Cinema - 8 in Gujarati Moral Stories by Shailesh Joshi books and stories PDF | સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -8

Featured Books
Categories
Share

સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -8

જો ફિલ્મ લાઈનના વ્યવસાયમાં આપણે કોઈપણ પ્રકારે જોડાયેલા હોઈએ તો.....

તો આ આર્ટિકલ આપણા સુંદર અને મજબૂત ભવિષ્ય માટે છે. 

તો ચાલો આપણે સીધા આવી જઈએ આપણા આજના આ મુદ્દા પર. 

આ ફિલ્ડમાં આપણા ભવિષ્યને લાગુ પડતી આ છે ત્રણ મુખ્ય બાબતો, પરંતુ એની સાથે-સાથે, 

આ ત્રણ બાબતોની પાછળ છુપાયેલી હકીકતને આપણે ક્યારેય ભૂલવી, કે પછી નજર અંદાજ ન કરવી જોઈએ.

ચાલો જાણીએ કે એ ત્રણ બાબતો કઈ છે. 

એક :- 

આ ફિલ્ડમાં આજ સુધી આપણે કેટલું દોડયા ?

બે  :- 

આ ફિલ્ડમાં આજ સુધી આપણે કેટલું કામ કર્યું ?

અને ત્રણ  :- 

કે આજ સુધી એનાથી આપણને આર્થિક ફાયદો કેટલો થયો  ?

આ હતી એ મુખ્ય ત્રણ બાબતો, પરંતુ આપણે આ બધી વાતોને બાજુ પર મૂકી,

આપણે તો હંમેશને માટે આ ત્રણે બાબતોમાં,

એકજ બાબત પર ફોકસ રાખવું જોઈએ કે, 

આ ફિલ્ડમાં આપણે કેટલું દોડયા,

એ જોવા કરતા, આપણે પહેલું એ જોવું જોઈએ કે, 

આ ફિલ્ડમાં અત્યારે આપણે કેટલે પહોંચ્યા ?

આ ફિલ્ડમાં અત્યારે આપણું ખરેખર સ્થાન ક્યાં છે ?

અને કેવું છે ? 

શું આ ફિલ્ડમાં હજી આપણે કામ શોધવું પડે છે, કે પછી કામ મેળવવા માટે હજી આપણે પહેલાં જેટલી જ મહેનત કરવી પડી રહી છે ?

કે પછી કામ......આ ફિલ્ડમાં આટલું કામ કર્યા પછી, આપણું કામ સામેથી આપણને શોધતું-શોધતું આપણી પાસે આવે છે ?

એ ખૂબ અગત્યની વાત છે.

ને, બીજું કે, 

આ ફિલ્ડમાં અત્યાર સુધી આપણે કેટલું કામ કર્યું  ?

એના કરતા..... 

આપણે કેવું કામ કર્યું  ?

એ આપણા માટે ખૂબ મહત્વનું પાસું હોવું જોઈએ. 

શું એ કામનો આપણને સંતોષ, અને હરખ છે  ? 

તેમજ....આજ સુધી આ ફિલ્ડમાં આપણે કરેલ કામ થકી, 

એ કામનો આપણને આર્થિક જેટલો ફાયદો થયો  ?

એ જોવા કરતાં, આપણે એ જોવું જોઈએ કે, 

આટલું કામ કર્યા બાદ, આપણને એવું કોઈ નુકશાન તો નથી ગયું ને,

કે આપણને મળવાવાળા નવા કામ, કે મહેનતાણા વખતે આપણું જૂનું કામકાજ આડે આવતું હોય ? 

કે પછી આપણું પહેલાં કરેલું કામ, અત્યારે આપણા માટે નુકશાન કારક સાબિત થઈ રહ્યું હોય. 

જો આપણે આ ત્રણ બાબતો પર પૂરતું ધ્યાન આપીશું,

તો પછી ભલે આ ફિલ્ડમાં સફળ થવામાં આપણને થોડો સમય લાગે, બાકી

આગળ જતાં, આપણને મળવાવાળી આપણી એ સફળતા મજબૂત, અને લાંબા સમયગાળા માટેની હશે, એ વાતમાં કોઈ બેમત નથી. 

