નંદિની રોજની જેમ પોતાના સવારના નિત્યક્રમ પૂરો કરી મંદિરે જઈ મહાદેવ ની પૂજા કરી આભાર માને છે. પછી તે સહેલીને ફોન કરી સરોવરે બોલાવે છે. પૂજા , કિરણ અને સુમન સરોવરે આવે છે. આજે બધી સહેલીઓ બિઝનેસ સ્ટાર્ટઅપ ની વાતો કરે છે .
નંદિની : આપણે હવે વહેલી તકે બિઝનેસ શરૂ કરી દેવો જોઈએ. હું બાપુ સાથે વાત કરી લવ તો એ ગોડાઉન બે દિવસમાં ખાલી કરી આપે. અને બધું પ્લાનિંગ આજથીજ શરૂ કરીએ. નંદિનીએ નોટબુકમા ઉતારેલી માહિતી બધાની સમક્ષ ખુલ્લી મૂકે છે, તેમાં અનેક વિચારો લખેલા છે – "પ્રોડક્ટ નામ", "સપ્લાયર્સ", "પેકેજિંગ", "માર્કેટિંગ", વગેરે.
કિરણ: આપણે પહેલા પ્રોડક્ટ નું નામ નક્કી કરીએ.
સુમન: "મિટ્ટી ની મહેક" કેવું રહેશે.
પુજા: સારું નામ છે! પરંતુ બિઝનેસના મૂળ સ્વરૂપ – ગામની શુદ્ધતા, મસાલાની સુગંધ અને સ્ત્રીઓના સમર્થન – સાથે બંધાયેલું છે:
લોગો નામ: “સુગંધ સાકાર”
અર્થ:– "સુગંધ" એટલે મસાલાની મહેક
– "સાકાર" એટલે એક વિચારોને સુશ્રિત સ્વરૂપ આપવું.
ટૅગલાઇન:
"શુદ્ધતા... ભરોસો અને સ્વાદ સાથે".
ચારેય સહેલીઓને "સુગંધ સાકાર" લોગો ગમે છે અને તે તેના બ્રાન્ડનો લોગો બનશે.
નંદિની: માર્કેટિંગ માટે શહેરના ઓર્ગેનિક સ્ટોરમાં અને હોટેલોમાં થોડા સેમ્પલ મૂકવામાં આવશે. સાથે સાથે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવીશું, જ્યાં વિડીયો દ્વારા– કેવી રીતે મસાલા તાજા બનાવવામાં આવે છે, ખેડૂતોની વાતો, સ્ત્રીઓનો સહભાગ વગેરે જણાવીશું.
પૂજા: ગામની મહિલાઓની સહાયથી પેકેજિંગ શરૂ કરીશું. દરેક પેકેટ પર લખાશે "સુગંધ સાકાર"...અને આ ટાઇટલ નું મોટું બોર્ડ ડિઝાઇન કરી બનાવવા આપી દઈએ.
આપણા મસાલાના પેકિંગ માટે પ્લાસ્ટિકની થેલી નહીં પરંતુ રિસાયકલ કરેલ કાગળ ની થેલી વાપરીશું.
નંદિની: ઓર્ગેનિક હળદર, મરચું પાવડર, ધાણાજીરું, ગરમ મસાલો, ચાટ મસાલો, ચાય મસાલો, દરેક પ્રકારના સબ્જી મસાલા વગેરે....તમામ મસાલા ખેતી દ્વારા ગામમાં ઊગાડવામાં આવેલા હશે.
સુમન: મહિલાઓ હાથે ઘસીને, તડકામાં સુકવેલા મસાલા વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે.
સહેલીઓ એ બધું પ્લાનિંગ કરી નોટબુક માં નોટ કરી લેય છે. પ્લાનિંગ માં ઘણો સમય લાગી જાય છે. નંદિની ઘરે જવાનું જણાવે છે. બધી સહેલીઓ ઘરે જવા નીકળે છે.
શોભિત નંદિની પર નજર રાખે છે તેને આજે જાણ થાય છે નંદિની ના બિઝનેસ સ્ટાર્ટઅપ વિશે. શોભિતે શૌર્ય ને ફોન લગાવ્યો.
