Gujarati Quote in Poem by Jitesh Dattani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો
ફરી એક વખત આપ ની સમક્ષ પ્રસ્તુત છે મારી નવી રચના, આશા છે આપ ને પસંદ આવશે.


"કથાનો સાર"
પ્રેમ લખ્યું, પ્રીત પણ લખી, વાત મન ના ભાવ લખવાની હતી, ચાહત લખી, મુહોબ્બત લખી, પણ નિશાની અધૂરપ ની હતી ,
હવે સમજાયું પછી મને, વ્યર્થ મહેનત હતી આ બધી,
જરૂરત તો ફક્ત અહીં પર તમારું નામ લખવાની હતી.
ગગન ફરી લીધું, દુનિયા ઘૂમી લીધી, શાતા ના મળી,
જરૂરત ફક્ત, આ ચહેરો તમારો, નીરખવાની હતી.
જ્યાં સુધી દૃષ્ટિ પહોંચે અજંપો બેચેની દેખાય છે ધરા પર,
મન ના આરામ માટે તો જરૂરત તમારી આંખો જોવાની હતી.
સહુ સંબંધી શહેરમાં જોયા, મેળા પણ ઘણા ફર્યો,
ભીડમાં પણ એકલો હતો હું, નિશાની તમારી યાદોની હતી.
ભાષા ઘણી શીખી, વાતો પણ થોકબંધ કીધી,
લાગણીની વાતો તો, તમારા આ મૌનની હતી.
સમયના વહેણમાં વહ્યું જીવન, અવિરત નિરર્થક,
સફરને સાર્થક કરવામાં કમી તમારા સાનિધ્યની હતી.
નામ હૃદય પર તમારું લખી, કલમ ને તિલાંજલિ આપી,
આખી આ કથાનો સાર, ઈચ્છા તમારા સુધી પહોંચવાની હતી.
..આપ ના પ્રતિભાવ ની આશા સાથે,
અસ્તુ...

Gujarati Poem by Jitesh Dattani : 112031533
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now