A Journey of Memories - Ranjan Kumar Desai - (14) in Gujarati Biography by Ramesh Desai books and stories PDF | યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (14)

Featured Books
Categories
Share

યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (14)


.                         પ્રકરણ - 14

           સુંદર ના જન્મ પહેલાં હું નાનકડી કંપની માં કામ કરતો હતો. મને 175 રૂપિયા પગાર મળતો હતો. તેના થી ઘરના ખર્ચા નીકળતા નહોતા. વળી આ જોબ મારે માટે નહોતો. હું બીજા જોબ માટે પ્રયત્ન કરતો હતો. તે વખતે ઓફિસ માં એક વૃદ્ધ નાગરિક આવતા હતા. તેમની ભલામણ થી મને પ્રેમ સન એજેન્સી માં 150 રૂપિયા ના પગાર સાથે જોબ મળી ગયો હતો. જરૂરત ને કારણે મેં આ જોબ ઓછા પગારે સ્વીકારી લીધો હતો.

        મહિના ના અંતે જુનિયર પાર્ટનરે સામેથી મારી સ્થિતિ નો ખ્યાલ કરી મારો પગાર 200 રૂપિયા કરી દીધો હતો.  પછી સમય સમયે તેમણે પગાર માં વધારો કર્યો હતો.

        આમ મારી ગાડી ચાલી રહી હતી. અહીં મને ઘણું બધું શીખવા પણ મળ્યું હતું.

         પણ કંપની ના સિનિયર પાર્ટનર નો સ્વભાવ મારા કોઠે પડતો નહોતો.  તેઓ શંકા શીલ સ્વભાવ ધરાવતા હતા.. વાતવાતમાં  સંદેહ કરવાની આદત હતી.

          શ્યામ લાલ રંગીલા સ્વભાવના માણસ હતા. તેમને છોકરીઓ જોડે રાસ લીલા રમવાનો ભારે શોખ હતો. આ કારણે તેઓ વધુ પડતી છોકરીઓને જ કામ પર રાખતા હતા. તેમને વહેલા ઓફિસ બોલાવતા હતા. સાંજના પણ કોઈ ને કોઈ બહાને ઓફિસ માં રોકી રાખતા હતા. અને પછી જમવાને બહાને હોટલ મેં લઈ જતાં હતા અને પૈસા ની લાલચ આપી તેમનું યોન શોષણ કરતાં હતા.

       ઓફિસ માં છોકરીઓની સંખ્યા વધારે હતી.. અમુક છોકરીઓ સાથે મારો વાતચીત નો સંબંધ હતો. અહીં બે કેથોલિક છોકરીઓ કામ કરતી હતી. તેમની સાથે મારૂં સારું ટ્યુનિંગ હતું. તેઓ એક વાર મારે ઘરે પણ આવી હતી.

        એક અન્ય છોકરી મારા થી પ્રભાવિત થઈ હતી. તે મારા વિશે જાણવા માંગતી હતી.. હું મારી વાત ઓફિસ માં બધાની વચ્ચે કરી શકું તેમ નહોતો. આથી મેં તેને લંચ ટાઈમ માં હોટલ માં આવવા કહ્યું હતું. પણ તે નહોતી આવી..

        ઓફિસમાં ક્યારે નવી છોકરીની ભરતી થતી હતી. અને તેની ક્યારે વિકેટ પડી જતી હતી. તેનો કોઈ ભરોસો નહોતો. છોકરી ની ભરતી કરવી, તેને કાઢવી આ શ્યામ લાલ ની મરજી પર નિર્ભર હતું.

        ઓફિસ માં એક બીજી છોકરી ભરતી કરવામાં આવી હતી. તે વખતે એક અન્ય છોકરી સાથે મારે સારું બનતું હતું. તેનું નામ ડોના હતું. શ્યામ લાલ તેને પોતાની હવસનો શિકાર બનાવવા માંગતો હતો. પણ તે દાદ આપતી નહોતી. આથી શ્યામ લાલ તેને કાઢવા માંગતા હતા. પણ તેઓ આ દોષ પોતાને માથે લેવા માંગતા નહોતા. આથી તેને કાઢવા માટે મને હાથો બનાવ્યો હતો. પણ મેં તેમને દાદ આપી નહોતી. 

