Nandini.... Ek Premkatha - 3 in Gujarati Love Stories by Asha Kavad books and stories PDF | નંદિની...એક પ્રેમકથા - ભાગ 3

Featured Books
Categories
Share

નંદિની...એક પ્રેમકથા - ભાગ 3









     બીજા દિવસે બપોરનું ટાણું પડે છે આજે બધાં બહુ ખુશનુમાં હોય છે.

નંદિની બેટા!આજે તારા વિચારનાં કારણે બધાં બહુ ખુશ છે. બેટા તો તું પણ તારો ઓર્ગેનિક મસાલા ફૂડ પ્રોડક્ટ ત્યાંજ ખોલને.

ના બાપુ! મેં વિચાર્યું છે કે આપણા ખેતરના પાકો ભરવાનું ગોડાઉન છે તેમાં કરું તો? જેથી તમે ગોડાઉનમાં કંઈ ભરી શકો નહીં અને કામ પણ ઓછું કરો. 

બેટા કામ તો આપણો સાથીદાર છે, આપણી ઓળખ છે એ તો કરવો જ પડે.

સાચું કીધું તમે, તું તો કાલે સાસરે જતી રહે પછી કોણ કરશે. વસુંધરા બોલે છે.

"હું કરીશ". નયન બોલે છે. 

(બેય ગાલ ખેંચતા)ભઈલા તું હજી બહુ નાનો છે મોટો થઈ જાય પછી તારે જ કરવાનું છે.

બાપુ તો પાક્કું છે ને હું આપણા ગોડાઉનમાં જ મારું કામ શરું કરિશ.

સારું તો એમ જ કરજે, પણ ગોડાઉન ખાલી થતાં એક મહિના જેવું થઈ જશે,ચાલશે ને બેટા.

હા બાપુ!



      સૂર્ય કાંઈક વધારે તેજ સાથે જ ઉગ્યો હતો એ દિવસે.ગામના ખેતરોમાં પવન હલકી ધૂળ ઉડાવતો હતો, જાણે કોઈ તોફાનની આગાહી કરતો હોય.

     ગામમાં વૃક્ષારોપણ નું કાર્ય પુરા જોશથી ચાલી રહ્યું હતું. બધાં તેમાં સહભાગી છે. બધાં પોતપોતાની રીતે ટીમો બનાવી કાર્ય કરવાં મંડાઇ પડ્યાં હતાં.ગામમાં ચોમાસું આવી ગયું હોય એમ હર્ષ ઉલ્લાસ ની લાગણી થી કાર્ય કરી રહ્યાં છે.

     ગામનાં રસ્તા પર ધૂળ ઉડી રહી,સડસડાટ આવતી મોંધી ગાડી ધૂળ ની ડમરીમાં ધૂંધળી દેખાય રહી છે. ગાડી ગામનાં જાપે ઊભી રહી છે, તેમાંથી એક વ્યક્તિ ઉતરી ગામનાં મુખીયા નું સરનામું પૂછે છે, તેમાંથી કોઈ કહે છે મારી પાછળ આવો. ગાડી તેમની પાછળ લઈ જાય છે. મુખીયા નું ઘર આવી જાય છે. ગાડીમાંથી પચાસેક વર્ષનો આદમી ઉતરે છે.ઓફ વ્હાઈટ શર્ટ,બ્લેક સૂટ બ્લેજર માં કોઇ સજ્જ વ્યકિત સાથે અન્ય ત્રણ સાથી ઉતરે છે.

     અહીં ગામનાં અન્ય લોકો વિચારે છે કે કોણ આવ્યું હશે? કંઈ નંદિની ના રિશ્તાની તો વાતો નહીં હોય અથવા તો પેલો જમીન ખરીદવાં વાળો હશે...?

    ગાડી શ્યામળદાસ ના ઘરે પહોંચે છે. શ્યામળદાસ આવકારો આપી બેસાડે છે. તેમના પત્ની પાણી આપે છે. નંદિની પણ ત્યાં જ હાજર હોય છે.

શ્યામળદાસ પોતાની ઓળખાણ આપે છે. હું શ્યામળદાસ શેઠ આ ગામનો મુખ્યો. પણ અમે તમને ઓળખી શક્યાં નહીં. 