હા શોભિત બોલ શું ખબર છે?
શોભિત શૌર્ય ને નંદિની ના બીઝનેસ ની તમામ વાત માંડી ને કરે છે.
શૌર્ય:ખૂબ સરસ બસ આમજ રોજે રોજ કડક માહિતી આપતો રેજે પણ ધ્યાન રાખજે કોઈ ને જાણ ન થાય.
શોભિત ત્યાંથી નીકળી જાય છે રસ્તા પર તે સુમન સાથે અથડાય છે. સુમન નીચે પડવાની હતી ત્યાં શોભિત સુમન ને પકડી રાખે છે. બંને નું બેલેન્સ બગડતા શોભિત સુમન ઉપર પડે છે, શોભિત થોડી ક્ષણો સુધી સુમન ની સુંદર નમણી આંખો માં ખોવાય જાય છે.
સુમન: (ધક્કો મારતા) અમ.....ઓહ હલ્લો મીસ્ટર ઊભા થાવ.
શોભિત ને જાણે સુમન નાં બોલ્યા પર ધ્યાન જ નથી.
સુમને જોર થી ધક્કો માર્યો.
શોભિત નું ધ્યાન ગયું. તે જલ્દી ઊભો થઈ સુમન ને ઉભી કરવામાં મદદ કરી. આઈ એમ સોરી, મારું ધ્યાન ન હતું....
તુ છે કોણ! પહેલા તો ક્યારેય અહીઁ જોયો નથી!
શોભિત: (થોડુક વિચારતા) હું શોભિત છું. મને લાગે છે કે હું રસ્તો ભૂલી ગયો ....અને લાગે છે આ રસ્તો હું ભૂલવા માંગુ છું.(ધીમા અવાજે બોલ્યો)
કંઈ કીધું તમે?
ના;
સુમન ત્યાંથી ચાલવા લાગી. પણ શોભિત નું ધ્યાન હજુ આગળ ચાલી રહેલી સુમન પર ટકેલું હતું. તેને સુમન ને જતાં અટકાવી પાસે જઈ બોલ્યો, તમારું નામ તો જણાવો....
તને મારું નામ જાણીને શું કામ છે?
હું ફરી આ રસ્તે નીકળું, તમે ફરી મળો તો મારે જાણવું જોઈએ ને??
તો હું ફરી મળીશ ત્યારે જણાવીશ. સુમન આટલું બોલી જતી રહે છે.
સારું કંઈ નહીં; હું તો અહીં રોજે આવવાનો છું, મુલાકાત તો થવાની જ!..... (શોભિત મનોમન ખુશ થતાં બોલે છે.)
નંદિની ઘરે પહોંચે છે. તે તેના બાપુને આજની વાત જણાવે છે. સારું બેટા જલ્દી કામ આગળ વધારવું જોઈએ. અને
હું પણ કાલે જ ગોડાઉન ખાલી કરાવી આપી.
બાપુ! ગોડાઉન માં સફાઈ કામ કરી તેમાં રીનોવેશન પણ કરાવવું પડશેને?
હા એ પણ કરાવી નાખીશું..
બીજા દિવસની સુંદર સવાર પડે છે, નંદિની આજે અલગ તાજગી થી ભરેલી હતી..અને હોય પણ કેમ નહિ આજે તે પોતાનો બિઝનેસ શરૂ કરવા જઈ રહી હતી. પોતાનો નિત્ય ક્રમ પતાવી ફ્રેશ થઈ બાપુ સાથે ગોડાઉન ખાલી કરાવવા મદદે જતી રહી. ગોડાઉન ખાલી થયું આમ તો ગોડાઉન માં બીજું કંઈ કરવું પડે એવી જરૂર ન હતી ફક્ત કલર કરવાની જરૂર છે. મજૂર દ્વારા સાફ સફાઈ કરાવી સાંજ નાં સમય સુધી માં ગોડાઉનમાં કલર પણ થઈ ગયો. થોડીક મદદ તેમની સહેલીઓ એ પણ કરાવી.
