એક તરફ અમાવસની આ ભયાનક રાત્રી જયારે અવારનવાર લોકોની લાશો જંગલમાંથી મળી આવતી હોય છે અને એવીજ અમાસની રાત્રે કિશન, માજીદ અને અજાણ્યા મુસાફરે દેવગઢ તરફ બગીની રવાનાગી કરી . આ લોકોની અહિયાં સફર ચાલુ થઈ તેજ સમયે ગોધરા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર અવંતી નાથની બદલી થઈ.
અવંતી નાથનું ગોધરા પોસ્ટિંગ થતાંજ તે એકશનમાં આવી ગયાં. છ ફૂટ લાંબા અને રંગે ઘઉંવર્ણ ધરાવતા અવંતી જ્યારે રાજદૂત લઈ પસાર થતાં ત્યારે આવારા તત્વો બુમ પાડી જતાં. એમની બદલી થયાં પછી પણ જ્યાં એમનું પોસ્ટીંગ હોતું ત્યાંના ગુન્હેગાર છ મહિના સુધી ગુન્હો કરવાની હિંમત ન્હોતા કરતાં .
આજે ટેબલ ઉપર એક નાના બલબ હેઠળ એમના હાથ નીચે આવતાં વિસ્તારોની ફાઈલો જોતા હતાં . એવામાં દેવગઢ બારિયાની ફાઈલ હાથમાં આવી. સિગારેટનો કસ લેતા ધીરે ધીરે અવંતી નાથે આંખો વધું ઊંડે ઉતારી અને પોતાના સ્ટેશનમાં રહેલાં કોન્સ્ટેબલ ડાબરને અવાજ આપ્યો. ડાબર… ડાબર. . જી સાબજી મેં આવ્યો .
ડાબર મૂળ નેપાળનો પણ ગુજરાતમાં એમની ચાર પેઢીઓ થઈ ગયેલી અને પંચ મહાલ જિલ્લામાં નોકરી અને વસવાટ હોવાથી ડાબર ગુજરાતી હિન્દી ને વાગડી મિક્ષ કરી દેતો પણ બહુજ ઈમાનદાર અને ભરોસો કરાય એવો યુવાન હતો . ઉંમર એની ત્રીસ વર્ષ અને સ્વભાવે ભોળો . જેવો અવંતી નાંથનો ભારે અવાજ કાનમાં પડ્યો સફાળો બેઠો થઈ ગયો.
જી સાબજી.. અરે ડાબર આ દેવગઢ બારીયા આપડી હદમાં આવે છે ને? જી સાબ.. તો અહિયાં વર્ષોથી જે ખૂની ખેલ ખેલાયા કરે છે એની કોઈએ છાન બિન કેમ નથી કરી? અવંતી થોડા રોષમાં બોલી ગયો. શુ શુશ……. ડાબર ગભરાઈ ગયો અને સામે મોટો અધિકારી ઊભો હોવા છતાં આંગળીથી ચૂપ રહેવાનો ઈશારો કરવા લાગ્યો. સાબજી મેરી બાત સુનો સાબ. આપ ઇસકી બારી મેં કુશ મત બોલો સાબજી. કોઈ ઇસ્કા બારે મેં બાત ની કરતાં સાબ. ફાઈલ મેં જુ જુ આપને પડા નાં સાબજી વું સબ સચ છે સાબજી. ભૂત કા મામલા છે સાબજી. મુંઝે ઇસ સે દુર રકો સાબજી.. ડાબર એની તડપદી ભાષામાં થોડો ડરેલો અને ગભરાયેલો એક શ્વાસમાં બધું બકી ગયો અને અવંતી ચૂપચાપ સિગારેટનો કસ લઈ રહ્યો હતો બિલકુલ નિરુત્તર થઈને. ઠીક છે તું જા ડાબર. અવંતી નાથ એ ઓફિસર માંથી ન્હોતો જે કોઇપણ પ્રશ્નોના ઉકેલ માટે ઉતાવળ કરે પરંતું એની કાર્ય કરવાની શૈલી એને બધાથી અલગ બનાવતી હતી.
ડાબર ચાલ્યો ગયો એ પછી અવંતી નાથે કડક ચા મંગાવી અને સિગરેટ અને ચા ની ચુસ્કીનાં સહારે આખી ફાઈલ વાંચી લીધી. મતલબ કે છલાવા એમ… વાહ.. આની ઊંડી તપાસ કરવા મારે આ કેસ હાથમાં લેવો જ પડશે. ફાઈલ હાથમાં લઈને અવંતી નાથ સિગરેટ ફૂંકતા ફૂંકતા પોતાની જીપમાં ઘર તરફ઼ જવા રવાના થયાં. ડાબર ત્યાંજ ઊભો હતો. અરે ડાબર આવતીકાલે બે ચાર જોડી કપડાં લઈ લે જે.. કેમ? હું અને તું થોડા દિવસ માટે દેવગઢ રહીશું. ડાબરનું મોઢું મુરઝાઇ ગયું. અરે કાલે જવાનું છે આજે નહી કારણ કે આજે તો અમાસ છે અને મારે જોવું છે આજે શું થાય છે અને હસતા હસતા અવંતી જીપ લઈ નિકળી ગયા.
