પ્રકરણ - 17
ફિલ્મ જોતા પહેલા મેં ગીતા આપેલું વચન તોડ્યું હતું, અને ફ્લોરાના વર્તનથી મને ધૂમ્રપાન કરવાની ફરજ પડી હતી. મેં જે છોકરીઓને માની હતી તેમને પોતાની ગણી હતી, તેમણે જ મને ધૂમ્રપાન કરવા માટે દબાણ કર્યું હતું: પહેલા સુહાની, પછી ફ્લોરા.
ફિલ્મ સમય પસાર કરવા માટે પસંદ કરી હતી. પણ મારૂં મૂડ તદ્દન ખરાબ હતું. કોઈ રીતે ચેન પડતું નહોતું. આ સ્થિતિ માં હું થિયેટર માં ઘુસી ગયો હતો. પણ ફિલ્મ માં શું હતું? તે ક્યા વિષય પર હતી. તેમાં કોણ કામ કરતું હતું. તે વિશે મને જાણવાની પણ જરૂરત નહોતી.
છ વાગ્યા ની આસપાસ ફિલ્મ પૂરી થતાં હું ગાર્ડન માં પહોંચી ગયો હતો. હું ફ્લોરાને મળવા માંગતો હતો. પણ તેને માટે મારે એકાદ કલાકની રાહ જોવી પડે તેમ હતી.
ત્યારે એક જ પ્રશ્ન મને સતાવી રહ્યો હતો. એવું તે શું હતું જેને લઈને ફ્લોરા કિશન પ્રત્યે આટલી ઓળઘોળ થઈ ગઈ હતી.?
બરાબર સાત વાગે હું તેના ઘરે પહોંચી ગયો હતો. તે હજી તાળું ખોલી ને ઘરમાં દાખલ થઈ હતી. તેની પાછળ હું જઈને ઉભો રહી ગયો હતો. મને જોઈ તેણે મારી આગતા સ્વાગતા કરી હતી. હું ત્યારે પણ અપ સેટ હતો. તે જોઈ ફ્લોરાને પણ નવાઈ લાગી હતી. મને તેની ચિંતા રહેતી હતી. કિશન પર બિલ્કુલ વિશ્વાસ નહોતો.. તે નવનીત રાય ને ફ્લોરાની બધી માહિતી પૂરી પાડતો હતો. તે જરૂર ફ્લોરાની પીઠ પાછળ ઘા કરશે આ વાતની મને ભીતિ લાગતી હતી. તેણે જ નવનીત રાય ને અમારા સંબંધો વિશે નવનીત રાય ના કાન ભર્યા હતા.
તેણે ઘરમાં દાખલ થતાં મારી માફી માંગી હતી. તેના વર્તને મેં નિખાલસ પણે સિગરેટ મોઢે લગાડવાની કબૂલાત કરી હતી. પણ તે મને કાંઈ કહી શકી નહોતી.. પિકનિક માં તેણે મારી પ્રશંસા કરી હતી. તે વાત મને યાદ આવી ગઈ હતી. આ વાતનો મને અફસોસ થયો હતો.
શરૂઆત માં થોડી આડી વાતો કરી હું મૂળ વાત પર આવ્યો હતો.
" તને તો કિશન જોડે કોઈ વાતચીત નો વ્યવહાર નહોતો. તેણે એવું તે શું કામણ કરી નાખ્યું, જેને લઈને તું આટલી ઓળઢોળ થઈ ગઈ? "
" તે મારે માટે જોબ ની ઓફર લઈને આવ્યો હતો. હું પ્રેગનેંટ છું તે જાણવા છતાં તે કંપની મને જોબ આપવા તૈયાર હતી, મને મેટરનિટી લિવ પણ આપવા તૈયાર છે. આ કારણે હું ખરેખર હરખઘેલી બની ગઈ હતી. "
કિશન તેને માટે જોબ અપાવવા તૈયાર થયો હતો. આ વાતની મારા દિમાગ માં ગડ બેસતી નહોતી. મને આ માં તેની કોઈ રાજનીતિ હોવાની ભીતિ લાગી હતી. તેના ઈરાદા વિશે ગંધ આવી હતી..
પણ તેને ના માનવાનું કોઈ કારણ નહોતું. તેથી તે બાબત કોઈ નકારાત્મક પ્રત્યાઘાત રજૂ કરવાની કોઈ સ્થિતિ મને જણાઈ નહોતી.
મેં તે તત્કાલ આ વાત પર પડદો પાડવાનું ઉચિત લેખ્યું હતું. પણ જોબ નક્કી કરવામાં ઘણો સમય લાગ્યો હતો. આ દરમિયાન માં નવનીત રાયે તેને પાણીચું પકડાવી દીધું હતું. અને ફ્લોરા ના ઘરની ના બહારની રહેવા પામી નહોતી.
તેની ડિલિવરી નો ટાઈમ આવી ગયો હતો. આ સ્થિતિ માં નોકરી કરવાનો કોઈ અવકાશ નહોતો બચ્યો.
એક બપોરે પરમેશ્વર નો ફોન આવ્યો હતો.
" ફ્લોરા એ એક બાળકી ને જન્મ આપ્યો છે. "
સમાચાર સુણી હું આરતી ને લઈ મેટરનિટી હોમ પહોંચી ગયો હતો.
બંનેને અંતઃકરણ પૂર્વક અભિનંદન આપ્યા હતા. અને બાળકી ના હાથ માં રોકડ રકમ થમાવી દીધી હતી.