        તેઓ ડોના ને કાઢવા માંગતા હતા. તેમણે મારો અભિપ્રાય જાણવા ના બહાને મને સવાલ કર્યો હતો.

        " ડોના કેવું કામ કરે છે? "

        તે સારું કામ કરતી હતી. તેથી મારો અભિપ્રાય અન્ય શું હોઈ શકે?

        ઓફિસ માં અન્ય છોકરી પણ કામ કરતી હતી. તે અલબત્ત ડોના કરતાં વધારે સારું કામ કરતી હતી.

        તેમણે મારી સાથે રજુઆત કરી હતી. તેઓ એક છોકરી ને ઓફિસ માં થી કાઢવા માંગતા હતા. તેથી તેમણે મારો અભિપ્રાય માંગ્યો હતો.

        " આ બંને માં થી કોણ વધારે સારું કામ કરે છે? "

        અને મેં સ્વાભાવિક નવી છોકરી નું નામ સૂચવ્યું હતું. અને દોષનો ટોપલો મારા માથે આવી ગયો હતો. ત્યારે તો હું એ વાતથી અજાણ હતો. પણ થોડા દિવસ પછી ડોના મને ચર્ચ ગેટ સ્ટેશને મળી ગઈ હતી. તેણે ઘટસ્ફોટ કર્યો હતો. અને તેના 'ચક આઉટ ' માટે મને જવાબદાર ઠેરવ્યો હતો.

       ત્યારે ડોના એ મારી સામે સચ્ચાઈ બયાન કરી હતી..

         " શ્યામ લાલે મને હોટલ મેં બોલાવી હતી. અને મેઁ તેનો ઇન્કાર કર્યો તો તેમણે તમને હાથો બોલાવી મને કંપનીમાંથી દૂર કરી દીધી. "

          તેમના નાના ભાઈના લગ્ન નિરધાર્યા હતા.. અમને સહ પરિવાર આમંત્રણ આપ્યું હતું. ત્યારે એક નવું સત્ય બહાર આવ્યું હતું. હું તેમની પત્ની ને ઓળખતો હતો. તેની નાનીમા અમારી બાજુમાં જ રહેતા હતા. તે વારંવાર નાનીમા ને ઘરે આવતી હતી. અને અમે ભેગા રમ્યા હતા.

       ભગવાને તે બિચારી સાથે કેવો ખેલ ખેલ્યો હતો. શ્યામ લાલ પૈસા દાર કુટુંબ ના નબીરા હતા. તેથી તેના મા બાપે તેને શ્યામ લાલ જોડે પરણાવી દીધી હતી.

       એક પળ મને તેમનો ભાંડો ફોડવાનું મન થયું હતું. પણ તેથી પ્રીતિ નો સંસાર વેર વિખેર થઈ જશે તે ખ્યાલે હું ચૂપ રહ્યો હતો.

        પ્રેમ સન ની ઓફિસ એક સ્મશાન જેવી હતી જે  કદી બંધ રહેતી નહોતી. આ વાતનો પણ રામ લાલે અહેસાસ કરાવ્યો હતો.

        ગણેશ ચતુર્થી ના દિવસે પણ ઓફિસ ચાલું હતી. આ વાતે સ્ટાફ સભ્યો વચ્ચે ગણગણાટ શરુ થઈ ગયો હતો. હર કોઈ આ દિવસે છુટ્ટી ચાહતું હતું.. પણ બિલાડી ને ગળે ઘંટ બાંધે કોણ? હું સ્ટાફ ma સિનિયર મોસ્ટ હતો. આથી હર કોઈ એ મને ભલામણ કરી હતી.

