પ્રકરણ -16
અમારા સંબંધો વધુ મજબૂત થતા ગયા હતા . અમે વારંવાર મળતા હતા , અને એટલું જ નહીં, અમે સાથે ફિલ્મો જોવા પણ જતા હતા.
અમે આગળ જતાં અજંતા ઈલોરા માટે એક મીની પિકનિકનું પણ આયોજન કર્યું હતું. અમારા પરિવારો, ફ્લોરા અને પરમેશ્વરના સાવકા ભાઈ-બહેનો પણ હાજર હતા.
અમે સવારે 6 વાગ્યે ચર્ચ ગેટ સ્ટેશન પર મળ્યા હતા. ત્યાંથી, અમે ઇરોસ થિયેટર માટે બસ પકડી હતી , અને ત્યાંથી ચાલી ને , ગેટવે ઓફ ઈન્ડિયા ગયા હતા, અને પછી લોન્ચ દ્વારા અજંતા ઈલોરા ગયા હતા.
ત્યાં પહોંચતાની સાથે જ, અમે બધાએ ચા અને નાસ્તો કર્યો હતો. અને બધા બાળકો રમવામાં વ્યસ્ત થઈ ગયા હતા. અમે તેમને રમતા જોઈ રહ્યા હતા. બાળકોનો ખેલના અનેક પ્રકાર હતા. જેમાં ભાગવા દોડવાનું વધારે થતું હતું. એટલે અમે તેમાં જોડાઈ શકતા નહોતા વિચિત્ર હતો. અમે તેમાં જોડાઈ શક્યા નહીં, તેથી તેમણે જોઈને ખુશ થતાં હતા.
ત્યાર બાદ અમે બેઠી ખો માં જોડાયા હતા.. લંચ નો સમય થઈ ગયો હતો. અમે બધા ગોળ કુંડાળું કરી જમવા બેસી ગયા હતા. આરતી મેથી ના થેપલા અને બટાટા, કાંદા નું શાક બનાવીને લાવી હતી. જ્યારે ફ્લોરા મસાલા ડોસા અને ઉત્તપ્પા લાવી હતી જે પરમેશ્વરે પોતાના હાથે બનાવ્યા હતા.. અમે ઘણી બાબત માં એક બીજાની કાર્બન કોપી જેવા હતા, પણ આ મામલા માં પરમેશ્વર મારા થી આગળ હતો. તે જોઈ આરતીએ ટકોર કરી હતી. "
"જોયું તમારા દોસ્ત કેટલા આગળ છે? "
બપોરે બારેક વાગ્યા પછી, અમે પાછા બેસીને ખો રમ્યા. ત્યાર બાદ અંતકડી નો ત રાઉન્ડ શરૂ થઈ ગયો હતો. એક બાજુ સુંદર અને હું હતા, અને બીજી બાજુ પરમેશ્વર અને તેના નાના અને મોટા ભાઈ-બહેન હતા. આરતી અને ફ્લોરાએ તેમાં વધુ ભાગ લીધો ન હતો
મૈં અંતઃકડી નો પ્રારંભ કર્યો હતો.
તેરે પ્યાર કા આસરા ચાહતા હું,
વફા કર રહા હું, વફા ચાહતા હું,
તેનો જવાબ પરમેશ્વરે આપ્યો હતો.
હમ તો તેરે આશિક hai સદીયો પુરાને
ચાહે તું માને ચાહે ના માને,
નફરત કરને વાલો કે સીને મેં પ્યાર ભર દૂ
મૈં વહ પરવાના હું પથ્થર કો મૌન કર દુ,
દિલ તડપ તડપ કે કહ રહા hai આ ભી જા
હમ સે આંખ કા છીપા,
પ્યાર કરને વાલે જીતે હૈ જીત હૈ શાન સે
સો સાલ પહલે મુઝે તુમ સે પ્યાર થા
આજ ભી હૈ ઔર કલ ભી રહેગા,
ગીત ગાતા હૂં મૈં ગુનગુનાતા હૂં મૈં
મૈને હસને કા વાદા કિયા થા
ઇસ લિયે સદા મુસ્કુરાતા હૂં મૈં
મુઝ કો અપને ગલે લગાલો
અય મેરે હમરાહી
તુજ કો ક્યા બતલાઉ મૈં
મેરી આવાજ સુનો પ્યાર કા રાગ સુનો
મૈને એક ફૂલ જો સીને સે લગા રખા હૈ
પરમેશ્વરે ગાયું હતું. મને ' હ ' શબ્દ થી ગીત આવડતું હતું. પણ હું તેને હારતો જોઈ શકતો નહોતો. તેથી મેઁ કોઈ જવાબ આપ્યો નહોતો. તેથી તે જીતી ગયો હતો. તેને તો આ વિશે કોઈ માહિતી નહોતી, પણ ચાલાક ફ્લોરા મારી ચાલાકી પામી ગઈ હતી. અને મેં તેને રોકી હતી. મારો ઈશારો આરતી એ પણ નિહાળ્યો હતો. તે મારી ઉદારતા થી ખુશ થઈ હતી.
ત્યાર બાદ મારા કહેવાથી ફ્લોરા એ ગુજરાતી સ્ટાઇલ થી સાડી પરિધાન કરી હતી.. બંને નો મેં એક ફોટો ક્લિક કર્યો હતો. બંને મારે માટે ખૂબ જ મહત્વ ધરાવતા હતા.