લગભગ ત્રણ ચાર મહિના તો તે કામ પર જવાની સ્થિતિ માં નહોતી. પછી તેની જાણ માં એક વ્યકિત હતો. તે એક સારી જગ્યાએ કામ કરતો હતો. તેની ભલામણ થી ફ્લોરા ને સારો જોબ મળી ગયો હતો. મારી જેમ તે એ વ્યકિત ને ભાઈ માનતી હતી.
ફ્લોરા રોજ તેની સ્કૂટી પર ઓફિસ જતી હતી, ઘરે આવતી હતી. બંને વચ્ચે અમારા જેવું જ ટ્યુનિંગ થઈ ગયું હતું. તેની પત્નિ પણ તેની જોડે સગી બહેન જેવો વ્યવહાર કરતી હતી.
આ ગાળા માં મારૂં ફ્લોરા ને મળવાનું ઓછું થઈ ગયું હતું. તેનો આરીફ જોડે સંબંધ ગાઢ થઈ ગયો હતો.
પરમેશ્વર નો પાસપોર્ટ આવી ગયો હતો. તેણે એમ્પ્લોયમેન્ટ એજન્સી દ્વારા જોબ મેળવવાની કોશિશ જારી રાખી હતી.
અને એક દિવસ તેનું સ્વપ્ન ફળવાની ઘડી આવી પહોંચી હતી. તેને એક કંપની નો એપોઇન્ટમેન્ટ લેટર મળ્યો હતો. તેને એક અઠવાડિયા માં જોબ જોઈન કરવાનો હતો.
અને પરમેશ્વર હરખઘેલો બની દુબઇ જવા તૈયાર થઈ ગયો હતો. અમે લોકો તેણે સી ઓફ કરવા air પોર્ટ ગયા હતા.
તે વખતે તેની લાડકવાઈ દીકરી મુસ્કાન પોતાના પિતાને છોડવા તૈયાર નહોતી. તે પિતા વગર રહી સકતી નહોતી. તેને જેમ તેમ પટાવી, સમજાવી પરમેશ્વર વિમાન માં ચઢી ગયો હતો. તેની વિદાયે ફ્લોરા પણ ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. તેણે મૂળત: પોતાના પતિનો વિદેશ જઈને કમાવા નો વિચાર ગમ્યો નહોતો. પણ તેના દિમાગ માં એક જ વિચાર ઘર કરી ગયો હતો.
" હું મારા પરિવાર ને દુનિયાનું સમસ્ત સુખ આપીશ. "
મારા પિતાજી ને તેનો આ આઈડિયા જચ્યો નહોતો. તેથી તેમણે આ બાબત પરમેશ્વર ને નિરાશ કરવો જચ્યો નહોતો.
અને પરમેશ્વર ના ફ્લાઈટે ટેક ઓફ કર્યું હતું. અને બધા લગભગ ત્રણ વાગ્યા ના સુમારે ફ્લોરા અને તેના ભાઈઓ સાથે તેના ઘરે પહોંચ્યા હતા.
મુસ્કાન નું રુદન કેમે ય શમતું નહોતું.
લગભગ ત્રણેક કલાક વીતી ગયા હતા. ફ્લોરા મુસ્કાન ને શાંત રાખવાની, તેને સુવાડવાની કોશિશ કરી રહી હતી.
તે જ વખતે ટેલિફોન ની ઘંટડી રણકી ઊઠી હતું.
સૌ નું માનવું હતું કે પરમેશ્વરે તેના પહોંચી જવાના ખબર આપવા ફોન કર્યો હશે. ફ્લોરા ના મોટા ભાઈ એ ફોન પિક અપ કરવાનો ઈશારો કર્યો હતો. અને મેં ફોન નું રિસીવર હાથ માં લઈ કાને ધર્યું. સામે છેડે થી પરમેશ્વર નો રડવાનો અવાજ સુણાઈ દીધો.
મેઁ તેને અધીરા બની સવાલ કર્યો હતો.
" સંભવ ભાઈ! હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. "
" શું વાત છે? શાંતિ થી વાત કર. "
" અહીં દુબઈ માં એ નામની કોઈ એજન્સી નથી જેણે મને એપોઇન્ટમેન્ટ લેટર મોકલ્યો છે, ના તો મારા કોઈ વિઝા નથી. આ કારણે એરપોર્ટ ની કસ્ટમ અધિકારી ઓ એ મને અહીં જ ડિટેઇન કરવામાં આવ્યો છે. મારો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો છે. લાગે છે મને મારા પરિવાર ની, દીકરી ની હાય લાગી ગઈ છે. "
" શું કરવું? " મને કાંઈ સમજાતું નહોતું.
તે વખતે દુબઈ સ્થિત એક વ્યકિત ની યાદ આવી ગઈ હતી. શેઠ બ્રધર્સ ના કમિશન એજેંટ હતાં. જેઓ મને સારી રીતે ઓળખતા હતાં.
મેઁ તરત જ તેમને ફોન કર્યો હતો.
મારો અવાજ સુણી તેઓ ચકિત થઇ ગયા હતાં.તેમણે મારો અવાજ પણ પારખી લીધો હતો.
તેમણે તરત જ સવાલ કર્યો હતો.
" મિ. દેસાઈ! ક્યા બાત હૈ? ઇતની સુબહ ક્યોં ફોન કિયા.? "
મેઁ ટૂંક માં સારી વાત સમજાવી દીધી.
અને તેમણે મને ધરપત દીધી હતી.
" ફિકર ના કરો. બધું ઠીક થઇ જશે. તમે એનો ફોન નંબર આપો. "
અને મેં તે આપી દીધો.
તેમણે ફોન કરવાનો વાયદો આપી લાઈન કટ કરી નાખી.
000000000000 ( ક્રમશ: )
ચ્યો નહોતો