         " તમે રામ લાલ ને વાત કરો. તેઓ રજા આપી દેશે. "

          પણ મને આ વાતનો વિશ્વાસ નહોતો. આથી મેં તેમને કહ્યું હતું. " આપણે બધા જ રજા ચાહિયે છીએ તો આપણે લેખિત માં અરજી, બધાની  સહી સાથે તેમના ટેબલ પર મૂકીએ. "

       આ માટે બધા એક મત સહમત થઈ ગયા. અને મેં અરજી તૈયાર કરી બધાની સહી લઈ તેમના ટેબલ પર મૂકી દીધી. રામ લાલ ત્યારે બહાર ગયા હતા.

       તેઓ પાછા આવીને અરજી જોઈ ધુંવાફૂવા થઈ ગયા હતા. તેમણે તરત જ એકાઉન્ટન્ટ ને બોલાવી અરજી મેં લખાવ્યું હતું.

         " જે કોઈ પણ ઓફિસ માં નહીં આવે તેને ઓફિસ માં થી બરતરફ કરવામાં આવશે. "

         એક અરજી નો રામ લાલે ધમકી થી જવાબ આપ્યો હતો. આ બાત તેમની બુદ્ધિ મતા નું પ્રમાણ પત્ર હતું.

         તે દિવસે કોઈ ઓફિસ માં આવ્યું નહોતું.

         બીજે દિવસે ઓફિસ માં પગ મૂકતા રામ લાલ શરુ થઈ ગયા હતા.

         " આખરે તમારું ધાર્યું જ કર્યું! "

         આ માં ધાર્યું કરવાનો કોઈ જ સવાલ નથી.  તમે એક નમ્ર વિનંતી, અરજી નો આવો જવાબ આપ્યો તેનું દુઃખ થયું છે. તેને બદલે તમે જૂઠું પેન્ડિંગ કામ નું બહાનું પણ બતાવ્યું હોત તો અમે ઓફિસ માં આવ્યા હોત. "

        " ભરત તો ઓફિસ માં આવ્યો હતો. "

        " તે એક નંબર નો મૂર્ખ માણસ કહેવાય.. સહી કરીને પણ ઓફિસ માં આવ્યો. "

         રામ લાલ પાસે પોતાને બચાવવાનો કોઈ વિકલ્પ નહોતો. 

          આથી તેમણે છેલ્લું શસ્ત્ર હાથ માં લઈ મારા પર વાર કર્યો હતો.

         " તમને જોબ પર થી છુટા કરવામાં આવે છે. તમે તમારો હિસાબ કોર્ટ માં જ઼ઈ વસુલ કરજો. "

        " તમારા પાંચસો, હજાર નહીં મળે તો હું ગરીબ નહીં થઈ જાઉં. એ પૈસા માં થી તમારા સંતાનો ને મીઠાઈ ખવડાવી દે જો. મારી પાસે લેટર ની કોપી છે. હું પણ જોઈ લઈશ. "

       તે વખતે તેમનો સુદન સ્થિત ભાઈ મુંબઈ માં હતો તેણે મારા પર સ્ટેશનરી ચોરી નો આરોપ મુક્યો હતો. તેનો પણ મેં જડબાતોડ જવાબ આપ્યો હતો.

       " હું તમારી જેમ મૂર્ખ નો સરદાર નથી. મેઁ મારા પેપર નો ઉપયોગ કર્યો છે. "

       ગમે તેમ વાત અહીં થાળે પડી ગઈ હતી. તેમને કદાચ મારી તાકત નો પરચો મળી ગયો હતો. તેમણે ચુપચાપ મારો હિસાબ કરી નાખ્યો હતો.

        અને હું તેમના આવા બાલિશ વર્તન નો કલમ થી જવાબ આપીશ તેવી ધમકી આપી ઓફિસ માં થી બહાર નીકળી ગયો હતો.

                     00000000000   ( ક્રમશ : )


 .