કામ પુરુ કરી પુજા, કિરણ અને સુમન નંદિની ના આગ્રહ ની લીધે તેમની ઘરે જાય છે. વસુંધરાજી બધા માટે નાસ્તો લાવે છે. સૌ નાસ્તો કરે છે. "શ્યામળદાસ જણાવે છે કે મેં પંડિત સાથે વાત કરી લીધી છે અને તેઓ કાલનું મુહુરત બતાવે છે, તો કાલે સવારે 10:00 વાગ્યાનો સમય છે, જે ઉદ્ઘાટન કરવા માટે યોગ્ય સમય છે". નંદિની, કાકા અને કાકી હવે અમે જઈએ કાલે વહેલું આવવાનું છે અમને રજા આપો. ત્રણેય સહેલીઓ ઘરે જવા નીકળી જાય છે.
બીજા દિવસની સવાર પડી ગઇ, નંદિની આજે વહેલી ઉઠી ગઈ, આજે તેને ક્રીમ રંગની સાડી પહેરી છે, લાંબા વાળ ને આજે ખુલ્લા રાખ્યાં છે, આજે તેની સુંદરતા અત્યંત મોહક દાયક હતી. પોતે કંઈ સારું કાર્ય કરી રહી છે તો તે કામની શરૂઆત કરવા પહેલાં મહાદેવની પૂજા કરવા ઈચ્છે છે. તે મહાદેવના મંદિરે જઈ મહાદેવની પૂજા કરે છે. પૂજા કરી ઘરે આવે છે અને મા-બાપુ સાથે ગોડાઉન ના ઉદ્ઘઘાટન માટે ગોડાઉન તરફ જાય છે. ગામનાં ઘણા લોકો આવ્યા હતા. પૂજા,સુમન અને કિરણ નો પરિવાર પણ આવ્યો હતો. પંડિતજી પણ આવી ગયા હતા. પંડિતજીએ પૂજા શરૂ કરી. ચારેય સહેલીઓએ એક સાથે રીબીન કટીંગ કરી "સુગંધ સાકાર" મસાલા નું ઉદ્ઘઘાટન કર્યું. ગણેશ, લક્ષ્મીજીની પૂજા કરી. થોડાક મસાલા હાથે પીસ્યા અને કામની શરૂઆત કરી દીધી. "સુગંધ સાગર" 'નામનું મોટું બેનર આવી ગયું હતું તે લગાડવામાં આવ્યું.' તદુપરાંત હાજર તમામ લોકોને નાસ્તો અને ગોળધાણા ખવડાવ્યા. નાસ્તો કરી, કામ પતાવી બધા પોતપોતાના ઘરે જતા રહ્યાં. નંદિની અને તેમની સહેલીઓ પોતાનું ધ્યાન કામમાં કેન્દ્રિત કરી કામ કરે છે.
અહીં શોભિત નંદિની અને તેમના ઉદ્ઘઘાટન નાં ફોટા પાડી શૌર્ય ને મોકલે છે. શૌર્ય શોભિત નાં મોકલેલા ફોટા ધ્યાનથી જુવે છે, નંદિની નો આખો ફોટો પણ એમાં હતો. શૌર્ય નું ધ્યાન બસ એજ ફોટા પર હતું, એ ફોટા મા નંદિની ખૂબ ખુશ લાગી રહી હતી. ("નંદિની.....તારી ખુશી બોવ લાંબી નહીઁ ચાલે...આ શૌર્ય પ્રતાપસિંહ તને ક્યારેય ખુશ નહીં રહેવા દેય".) શૌર્ય નંદિની ના ફોટા ને જોઈ બોલે છે.
શૌર્ય સાથે ઋષીકા ત્યાં હાજર હતી. ૠષીકા ને પણ ફોટા જોવા હતા.
શું નંદિની ને શોભિત તેના પર નજર રાખી રહ્યો છે તેની જાણ થશે?
શું ચાલી રહ્યું હશે શૌર્યના મનમાં???
જાણવા આગળ જોડાય રહો.
નંદિની... એક પ્રેમકથા