હવે આપણે જોઇએ કે સફળતા મળી ગયા બાદ,

એવી કઈ કઈ બાબતો છે, કે જેનાં પર

આપણે વધારે જોર આપવું જોઈએ, કે પછી

અમુક નિયમો બનાવીને શક્ય હોય ત્યાં સુધી

એ નિયમોને અચૂક પાળવા જોઈએ, કે જેથી કરીને

આપણું ભવિષ્ય ઉજ્જવળ બને, અને આપણા નામને, નામના કે ખ્યાતિ બંને મળે. 

કારણ કે.....

એક પ્રસિધ્ધિ, અને બીજો વૈભવ

આ બે તબક્કા એવા છે કે,

જે આપણી જવાબદારીઓ વધારી દે છે. 

આવે સમયે જો આપણે થોડા બેધ્યાન રહ્યા, કે પછી 

થોડા બે જવાબદાર બન્યા, કે પછી.....

થોડી ઘણી પણ જો આપણે બેદરકારી રાખીશું, તો...

તો પછી હમણાં આપણી પાસે જે આપણું નામ, કે પછી આપણી પાસે જે કામ છે, એતો આપણે ધીરે ધીરે ગુમાવીશું જ....

ને સાથે-સાથે,

કદાચ.....

એવું પણ બને કે,

એકવાર આપણા હાથમાં આવેલ સફળતા, કે નામના આપણા હાથમાંથી ચાલી જાય, તો પછી....

પછી આપણે પહેલાં જેવા ફરી ઊભા પણ ન થઈ શકીએ.

માટે,

જો આપણે એવું ઇચ્છતા હોઈએ કે,

આપણી સફળતા હંમેશા માટે જળવાઈ રહે, એમાં ક્યારેય કોઈ વિઘ્ન ન આવે તો.....એના માટે.....

આ કે પછી આવા કોઈપણ વ્યવસાયમાં

જો આપણે આજીવન વાંધો ન આવવા દેવા માંગતા હોઈએ તો, 

તો આપણે કોઈપણ ભોગે,

આ એક નિયમને નિશ્ચિત રૂપથી વળગી રહેવું જોઈએ કે, 

સામેવાળી વ્યક્તિ મારા પર વિશ્વાસ મૂકીને, મને જે કામ આપી રહી છે,

એણે મારામાં મારી જે ખૂબી જોઈને મને આ કામ માટે પસંદ કર્યો છે,

તો શું એ કામ કરવા આજે હું તૈયાર થયો છું,

તો એ કામ કરવા પાછળ મારા મનમાં બીજું કંઈ કારણ તો નથીને ? 

હું આ કામને મારી ખૂબી બતાવવા માટેની તક માનીને જ આ કામ માટે હા પાડી રહ્યો છું ને ?

મતલબ કે,

હું એ કામ કરવા માટે, સામેના વ્યક્તિએ મારામાં જે ખૂબી જોઈને પસંદ કર્યો છે, એમાં હું મારી ખૂબીને પુરવાર કરવા માટે, હું મારાથી બનતા પૂરા પ્રયાસ કરવા તૈયાર છું ને  ?

સાથે-સાથે, મને કામ આપવાવાળાના વિશ્વાસ પર હું ખરો ઉતરુ એજ મારું પહેલું કર્તવ્ય, અને મારી જવાબદારી છે, અને એ પ્રમાણે જ હું એ કામ કરી શકીશ ને  ? 

જો હા તો આ નિર્ણય આપણને જેટલો ફાયદા કારક રહેશે, એટલો જ ફાયદા કારક આપણને કામ આપવા વાળા માટે પણ રહેશે. 

ને એ વ્યવસાયિક સંબંધ પણ મજબૂત તો બનશે જ, ને એ સંબંધ લાંબો પણ ચાલશે, ને બંને પક્ષે સફળતાનો સ્વાદ પણ ચખાડશે.

માટે કામ મળે, કે પછી થોડો સમય કામ મળતું રહે, એ બહુ મહત્વનું નથી,

મહત્વનું એ છે કે,

એ કામ આપણને વેગ આપવા વાળું છે, કે પછી આપણી ગતિ રોકવા વાળું છે ?

એની જાણકારી હોવી, એ બહુ મોટી વાત છે. 

કેમકે,

જો શરૂઆતથી જ આપણે આ બાબતનું ધ્યાન નહીં રાખીએ તો આગળ જતાં એ આપણને જ નડશે.

વધુ ભાગ 9 માં