A Journey of Memories - Ranjan Kumar Desai - (15) in Gujarati Biography by Ramesh Desai books and stories PDF | યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (15)

Featured Books
Categories
Share

યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (15)

                          પ્રકરણ - 15

        મેં પ્રેમ સનના દુષ્કૃત્યો વિશે એક સાપ્તાહિકમાં એક લેખ લખ્યો હતો. ભરતે તે જોઈ લીધો હતો અને તેણે રામ લાલને આ લેખ બતાવ્યો હતો. એટલું જ નહીં પણ તેણે શેઠ બ્રધર્સ નું સરનામું શોધી કાઢ્યું હતું. અને રામ લાલે, પોતાની ચાતુર્ય બતાવીને, લેખના કેટલાક ભાગને રેખાંકિત કરીને શેઠ બ્રધર્સ મોકલ્યો હતો. અને તેમને ઉશ્કેરવાના પ્રયાસમાં,  ટિપ્પણી પણ કરી હતી:

        "શેઠ સાહેબ, આ વાત તમારા માટે નથી લખવામાં નથી આવ્યું  ને?"

         તે મૂર્ખ માણસને ક્યા ખબર હતી? મેં તે પહેલાં જ શેઠ બ્રધર્સ મેનેજમેન્ટને લેખની બે નકલો આપી દીધી હતી.

         મને સુહાની ના મામાજી ના છોકરાને કારણે શેઠ બ્રધર્સ માં જોબ મળ્યો હતો. તે સાથે મારી જિંદગી માં અદભુત બદલાવ આવ્યો હતો.  હું ત્યાં સુધી એક ક્લાર્ક,  ટાઇપિસ્ટ હતો. પણ અહીં મને મોભાદાર જોબ મળ્યો હતો. મને ઓફિસર ની પોસ્ટ મળી હતી. મેઁ ટાઇપિંગ છોડી દીધું હતું. તે બાબત શરૂઆત માં મને તકલીફ થઈ હતી, જેને માટે એક દક્ષિણ ભારતીય યુવક અને સિંધી યુવક જવાબદાર હતા. તેમણે મને નીચો પાડવાની કોશિશ કરી હતી. પણ મેં તેમને આડે ધડ લઈ લીધા હતા.

        થોડા દિવસોમાં હું આ જોબ માં સેટ થઈ ગયો હતો. ઓફિસમા ઘણા લોકોનું માન સન્માન કમાયો હતો. ત્યારે બાદ થોડા દિવસ માં એક નવી છોકરી નું કંપની માં આગમન થયું હતું. તેના પ્રથમ દિવસે અમે ઓફિસ ના દરવાજા પાસે ભેગા થઇ ગયા હતા.. તેણે એક હળવા હાસ્ય સાથે કહ્યું હતું.

       " ગુડ મોર્નિંગ સર! "

       તેના જવાબમાં મેં પણ તેને વિશ કર્યું હતું.

       તેની ઓફિસ માં સ્ટેનો ટાઇપિસ્ટ તરીકે નિમણુંક થઈ હતી.

       મારે કસ્ટમ ઓફિસમાં જવાનું હતું. તેને માટે એક લેટર ટાઇપ કરવાનો હતો જેનો પ્રારૂપ મેં આગલે દિવસે સાંજના જતી વખતે તૈયાર રાખ્યો હતો. આ લેટર રશ્મિ પાસે ટાઇપ કરાવવાનો હતો. પણ તે આવી નહોતી. આ સ્થિતિ માં સુશીલ ભાઈની પરવાનગી લઈ મેં ઓપરેટર કાજોલ ને ઇન્ટર કોમ માં મેસેજ આપ્યો હતો. 

       " પ્લીઝ! સેન્ડ ધ ન્યુ ગર્લ ટુ માઈ ટેબલ. "

       અને બીજી જ ક્ષણે તે શોર્ટ હેન્ડ બુક અને પેન્સિલ લઈ ને મારી સામે ઊભી રહી ગઈ હતી. મેં તેને હાથનો ઈશારો કરી સામેની ખુરશી માં બેસવાનું કહ્યું હતું.

        મેં તેને સવાલ કર્યો હતો. " વોટ ઈઝ યોર ગુડ નેઇમ પ્લીઝ? "

         " ફ્લોરા ડી'સોઝા..!

        તેણે હિન્દૂ છોકરી ની માફક સાડી પરિધાન કરી હતી.. તેથી હું એવું માનવા પ્રેરાયો હતો કે તે ગુજરાતી છે. 

         મૂળ વાત પર આવતા મેં તેને લેટર નો પ્રારૂપ બતાવી સવાલ કર્યો હતો : " કેન યુ ટાઇપ ધીઝ લેટર ફોર મી? "

         " વ્હાય નોટ? આઈ એમ હીયર ફોર ધેટ પરપઝ ઓન્લી. "

        મૈં પ્રારૂપ તેના હાથ માં થમાવી સૂચના આપી હતી.   ' વન પ્લઝ ટુ કોપી કાઢજે. '

        " ઓ કે" 

         તે લેટર નો પ્રારૂપ લઇ ને જતી હતી. ત્યારે મેં ખુલાસો કરી તેની માફી માંગી હતી.

          "આય એમ સોરી! યુ આર એ સ્ટેનો. મારે તને લેટર ડિક્ટેટ કરવો જોઈતો હતો.. પણ મને તે ફાવતું નથી. " 

.         " ઈટ ઈઝ ઓ કે. " કહી તે પોતાની સીટ પર ચાલી ગઈ હતી.

          પણ બે જ મિનિટ માં તે મારી પાસે આવી હતી.

          " સર! આ કયો શબ્દ છે? " તેણે મને સવાલ કર્યો હતો.

