Parampara ke Pragati? - 21 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | પરંપરા કે પ્રગતિ? - 21

The Author
Featured Books
  • One Step Away

    One Step AwayHe was the kind of boy everyone noticed—not for...

  • Nia - 1

    Amsterdam.The cobbled streets, the smell of roasted nuts, an...

  • Autumn Love

    She willed herself to not to check her phone to see if he ha...

  • Tehran ufo incident

    September 18, 1976 – Tehran, IranMajor Parviz Jafari had jus...

  • Disturbed - 36

    Disturbed (An investigative, romantic and psychological thri...

Categories
Share

પરંપરા કે પ્રગતિ? - 21

પાછળના ભાગમાં આપણે જોઈ ગયા કે સેક્રેટરીના લેટર પરથી એક ખબર પડે છે કે જાનને કોઈ મારવા માંગે છે અને તે વ્યક્તિ તેમના ઘરની અંદરથી જ કોઈક છે.ઇન્સ્પેક્ટર થોડીક વાર વિચારમાં પડી જાય છે. પછી તે બોલે છે, “મિસ જેન્સી, મને આ લોકો બહુ ખતરનાક લાગે છે. જો તું મારી મદદ કરે તો આપણે આ કાતિલને પકડી શકીએ જે મિસ્ટર જાનને મારવા માંગે છે.”જેન્સી કહે છે, “હું શું કરી શકું છું? તમે બોલો, તમારે જે મદદ જોઈતી હશે તે હું કરીશ.”તો લેડી ઇન્સ્પેક્ટર કહે છે, “તારે મિસ્ટર જાનની સાથે એક નર્સ તરીકે તેમની સાથે મુંબઈ જવું પડશે.”જેન્સી કહે છે, “હું મુંબઈ નહીં જાઉં. એ સિવાયની જે પણ કાંઈ મદદ જોઈતી હોય તો કહો.”ઇન્સ્પેક્ટર કહે છે, “એમાં શું વાંધો છે? તું એક નર્સ છે, તને શું પ્રોબ્લેમ છે? હું પણ તારી આસપાસ હોઈશ. ચિંતા કરવાની કાંઈ જરૂર નથી.”જેન્સી કહે છે, “હું ડરતી નથી, પણ મારા મમ્મી કોઈના ઘરે આ રીતે ન જવા દે. તેમને હું કોઈના ઘરે રહું તે નહીં પસંદ પડે. હોસ્પિટલ હોત તો વાત જુદી હતી.”તો ઇન્સ્પેક્ટર કહે છે, “લાવ, હું તારી મમ્મી સાથે વાત કરું. તે હા પાડશે તો તું આવીશ ને?”“ના, એ નહીં બને. મારા મમ્મી ગામડામાં રહે છે અને ગામડાના વિચારો ધરાવે છે. તે બિલકુલ નહીં માને અને આ વાતની તેમની જાણ કરશો તો તે મને અહીં પણ નહીં રહેવા દે. તમે મારી મુશ્કેલી સમજો. હું મદદ કરવા માંગુ છું, પણ હું પોતે મુશ્કેલીમાં નથી મૂકવા માંગતી. મારું કરિયર ખતમ થઈ જશે. ઇન્સ્પેક્ટર, મારી પાસે આટલી આશા ન રાખો જે હું પૂરી ન કરી શકું.”