવાર ને દિલમાં અને ઘર મેં પોતાનું આગવું સ્થાન બનાવી લીધું હતુ. તેમણે હસમુખ ને પણ મહાબ્લેશ્વર આવવાનું નોતરું આપ્યું હતું.
તેની રાહ જોવી એક માત્ર વિકલ્પ બચ્યો હતો. રાત ભર કોઈ સુવા પામ્યું નહોતું.
અને સવાર ના સાત વાગ્યા ના સુમારે તેની સવારી આવી પહોંચી હતી.
તેણે સબ સલામત નો સંદેશો આપ્યો હતો.
ટેલિગ્રામ ખાતાની બેદરકારી ને કારણે આવો ડખો ઉભો થયો હતો. પહેલો ટેલિગ્રામ પછી અને બીજો ટેલિગ્રામ પહેલા ડિલિવર થયો હતો. જેને કારણે અમને વિના કારણ હેરાન થવું પડ્યું હતું.
0000000000 ( ક્રમશ: )