આ છે મિસ્ટર, ભાનુ પ્રતાપસિંહ. સી ઈ ઓ ઓફ પ્રતાપ કન્ટ્રક્શન. તેમના પી.એ આદિત્ય સિંહ બોલે છે.

ભાનુ પ્રતાપસિંહ નો અકs અને ઘમંડ સાફ દેખાઈ  આવતો.

તમારી જમીનનો અમે સર્વે કરાવ્યો છે, જાણ્યું છે કે એ જમીન પડતર પડી છે,તો એ જમીન ખરીદવાનો વિચાર અમારાં સાહેબ ને છે. 

ભાનુ પ્રતાપસિંહ: તો મુખ્ય પોઇન્ટ પર આવીએ શ્યામળદાસજી. તમારાં ગામની જમીન વિશે ખૂબ સાંભળ્યું છે એ જમીનમાં મારે ખૂબ મોટું કન્ટ્રક્શનનું કામ કરવાનો વિચાર છે. અમે એ જમીન ખરીદવા માંગીએ છિયે.
 
શ્યામળદાસ શેઠ :(શાંત અવાજે, પણ અડગ)
"નહીં", એ જમીન પડતર નથી.એ જમીન અમારાં પૂર્વજોએ સેવા ભાવના માટે કાઢેલી છે,વેચવાં નહીં.

શ્યામળદાસજી તો શું થયું!એના બદલામાં ઘણી કિંમત મળશે એનાથી વધારે તમારે શું જોઈએ?

શ્યામળદાસ નમ્રતાથી: અમે એ જમીન નાં, તો આજે વેચશું,કે નાં તો કાલે.રહી વાત કિંમતની તો ગામની માટી તમારા ચમચમતાં જૂતાંની નીચે નહીં આવે.

ભાનુપ્રતાપ સિંહ (હસતાં)અમે તો સંબોધન લાયક પ્રસ્તાવ લાવ્યાં છીએ તમારું ભલું વિચારીને.તમારું ગામ સમૃદ્ધ છે જાણું છું,પણ યુવાનોને નોકરી, રોજગાર ની જરૂર પડશે જ ને તો મોટી કંપની હોય તો થોડું સારું રહે. મોટી એવી કંપની હોય તો ગામ નો પણ વિકાસ થાય.

એની કોઈ જરૂર નથી,તમે અહીંથી જઈ શકો છો.

ગુસ્સા સાથે ભાનુ પ્રતાપસિંહ "જુઓ શ્યામળદાસ આ જમીન માટે હું કંઈ પણ કરવાં તૈયાર છું. તમે કહેતા હો તો તમને એક્સ્ટ્રા પૈસા પણ આપવાં તૈયાર છું,તમને કન્સ્ટ્રક્શન નાં થોડા શેર પણ તમારી નામે કરીશ તમારી ઇચ્છા હોય તો.

નંદિની ખુબ ગુસ્સે થાય છે,તે બોલવાં એક કદમ આગળ આવતાં....

ભાનુ પ્રતાપસિંહ"ચાલ્યા જાઓ અહીંથી અને બીજી વાર મારાં આંગણે કે ગામમાં દેખાવાં નાં જોઈએ.  શ્યામ‌ળદાસ ગુસ્સે થતાં બોલે છે.આ સાંભળતાં નંદિની ત્યાં જ અટકી જાય છે.

(ભાનુપ્રતાપના માણસો ગુસ્સામાં આગળ વધે છે પણ ભાનુપ્રતાપ હાથ ઊંચો કરી રોકી રાખે છે.)

"મારું ઘ્યેય જમીન ખરીદવું છે,લોહી નથી વહાવવું."પણ  બીજો રસ્તો નહીં દેખાય તો...સમય છે તમારી પાસે પછી હું સમય નહી આપું."ફરી આ ઠેકાણે પાછા આવવું પડશે"... ભાનુ પ્રતાપસિંહ ઘમકી આપતાં 

(ગાડી સ્ટાર્ટ થાય છે, અને ધૂળ ઉડાવતી જાય છે. શ્યામળદાસ એક નિશ્ચયભર્યું નજરે ગાડીને જોઈ રહ્યા છે.) 
( ભાનુપ્રતાપનું સ્વાભિમાન હણાય છે) થોડો સમય માટે શાંત થઈ જાય છે, પણ અંદરથી તેણે નક્કી કરી લીધું છે કોઈ પણ કિંમતે જમીન પોતાની કરિને રહેશે.. પછી સીધી રીતે કે આડી રીતે..(ખંધું હાસ્ય સાથે)