ઇન્સ્પેક્ટર કહે છે, “ઠીક છે, હું તને પ્રેશર નહીં કરું. તો તારી ધ્યાનમાં કોઈ એવી વિશ્વાસુ નર્સ છે જે મિસ્ટર જાનનું ધ્યાન રાખી શકે અને મને ઇન્ફોર્મેશન પણ આપી શકે?”તો નીતા કહે છે, “હા, છે ને. મારી એક ફ્રેન્ડ તો તે મુંબઈ જવા માટે મરી રહી છે. પ્લીઝ તમે તેને જ મોકલી દો. તે પૈસા માટે ગમે ત્યાં જશે.”તો લેડી ઇન્સ્પેક્ટર કહે છે, “ના, ના, પૈસાની લાલચુ છોકરી પર ભરોસો ન કરી શકાય. તે પૈસા માટે ફરી પણ જાય. આપણે બીજો કોઈક રસ્તો ગોતવો પડશે.”નીતા ઇન્સ્પેક્ટરને કહે છે, “હું તમને એક વાત કહું. જો તમને ઠીક લાગે તો તમે કોઈ તમારા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસને નર્સ બનાવીને મોકલો ને? તો કેવું રહેશે?”ઇન્સ્પેક્ટર કહે છે, “તું બહુ ઇન્ટેલિજન્ટ છે, પણ તારા કરતા મારામાં વધારે બુદ્ધિ છે. આ કેસ મારે કાયદેસર સોલ્વ નથી કરવાનો અને તેના વિશે કોઈને ખબર પણ ન પડવી જોઈએ. જો કાયદેસર રીતે થાય તો ગુનેગારને ખબર પડી જાય કે તેને શોધી રહ્યા છે. એટલે જે પણ કરવાનું છે તે ચૂપચાપ કરવાનું છે, કોઈને પણ જાણ થયા વગર. સમજાણું બેટા?”જેન્સી ચિંતા સાથે ઇન્સ્પેક્ટરને કહે છે, “આ લોકો મિસ્ટર જાનને આજે લઈ જવાના હતા, પણ તે લોકો મારી હા-નાની વાટ જોઈ રહ્યા છે. કાલ તો ચોક્કસ મિસ્ટર જાન ભારત જતા રહેશે.”લેડી ઇન્સ્પેક્ટર કહે છે, “હું તમારા ડોક્ટર સાથે વાત કરી જોઉં. જો તે એક-બે દિવસ વધુ જાનને અહીં રોકી શકે તો ત્યાં હું એક નર્સ ગોતી લઉં જે જાન સાથે મુંબઈ જાય અને તેમની બધી ઇન્ફોર્મેશન મને આપે. ચાલો હું જાઉં છું. હું કાલ સવારે પાછી હોસ્પિટલ આવીને તને મળીશ.”જેન્સી કહે છે, “ઠીક છે, ઇન્સ્પેક્ટર... ગુડ નાઇટ.”ઇન્સ્પેક્ટર પણ કહે છે, “ગુડ નાઇટ” અને જતી રહે છે.ઇન્સ્પેક્ટરના ગયા પછી...નીતા કહે છે, “હવે આ ઉપાધિ જતી રહે તો સારું. જેટલું જલ્દી આ પેશન્ટ અહીંથી જશે ત્યારે આપણને શાંતિ થશે. આપણને પરેશાન કરી નાખ્યા છે.”નીતા, જેન્સી સાથે વાત કરતી હોય છે એટલી વારમાં પ્રિયાનો ફોન આવે છે.જેન્સી ફોન ઉપાડે છે તો પ્રિયા કહે છે, “તેં મને હજી મારું પ્રેઝન્ટેશન મોકલ્યું નથી. રાતના ૦૯:૦૦ વાગ્યા છે. મારે સવારમાં તે રેડી કરીને આપવાનું છે.”જેન્સી, “હમણાં મોકલું છું, જરા કામમાં હતી.”પ્રિયા ખીજાતા કહે છે, “તને ખબર નથી પડતી? બીજા કામ પછી પહેલા મારું કામ કરવાનું હોય. ચાલ, ઝડપથી પહેલા મારું પ્રેઝન્ટેશન મોકલ.”જેન્સી પૂછવા માંગતી હોય છે કે મમ્મીને કેમ છે તે પહેલા તો ફોન પ્રિયા મૂકી દે છે.