Quotes by Jitesh Dattani in Bitesapp read free

Jitesh Dattani

Jitesh Dattani

@jiteshdattani024052


મિત્રો,
લેખન ના આ નવા સફર માં આપ સહુ જ્ઞાની , જાણકાર, અને સંવેદનશીલ લોકો માટે પ્રસ્તુત છે મારી નવી રચના.
આપ ને આ કેવી લાગી જણાવશો તો આભારી થઈશ.
અસ્તુ....

Read More

મિત્રો,
લેખનના મારા શોખને આપની સમક્ષ રજૂ કરવામાં મજા આવે છે, આ શૃંખલામાં ત્રીજું પીંછું અહીં પ્રસ્તુત છે,
" તમારા જેવું."
આ ચંદન, આ રેશમ, આ કુંદન તમારા જેવા છે,
આ મધુવન, આ ઉપવન, આ સ્તવન તમારા જેવા છે.
પ્રિયવદન, પ્રિય વચન, પ્રિયતમ તમારા જેવા છે,
આ વાદળ, આ વારિ, આ ગગન તમારા જેવા છે.
આ સ્મૃતિ, આ કૃતિ, આ ઊર્મિ તમારા જેવા છે,
આ સરિતા, આ કવિતા, આ ગીતા તમારા જેવા છે.
આ પ્રીત, આ રીત, આ મીત તમારા જેવા છે.
આ દીપ, આ જ્યોત, આ કિરણ તમારા જેવા છે,
આ શ્વાસ, આ વિશ્વાસ, આ આસ તમારા જેવા છે.
આ મનમોહક, આ મનોહર, આ મનપસંદ તમારા જેવા છે,
આ વાતાવરણ, આ વ્યાકરણ, આ સમીકરણ તમારા જેવા છે,
સકલ સરસ, આ સૃષ્ટિના પ્રત્યેક સુંદર રંગ તમારા જેવા છે.
મિત્રો, કોઈ પ્રતિભાવ, કોઈ સુધારા હોય તો જરૂરથી જણાવશો
અસ્તુ....

Read More

મિત્રો,
પ્રસ્તુત છે મારી બીજી રચના. થોડો લેખનનો શોખ, થોડા જાણકાર, સમજદાર અને સભ્ય વાચકો જો એક જગ્યાએ સાથે મળે, તો ખંડેરોને પણ નવનિર્માણના રંગરૂપ મળે. આવું વિચારી અહીં જે મનમાં આવે તે ઉતારું છું, આશા પણ રાખું છું આપ પસંદ કરશો.

"સમજણ"

દુનિયામાં એની કોઈ કદર નથી કરતું, જે મળેલ છે,
હા દરેકના મનમાં, જે નથી તેની કમી રહે છે.

સફરનું તો શું કહેવું, એ તો જીવનભર ચાલે છે,
મુદ્દો તો લાગણીનો છે, એ ક્યાં હાથ રહે છે.

સમયસરના જ વહાલ, વિચાર, વરસાદ કામના,
કમોસમી વાદળોનું પણ ક્યાં કોઈ માન રહે છે.

કેટલા અજબ મૂલ્યો થઈ ગયા છે હવે દુનિયામાં,
લોકોના એક હાથમાં ગુલાબ, બીજામાં ખંજર રહે છે.

સમજદારી એ છે, દરેકને સમજવા દેવું એ જ સમજદાર છે,
ખબર પડે સમજદારોની જ્ઞાતિમાં કોણ સમજદાર રહે છે.

એ હકીકત છે, દરેક હસતો ચહેરો ખુશ હોય જરૂરી નથી,
ઘણા અટ્ટહાસ્ય પણ, એકાંતમાં અફસોસ કરતા રહે છે.

ઘસઘસાટ ઊંઘ પણ એટલી સહેલી નથી હોતી સાહેબ,
એ માટે જોવું પડે દિનભર હૃદયમાં કેટલી ઈમાનદારી રહે છે.

આશા છે, આ રચના આપને પસંદ આવશે, જો સુચન, પ્રતિભાવ, પસંદ-નાપસંદ, જણાવશો તો આગામી રચના માં એનો સમાવેશ કરવા પ્રયત્ન કરીશ.
અસ્તુ...

Read More

મિત્રો,
હું ગુજરાત ના જૂનાગઢ શહેર માં રહું છું, થોડો ગઝલ શેર શાયરી નો શોખ રાખું છું, થોડું લખું છું, અહીં આ વિશાળ પ્લેટફોર્મ પર લખી આપ સૌ સમક્ષ મારી રચનાઓ લખવા નું મન થયું , તો અહીં પ્રસ્તુત છે મારી એક રચના.

" પૂછપરછ"

આ દર્દ, આ લાચારી, આ વ્યથા, આ લાગણી,
મારી જેમ તમે સમજી શકો ખરા?
અનુભવી, સોગંધ ખાઇ, સાચું કહો,
મારી જગ્યા એ તમે રહી શકો ખરા?
હું તો બીજા ઓ સાથે પણ તમારા માટે કહું છું,
શું તમે ખુદ ને, મારા માટે કહી શકો ખરા?
મારી બધી દિશા, સમૂળગી તમારી તરફ છે,
શું તમે થોડા, મારી તરફ આવી શકો ખરા?
આવજાવ તો જીવન નો નિયમ છે, હું થંભી ગયો છું,
તમે થોડો સમય, સમય ને ચાલવા ના કહી શકો ખરા?
બીજુ કંઈ ઈચ્છતો નથી, તમારી ખુશી સિવાય ,
શું તમે પણ મારી ખુશી ચાહી શકો ખરા?
જે વચ્ચે હતું, પાણી હતું , વહી ગયું નદી બની,
આ કિનારે હું ઊભો, લહેર બની મારી તરફ વહી શકો ખરા?
શું આ રચના ની લાગણી, શબ્દશૈલી, આપ ને ગમી, જો એમ હોય તો જણાવશો... આપનો આભારી થઇશ.
અસ્તુ....

Read More