     ભાનુ પ્રતાપસિંહ નાં ગયાં પછી ઘર નું વાતાવરણ ગંભીર બની જાય છે.તેનાં ધમકીભર્યા વચનો સાંભળી સૌને અંદરખાને ચિંતા સતાવવાં લાગે છે. કોઈને જાણે હસવા કે હસાવવાની વાત જ નથી.ઘરની દીવાલ વચ્ચે જાણે ઊંડો સંવાદ ચાલી રહ્યો હોય એવું લાગે છે. શ્યામલદાસ ખૂબ ગમગીન બની જાય છે.તેમને એ પણ સમજાય ગયું હતું કે આ સંજોગોમાં ભાનુ પ્રતાપ પછાત પગલાં પણ લયી શકે છે.
   
   નંદિની ને ખુબ ગુસ્સો આવી રહ્યો.પણ તેનાં બાપુ ને ચિંતા માં જોઈ ચૂપ છે.તે તેના બાપુ પાસે જાય છે,"બાપુ! શું?આપણે સત્ય સામે લડવાનું છે,તો બાપુ આપને હિમ્મત નહી હારિયે.આપડે હિમ્મત થી એનો સામનો કરીશું,ને બાપુ આપડે એકલાં થોડા છીએ આખું ગામ આપડી સાથે છે.

સાંભળો બધું સારું થય જશે.આ વાત અંગેની જાણ આપણે ગામનાં લોકો ને તો જણાવવી જોઈએ.

શ્યામળદાસ ગામનાં અગ્રણી વડીલો ને મળવાનો નિર્ણય લે છે. સાંજ ના સમયે બધાં વડીલો ભેગાં થાય છે, શ્યામળદાસ નાં મોઢે ચિંતા સાફ દેખાય છે. ગ્રામજનો પૂછે છે બધું બરાબર છે ને શ્યામળ.?

શ્યામળદાસ ભાનુ પ્રતાપસિંહ સાથે થયેલી ધમકી ભરેલી વાત બધાં ને સમજાવે છે. બધાં વાત સાંભળ્યાં પછી પરેશાન છે,બધાં વચ્ચે શાંતિ નું વાતાવરણ છવાઈ જાય છે.
"ગામમાં જાણે ખુશી નાં વાતાવરણ માં કાળા વાદળો છવાઈ ગયા લાગે છે". (શ્યામળદાસ દુઃખી હૈયે બોલે છે.)

. ધર્મજી દાદાએ ઉઠીને કહ્યું,
"આવો સમય છે હવે એક થઈને ઊભાં થવાનો. જો આપણે આજે મૌન રહેશું તો કાલે આપણું વતન કોઈ બીજું હશે."

શ્યામળદાસ અને વડીલો સાથે મળીને ગામમાં સભા બોલાવી. આખું ગામ એકત્ર થયું. શ્યામળદાસે લોકોને હિંમત આપતી ભાષામાં કહ્યું:
"પ્રતાપસિંહના પૈસા સામે આપણે એ એકતાથી લડીશું. આપડે કાઢેલાં જમીનનો હીસ્સો આપણા પૂર્વજો એ આપેલી પશું પંખી માટે ભેટ છે. એને કોઈ પણ કિંમતે આપણે વેચી શકીયે નહી."

ગામજનોએ પણ એકજ અવાજે કહ્યું, "અમે એક છીએ!"એવી એકતા જોઈ શ્યામળદાસ ને વિશ્વાસ આવ્યો," ભાનુ પ્રતાપસિંહ કંઈ નહીં બગાડી શકે.

  
શું ભાનુ પ્રતાપસિંહ નું ષડયંત્ર ઉજાગર થશે?
શું ગામવાસીઓ ભાનુ પ્રતાપસિંહ ને માત આપશે?
નંદિની કંઈ કરશે?
શું હવે શૌર્ય તેના પિતા ના સમર્થ માં લડશે?

જાણવાં આગળ જોડાય રહો આ સફર માં..