Shabd-pushadhi - 6 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 6

Featured Books
Categories
Share

શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 6

 શબ્દ-ઔષધિ  ભાગ - 6

આજનો શબ્દ છે,  "સુખસુધી"

 સુખ સુધી પહોંચવા માટેનો એકજ રસ્તો છે, 

કાંતો તું સુખ સુધી પહોંચ

અથવા તો, તું

સુખને તારા સુધી પહોંચવા દે 

આ બે વાક્યોનો અર્થ જેને સમજાઈ જાય છે,

એને સુખ સુધી પહોંચતા કોઈ રોકી નથી શકતું. 

વિગતે સમજીએ તો, 

તું સુખ સુધી પહોંચ, એનો અર્થ કે, 

હે માનવી 

તું સુખ પામવા ના જે પ્રયાસો, પ્રયત્નો, કોશિશ કે પછી મહેનત કરે છે, 

એને સૌથી પહેલાં તો તું યોગ્ય રીતે સમજી લે, જાણી લે અને પછી તું એ દિશામાં ખૂબજ કાળજીપૂર્વક, અને ધીરે ધીરે એક એક પગલું માંડ, કોઈ જ ઉતાવળ કર્યા સિવાય આગળ વધ. 

કેમકે જ્યાં સુધી તને સાચી દિશા નહીં સમજાય ત્યાં સુધી તારી બધી જ મહેનત એળે જશે. 

અને સૌથી વધારે જો કોઈની ભૂલ થતી હોય,

તો એમાં પહેલી ભૂલ એ હોય છે કે,

જલ્દી જલ્દી કંઈ પામી લેવાની ઉતાવળ, અને બીજી મોટી ભૂલ એ હોય છે કે, પોતાની કાચી આવડતને પાકી આવડત સમજીને ભરેલું કોઈ પગલું. 

માટે જો તારે તારા જીવનમાં ખરેખર સુખ પ્રાપ્ત કરવું હોય તો,

સૌથી પહેલાં તો તું ધીરજ રાખતા શીખ,

કેમકે

જીવનમાં સુખ, કે શાંતિ પ્રાપ્ત કરવા માટેનો આ સૌથી પહેલો નિયમ છે, ધીરજનો ગુણ એ વાતની સાબિતી છે કે,

તું જે ઈચ્છી રહ્યો છે, એના માટે તુ સંપૂર્ણ પરિપક્વ થઈ ગયો છે. 

અને આ ધીરજ જ છે, જે આપણને આપણી આવડતમાં કોઈ ખામી હોય તો,

એ આપણને આગળ વધતા રોકી, એ ખામી સુધારવાનો ઈશારો આપે છે. 

હવે રહી વાત આવડતની,

તો જ્યાં સુધી આપણી અંદરથી કોઈ એવો અવાજ ન આવે કે ભાઈ તું હવે આગળ વધ, કે પછી

આપણા પગ એની મેળે આપણે નિશ્ચિત કરેલ કામ કરવા માટે એ દિશામાં ચાલવા માટે થનગણાટ ન કરે, ત્યાં સુધી એ કામમાં આગળ ન વધવું. 

ને આવું થાય છે, ચોક્કસપણે થાય છે,

એના માટે જ્યાં સુધી આપણે એ બધા ઇશારા ના સમજી શકીએ, ત્યાં સુધી કોઈ જ ઉતાવળ ન કરવી જોઈએ. 

બસ એકવાર આ બધું સમજવા/કરવા માટે

આપણે નહીં, પરંતુ આપણું મન નક્કી ન કરે ત્યાં સુધી રાહ જોવી, અને એ રાહ જોયા પછી આપણને જે પરિણામ પ્રાપ્ત થાય છે,

સફળતાનું જે મીઠું ફળ મળે છે, એ ખરેખર

આપણી કલ્પના બહારનું અને કાયમી હોય છે. 

આ થઈ આપણી સુખ સુધી પહોંચવાની વાત,

હવે જોઇએ, કે જો

"તું સુખ સુધી ન પહોંચે, તો સુખને તારા સુધી પહોંચવા દે"

આનો સીધો ને સરળ જવાબ એ છે કે, 

જરૂરી નથી કે,

બધા મહેનત કરી શકે, 

બધામાં ભરપૂર આવડત હોય, 

અને જો એ બંને હોય, તો બની શકે કે, 

બીજું કોઈ કારણ આડે આવતું હોય, 

જેમકે "આર્થિક સધ્ધરતા"

હવે આ ત્રણ કારણમાંથી કોઈ એકમાં આપણે થોડા કાચા પડતાં હોઇએ, કે પછી

બે, કે ત્રણે ત્રણમાં આપણે અસમર્થ હોઈએ, તો ભલે આપણે સુખ સુધી ન પહોંચી એ, પરંતુ

એનો અર્થ એ નથી કે આપણે સુખી નહીં થઈ શકીએ, કે પછી આપણા જીવનમાં સુખ નહીં આવે, 

આવશે ચોક્કસપણે આવશે, 

ભલે આપણામાં મહેનત કરવાની શક્તિ નથી, કે પછી કોઈ વિશેષ આવડતનો આપણામાં અભાવ છે, કે પછી

આપણી આર્થિક સ્થિતિ એવી મજબૂત નથી, છતાં..છતાં પણ આપણી જિંદગીમાં સુખ સામે ચાલીને આવે એનો પણ એક પરફેક્ટ રસ્તો છે, સચોટ માર્ગ છે, કે જે રસ્તેથી સુખ વગર કંઈ ખાસ કરે આપણી પાસે આવશે. 

એ રસ્તો એટલે કે, 

જે લોકોને એમના જીવનમાં સફળતા મળી છે, કે પછી સફળતા તરફ જેઓ આગળ વધી રહ્યા છે, એ લોકોને સૌથી વધારે  એવા લોકોની જરૂર હોય છે, કે જે લોકો ફક્ત એ વ્યક્તિ કહે એટલું કરી શકે, 

મતલબ....

અક્ષરસ એમની આજ્ઞા નું પાલન કરી શકે એવા લોકોની એમને અત્યંત આવશ્યકતા હોય છે. 

બસ એકવાર એવા લોકોનો વિશ્વાસ જીતી લેવો. 

પછી એમને વિશેષ બીજું કંઈ કરવાનું રહેતું નથી. 

બસ આટલું જે લોકો કરી શકે છે,

એ લોકોની પાસે સુખ સામેથી આવતું હોય છે. 

સુખ પ્રાપ્તિ માટે

પુરા વિશ્વમાં આ બેજ યોગ્ય રસ્તા છે,

બાકીના બધા જ રસ્તા....

માણસને 

"રસ્તામાં રાખે છે"

માટે ઉપર કહ્યું એ પ્રમાણે, 

કે તું સુખ સુધી પહોંચ

અથવા તો, 

સુખને તારા સુધી પહોંચવા દે. 

મારી વાત ગમી હોય તો તમારા બધા ગ્રૂપમાં સેર કરશો. 

આભાર 

શૈલેષ જોશી ના પ્રણામ 

વધુ બીજા કોઈ શબ્દ ઉપર ભાગ 6 માં વાત કરીશું