બીજી બાજૂ જ્યાંથી છલાવાની હદ શરૂ થાય એ પહેલાં સંતરોડ ઢાબા ઉપર કિશને બગી ઊભી રાખી . ચા નાસ્તા પાણી બીડી સિગારેટ જે પણ જોઈતું હોય એની માટેનું આ દેવગઢ જતાં છેલ્લું સ્ટેશન હતું પછી આગળ કોઇપણ જ્ગ્યાએ કશું મળે એમ ન્હોતું. અરે જયંતીલાલ એક સરસ ચા પીવડાવો. અને આજે અહિયાં ઢાબા પર કેમ શાંતી છે? માજીદે પૂછ્યું. શું કહું માજિદ ભાઈ આજે અમાસ એટલે આજે તો આવુજ રહેવાનું . પણ તમે ક્યાં ઉપડ્યા? સાચું કહું એક તમે જ એવા નીડર છો જે હંમેશાં અમાસ હોય કે પૂનમ આ રસ્તે નીકળો છો વગર ડરે. અલ્લાહ માલિક છે જયંતિ લાલ.. આ ભાઈ કોણ છે?
જયંતીલાલ આ મુસાફર સરકારી અમલદાર છે અને અહિયાં બનતાં બનાવોની છાનબીન કરી કંઇક રિપોર્ટ તૈયાર કરવા આવ્યા છે. કિશન એમને લઈને જઇ રહ્યો હતો. અબ્બા મળ્યા તો એમણે હુકમ કર્યો કે કિશનને એકલો નાં મોકલું. એટલામાં માજીદને કંઇક યાદ આવ્યુ . તે જયંતીલાલ પાસે ગયો. જયંતીલાલ મારે ચાંચેલાવ મીટર ગેજ ઉપર એક ફૉન કરવો છે મારો કન્ડક્ટર રફીક ત્યાં છે. મેં એને એક કામ સોંપ્યું હતું એ વિષે પૂછવું છે.
હા કેમ નહી.. તમારો જ ફૉન છે માજીદ ભાઈ. એક શું બે ફૉન કરો. એ જમાનામાં ફૉન નામ માત્રના હતાં પરંતું જયંતીલાલ ફૉન રાખતાં જે ત્યાંના લોકોને રાહત હતી મોટી. માજીદ ફૉન ઉપર વાત કરીને બીડી સળગાવી બાથરૂમ તરફ ગયો . મુસાફર, કિશન અને માજીદ કામ પતાવી દેવગઢ તરફ઼ નીકળી ગયાં. કિશને બગી સાથે જોડેલો કોયલ દીવો સળગાવ્યો જેઠી અંધારામાં રસ્તો સ્પષ્ટ દેખાય .
અચાનકક રફિકનો જયંતીલાલ ઉપર ફરીથી ફૉન આવ્યો . હેલો હેલો અરે જયંતીલાલ માજીદ ભાઇને ફૉન આપો ફટાફટ મારે જરૂરી વાત કરવી છે નહી તો અનર્થ થઈ જશે. અરે પણ તારી સાથે વાત કર્યા પછી એ લોકો નિકળી ગયાં પણ શું કામ હતું એ તો કહે મને અને આટલો ડરેલો કેમ છે?.જો વધારે દૂર નાં ગયા હોય તો હું સમાચાર મોકલાવી દઈશ કોઈકની પાસે. તો જલ્દી પહોચાડો કારણ કે કિશનની બગીમાં જે મુસાફર છે એ શંકાસ્પદ છે. તું એવું કેવી રીતે કહી શકે? હા જયંતિ કાકા હું સાચું કહું છું કારણ કે એ મુસાફરે એવું કહેલું કે એની ગાડી બગડી છે પરંતું અહિયાં સ્ટેશન નજીક દૂર દૂર કોઈ ગાડી બગડેલી મળી નથી અને ખેરા નાકા ઉપરથી છેલ્લાં ચોવિસ કલાકમાં કોઈ ગાડી પસાર થઈ નથી કારણ કે ભેખડ ધસવાથી રસ્તો બંધ છે તો એ મુસાફર આવ્યો ક્યાંથી અને એની ગાડી ક્યાં ગઈ?
હે ભગવાન હવે શું થશે? અને જયંતિલાલનાં હાથમાંથી ગભરાહટમાં રીસીવર નીચે પડી ગયું.
વધું આવતાં અંકે…….
( શું થશે હવે પછી, શું મુસાફરની હકિકત માજીદ અને કિશન જાણી શકશે? અને અવંતી નાથને આ કેસમાં કેમ રસ પડ્યો છે? મીત્રો તમને આ નાની નોવેલમાં બહુજ મજા આવશે એની હું ખાતરી આપુ છું અને આપનો રોમાંચ આમજ જળવાઈ રહેશે . બહું જલ્દી હું એક એક એપિસોડ વાળી ભૂતની ટુંકી વાર્તાઓ લઈને આવી રહ્યો છું ત્યાં સુધી છલાવા સાથે આગળ વધીએ. જોડાયેલા રહો મારી સાથે અને મતૃભારતી એપ સાથે અને આપના અભિપ્રાય ચોક્ક્સ આપજો જેથી હું વધુમાં વધું આપને મનોરંજન પીરસી શકું .)