Part 15 :
અજાણ્યો માણસ આવીને બોલ્યો કે : " સો ઝેરીલા સાપ એમ કહે કે અમે તમને નહીં કરડીએ તો એમના પર ભરોસો કરી શકાય ; પરંતુ મિત્રા જો એમ કહે કે હું તમને સાથ આપીશ તો એનો ભરોસો ના કરાય "
આ વાત સાંભળીને ત્યાં ઊભેલા બધા સ્તબ્ધ થઈ ગયા કે આ માણસ શું બોલી રહ્યો છે ??
રિદ્ધવ મન માં વિચારી રહ્યો હતો કે આ માણસ નો અવાજ ગઈ કાલે રાત્રે જે માણસ તેને મળ્યો હતો તેનાથી અલગ છે , આમ વિચારીને તે પેલા માણસ ની નજીક જાય છે અને તેનું મોઢું જે કાપડથી ઢંકાયેલું હતું તેને જોરથી ખેંચે છે , આ જોઈને ફરી બધા સ્તબ્ધ થઈ જાય છે.
" તું ?! , માન્યું કે તે ફ્રાન્સ વિશેની માહિતી અમને આપી અને અમે તારા પર ભરોસો કર્યો ; પણ તું મિત્રા પર શું આરોપ મૂકી રહ્યો છે ? , SK એ તને જીવતો રાખીને જ સૌથી મોટી ભૂલ કરી છે , તું ફરી કંઈક તારી ચાલ ચાલી રહ્યો છે ને ; પણ અમે તેમાં ફસાવવાના નથી " ધનશ બોલ્યો.
" એક મિનિટ ધનશ ; તવંશ શું કહેવા માગે છે , તેની આખી વાત આપણે જાણી લઈએ અને મને નથી લાગતું કે આપણી ઇન્ટેલિજન્સ સિસ્ટમ ને તવંશ જેવો મામૂલી વ્યક્તિ હેક કરી શકે , આની પાછળ જરૂર કોઈ બીજા વ્યક્તિ નો હાથ છે " Queen આટલું બોલી અને ધનશ ને કહ્યું તવંશ પાસેથી બધી માહિતી કઢાવ.
ધનશ તવંશને મારવા જતો હતો ત્યાં જ તે બોલ્યો - " મને મારશો નહીં ; મને SK એ જ જીવતો મૂક્યો હતો અને મને પૈસા આપ્યા હતા , એણે મને એમના તરફથી કામ કરવા કહ્યું હતું , તેણે જણાવ્યું હતું કે સમય આવશે ત્યારે તારે અમારા કામ કરવાના રહેશે , મેં ત્યારે તેને પૂછ્યું હતું કે મારે શું કરવાનું છે ? , ત્યારે તેણે મને એક નંબર આપ્યો હતો અને બોલ્યો હતો , જ્યારે જ્યારે આ નંબરમાંથી કંઈક ફોન કે મેસેજ આવે ત્યારે ત્યારે તારે એ કામ કરવાના છે , જો નહીં કરે તો તારી જિંદગી એ પછીના ક્ષણે પૂરી એમ સમજી લે જે , એટલે મને જે મુજબ માહિતી મળી હતી એ મુજબ હું કામ કરતો હતો , મને પહેલા ફ્રાન્સ જવાનું કહેવામાં આવ્યું હતું , ત્યાં હું પહોંચ્યો અને ત્યાં જોયું તો રાત્રિના સમયે મેં ભયાનક આત્માઓ ને જોઈ હતી , ફ્રાન્સ ની માહિતી મને એ લોકો એ તમને કહેવા માટે પણ અહીં તરત જ મોકલી દીધો , મને Andy નું લોકેશન સિક્યોરિટી હેડને આપવા માટે પણ એ લોકોએ જ કહ્યું હતું અને મિત્રા વિશે આવું બોલવાનું છે એવું પણ એ લોકો એ જ કહ્યું હતું , એમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો તમે લોકો મને પકડી નહીં પાડો તો મારે સામેથી મારી ઓળખાણ તમને આપીને બધી વાત જણાવવાની છે "
તવંશ ની આ વાત સાંભળીને ફરી બધા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા કે આ કોણ લોકો છે કે જે આટલી બધી માહિતી રાખીને બેઠા છે અને સામે કેમ નથી આવતા ??
પણ એ જ સમયે બધા ના મન માં એક ભય પણ સતાવી રહ્યો હતો કે જો એ લોકો બધું જાણે છે તો એનો મતલબ એ થયો કે એ આ બધું કંટ્રોલ કરી રહ્યા છે અને તે જે ધારે એવું કરી શકે છે.
સમય ન વેડફતા Queen એ પૂછ્યું - " અમે શા માટે તારી મિત્રા વિશેની વાત ને માનીએ ? એ તો SK માટે એની બહેન સમાન છે , તેણીએ અમારી ઘણી બધી મદદ કરી છે , તારી પાસે એવી કઈ વાત છે કે જેના લીધે અમે મિત્રા ને દુશ્મન બનાવીએ ?? "
" મિત્રા શરૂઆતથી US ના એજન્ટ સાથે મળેલી છે , US નો એજન્ટ તેનો ફિયાન્સ છે , મિત્રા તમને બધાને ટૂંક સમય માં જ ફસાવીને આ કંપનીને તેમજ આ સંપૂર્ણ સામ્રાજ્ય ને હડપી લેવા માગે છે , તે SK ને રસ્તે થી હટાવવા માગતી હતી એટલે એજન્ટ ની મદદથી તે SK ને મારી નાખવા માગતી હતી ; પરંતુ તેને હિમાલય માં SK નું લોકેશન મળતું નહોતું , એટલે જ ઘણા દિવસો થી અમે એક અમેરિકા ના એજન્ટ ને હિમાલય ના જંગલો માં ફરતો જોયો હતો અને અમે તેની તાત્કાલિક બધી માહિતી એકત્ર કરી , જ્યાં સુધી મિત્રા ને SK વિશે ખબર પડી ત્યાં સુધી અમે Andy ની મદદ થી SK ને બીજા સ્થળે લઈ ગયા "
પણ તું કોણ છે ? અને આટલી બધી મદદ કેમ કરે છે ??
" The man who created the three legends "....