ત્યાર બાદ કોઈ બાબત પરમેશ્વર ને માઠું લાગ્યું હતું. આ માટે પોતે જ જવાબદાર હતો. તેણે સિગારેટ પીવાની આદત હતી.. ફ્લોરા ને તેની આ આદત પ્રત્યે ચિઢ હતી. તેણે પોતાના પતિ સામે મારી પ્રશંસા કરી હતી.
" તારા કરતાં મારો ભાઈ સારો છે. એક વાર ટકોર કરતા સિગારેટ મુકી દીધી. "
કોઈ પણ પતિ પોતાની આંખો સામે અન્ય પુરુષ ની પ્રશંસા સહી શકતો નથી. પરમેશ્વર ના પણ આ જ હાલ હતા, પણ તે ફ્લોરા ને પોતાની જાન થી પણ અધિક ચાહતો હતો. આ સ્થિતિ માં તેણે આ વાતને પ્રાધાન્ય આપ્યું નહોતું.
દિવસ આખો ક્યા વીતી ગયો? તેની કોઈ ખબર ના પડી.
સાંજના છ વાગી ગયા હતા. આથી અમે પેક પ કરી ડોક ભણી પ્રયાણ કર્યું હતું. અને લગભગ પોણા કલાક માં ગેટ વે ઇન્ડિયા પહોંચી ગયા.
. રસ્તામાં મારી તેમની સાથે ખૂબ વાતો થઇ હતી. અમારા અનુભવો ની લેન દેન થઇ હતી. હું લેખક હતો. તેઓ આ વાત જાણતા હતા. મારી વાર્તા ઓ ગુજરાતી ભાષા માં હતી. બંને માં થી કોઈ તેને વાંચી શકતું નહોતું. આ સ્થિતિ માં પરમેશ્વરે મારી વાર્તા સાંભળવાની ઈચ્છા જાહેર કરી હતી. અને મેં મારી ' મીનૂ માસ્ટર' તેને કહી સંભળાવી હતી.
બંને વાર્તા સાંભળી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે ભરપૂર મારા વખાણ કર્યા હતા.
ગેટ વે ઓફ ઇન્ડિયા થી અમે બે ટેક્સી કરી ચર્ચ ગેટ પહોંચ્યા હતા. અને બંને પરિવાર અલગ ગાડીમા પોતાના મુકામ પહોંચી ગયા હતા.
મેં પહોંચી ને પરમેશ્વર ને ફોન કરી ને પૂછ્યું હતું.. તેઓ સલામત ઘરે પહોંચી ગયા હતા.. તે વખતે મને એક વાત યાદ આવી હતી જેણે મારૂં મન ખાટું કરી નાખ્યું હતું.
તેના બે દિવસ અગાઉ એક લેટર ટાઇપ કરવાનો હતો.
એ વખતે તે કિચન માં હતી અને કિશન જોડે વાત કરી રહી હતી. બંને વચ્ચે કોઈ અણબનાવ બની ગયો હતો. છતાં તેઓ આપસ માં વાતો કરતા હતા. આ વાતે મને અચરજ થયું હતું, સાથોસાથ દુઃખ પણ થયું નહોતું.
તે વખતે મને લેખક પરાજિત પટેલ ની કોલમ યાદ આવી ગઈ હતી..
" નારી તને ના ઓળખી. " સ્ત્રી સાપ્તાહિક માં નિયમિત તેમની આ કોલમ છપાતી હતી.
જેનો એક જ નિષ્કર્ષ હતો. સ્ત્રીને ઓળખવી ઘણી જ મુશ્કેલ છે. ખુદ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી એ પોતાના હાથ હેઠા મૂકી દીધા હતા.
મૈં તેને મેસેજ મોકલ્યો હતો. છતાં ઘણી વાર સુધી તે આવી નહોતી.
પછી તે આવી હતી. મારૂં શું કામ હતું? મારી તબિયત સારી નથી તો હું થોડો બ્રેક લઈ રહી હતી.
મૈં તેને કહ્યું હતું : " એક લેટર ટાઇપ કરવાનો છે.."
" એટલો અર્જન્ટ હતો તો રશ્મિ પાસે કરાવી લેવો હતો ને? "
તેના આ જવાબ થી મને માઠું લાગ્યું હતું. મારી ભૂખ પણ મરી ગઈ હતી. મેઁ ખાવાની માં પાડી હતી. આથી ફ્લોરાનું અનુકરણ કરી બધા એ જમવાની ના પાડી દીધી હતી. આ વાત બરાબર નહોતી.
મેં ફ્લોરા ના લંચ બોક્સ માં થી બોઈલ્ડ ઈંડુ ઉપાડી ભોજન નો પ્રારંભ કર્યો હતો. અને બધા એ જમી લીધું હતું. છતાં મારૂં મૂડ ઠેકાણે નહોતું આવ્યું. ફ્લોરાના વર્તને મને બહું ખરાબ લાગ્યું હતું.
આ સ્થિતિ માં ફ્લોરા અને ઓપરેટર કાજોલે એક સ્ટંટ નો આશરો લીધો હતો. તેમણે મને કહ્યું હતું.
" તમારા ઘરે થી ફોન આવ્યો હતો. તમારા ડેડી ની તબિયત બગડી આવી છે. તમને તાબડતોબ ઘરે બોલાવ્યા છે. "
હું તરત જ સુશીલ ભાઈ ની અનુમતિ લઇ ઓફિસ ની બહાર નીકળી ગયો હતો.
મારી તબિયત સારી નહોતી. આ હાલતમાં હું ઘરે જઈ બધા ને પરેશાન કરવા માંગતો નહોતો.
આથી હું ફિલ્મ ની ટિકિટ ખરીદી થિયેટર માં ઘુસી ગયો હતો.
00000000000 ( ક્રમશ : )