           મેં તેનો જવાબ આપ્યો હતો. અને તે પુન: પોતાની સીટ પર જતી રહી હતી.

        અને પાંચ મિનિટ માં લેટર ટાઇપ કરીને મારી પાસે આવી હતી. મેં તેને કહ્યું હતું. " તું શા માટે આવી? કોઈ પણ પ્યુન જોડે તેને મોકલી શકી હોત.

       ત્યારે તેણે વિવેક પૂર્વક જવાબ આપ્યો હતો.. "સર આ મારૂં પહેલું કામ હતું, તેથી જાતે જ તમને આપવાની મારી ફરજ હતી, 

        તેની વાત કરવાની સ્ટાઇલ મને ગમી હતી. પણ તેણે મને ' સર' ની ઉપાધિ આપી હતી. આ વાત મને ગમી નહોતી. મેં તેને કહ્યું હતું.

         " મને સર કહેવાની જરૂર નથી તું મને સંભવ દેસાઈ કહીને બોલાવી શકે છે. "

          " ઓ કે મિ. દેસાઈ. " 

           અને તે જતી રહી હતી..

          તેના વાણી વર્તનથી હું ઘણો પ્રભાવિત થઈ ગયો હતો. 

           જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ અમે નજીક આવતા ગયા હતા. અમારી વાતચીત વધતી ગઈ. તે કેથોલિક સમુદાયની હતી. આ સમુદાય વિશે ઘણીવાર એવું કહેવામાં આવતું હતું કે તેઓ શુદ્ધ હૃદયના અને વ્યાપક દૃષ્ટિકોણ ધરાવે છે. તેમના મને ઘણા વિશાળ હોય છે.તે

         તેણીને એક છોકરા સાથે પ્રેમ હતો અને તેની સાથે સગાઈ પણ થઈ ગઈ હતી. તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા. તે દક્ષિણ ભારતીય હતો, અને આ કોમ વિશે એવું માનવામાં  આવતું હતું કે તેઓ રૂઢિચુસ્ત અને સંકુચિત માનસ ધરાવતા હોય છે . હવે કોઈને આશ્ચર્ય થાય કે વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતા બે લોકો એક સાથે કઈ રીતે રહી શકશે. પણ પરમેશ્વર એક અપવાદ હતો. તે છ બાર મહિના ફ્લોરા ના સંસર્ગ માં હતો. જેને કારણે તેના વર્તન માં ભારે ફેરફાર આવ્યો હતો. તેણે મારા અને ફ્લોરા ના સંબંધો ને સાચા દિલ થી સ્વીકારી લીધા હતા. ઓ કેવી રીતે એકબીજાઅને સાથે મિત્રતા રાખશે, પરંતુ આ એક ઉત્તમ ઉદાહરણ હતું. તેઓ ખૂબ સારી રીતે મિત્રતા રાખતા હતા. તેના મંગેતરનું નામ પરમેશ્વર હતું. મારી જેમ, તેણે પણ બાળપણમાં જ તેની માતા ગુમાવી દીધી હતી. તેના પિતાએ ફરીથી લગ્ન કર્યા હતા.

          મને અંતજ્ઞાન થયું હતું. કોઈ કેથોલિક છોકરી મારી બહેન બનશે. અને મને આ વાત સાચી નીવડવાનો ખ્યાલ આવતો હતો.

          ડિસેમ્બર મહિનો બેસી ગયો હતો.. આ મહિનો મારે માટે આનંદ દાયક હતો.. આ મહિનાની તેરમી તારીખે મારો જન્મ દિવસ હતો. આ દિવસે હું ફ્લોરા અને તેના મંગેતર ને હોટલમાં ટ્રીટ આપવા માંગતો હતો

         તેને માટે મેં ફ્લોરા ને અરજ કરી હતી. 

         " તું પરમ દિવસે પરમેશ્વર ને ઓફિસ માં બોલાવીશ? "

          " શું વાત છે? "

           " મારો જન્મ દિવસ છે. હું તમને નાનકડી ટ્રીટ આપવા માંગુ છું. " 

.          " વાહ! શું વાત છે? બે દિવસ પછી 16 તારીખે મારો પણ જન્મ દિવસ છે. "

          અને નિયત સમયે પરમેશ્વર ઓફિસમાં આવી ગયો હતો. અમે ત્રણે સાથે ચર્ચ ગેટ સ્થિત એક રેસ્ટોરન્ટ માં ગયા હતા. અમે બધા એ તેમની મન ગમતી વાનગી મસાલા ડોસા અને ટોમેટો આમલેટ્સ નો ઓર્ડર આપ્યો હતો. પછી મારા અને પરમેશ્વર માટે કોલ્ડ કોફીનો ઓર્ડર આપ્યો હતો.. અને ફ્લોરા એ પોતાનું મન પસંદ મેંગોલા પીધું હતું

       અમે લગભગ એક કલાક સાથે રહ્યાં હતા.. પરમેશ્વરે પોતાની અંગત વાતો કરી હતી.

        " હું વિદેશ માં નોકરી કરવા માંગુ છું. મેં પાસપોર્ટ માટે અરજી પણ કરી છે. "

         નીકળતી વખતે પરમેશ્વરે ફ્લોરા માં બર્થડે માટે મને આમંત્રણ આપ્યું હતું.

          તેનો જન્મ દિવસે રવિવાર હતો. બંને લોકો ને ઘરે થી આવવાનું હતું. ચર્ચ ગેટ સ્ટેશને મળવાનું હતું.

        પણ શું થયું હતું?

        બંને મળી શક્યા નહોતા.

         અને ફ્લોરાનો જન્મ દિવસ ઉજવી શકાયો નહોતો. આ વાત નો રંજ વસ્યો હતો

                    00000000000   ( ક્રમશ: )