જેન્સી નિરાશ થઈ અને નીતાને કહે છે, “તારું લેપટોપ આપતો, પ્રિયાને પ્રેઝન્ટેશન મોકલવાનું છે.”નીતા કહે છે, “એક કામ કર, તું તેને પ્રેઝન્ટેશન મોકલી દે. એટલી વારમાં હું ટિફિન લઈ આવું છું, નીચે આવી ગયું હશે.”નીતા ટિફિન લેવા નીચે જતી રહે છે અને જેન્સી પ્રિયાને પ્રેઝન્ટેશન મોકલે છે. પછી નીતા અને જેન્સી બંને થઈ અને ડિનર કરે છે.ડિનર પછીનીતા પથારી પર સૂતી સૂતી જેન્સીને સવાલ કરે છે, “પૈસાવાળા લોકો એટલા મીન કેમ હોય છે?”જેન્સી નીતાની સામે જોઈને કહે છે, “આપણે એટલા માટે રૂપિયા કમાઈએ છીએ કે આપણું ઘર ચાલે, આપણા ઘરના લોકોને મદદરૂપ થાય. પણ પૈસાવાળા લોકોમાં તો પૈસાનું જ મહત્વ હોય છે, માણસોનું નહીં... તે લોકોને કોઈના જીવનની પડી નથી હોતી. રૂપિયા માટે ગમે તે કરી શકે છે આ પૈસાવાળા લોકો.”તો નીતાથી બોલાઈ જાય છે, “તો પછી મિસ્ટર જાનનું શું થશે? શું તેમને મારી નાખશે આ લોકો? શું આટલા કરોડો હોય છે આ પૈસાવાળા લોકો?”જેન્સી એક પણ શબ્દ બોલતી નથી. તેનું ગળું સુકાવા લાગે છે. તેને મિસ્ટર જાનનો ચહેરો નજર સામે આવી જાય છે. તે તરત જ બેડ ઉપરથી ઊભી થઈ અને પાણી પીવા રસોડામાં જતી રહે છે. કોઈ મિસ્ટર જાનને મારી નાખે એવા વિચારથી જ જેન્સી ડરી જાય છે. તે રસોડામાં પાણી પીતા પીતા મનમાં બોલે છે, “એમ કેમ કોઈ મિસ્ટરને મારી શકે?”એટલું વિચારતી હોય છે ત્યાં પાછળથી નીતા કહે છે, “મારા માટે પણ પાણી ભરતી આવજે, મને પણ તરસ લાગી છે.”જેન્સી પાણીનો ગ્લાસ ભરી અને નીતાના હાથમાં આપે છે. નીતા ગ્લાસ લેતા કહે છે, “થેન્ક્યુ, પણ મારે તને હજી એક વાત પૂછવી છે.”જેન્સી કહે છે, “બસ હવે, નીતા, આજે નહીં. આજે હું બહુ થાકી ગઈ છું. સૂઈ જા...”પણ નીતા કહે છે, “એક જ સવાલ કરીશ, પછી નહીં કરું. પ્લીઝ...”જેન્સી કહે છે, “ઠીક છે, બોલ પણ એક જ સવાલ...”નીતા પૂછે છે, “આ મિસ્ટર જાન જતા રહેશે તો...?”જેન્સી કહે છે, “તો તો શું..?”નીતા હસતા કહે છે, “તો શું...શું... તારું શું થાશે...? તારો હાથ ઘડી ઘડી કોણ પકડશે...?”એટલું કહી અને હસવા લાગે છે. જેન્સી પણ નીતાના મજાકથી હસવા લાગે છે અને તકિયો લઈ અને નીતાને મારવા લાગે છે. નીતા પણ તકિયો લઈ અને સામે ખોટેખોટે મારવા લાગે છે. બંને જણા હસવા લાગે છે.નીતા કહે છે, “બસ, તું આમ હસતી હો તો મને ગમે.”જેન્સી કહે છે, “હવે તારો મજાક પૂરો થઈ ગયો હોય તો તું સૂઈ જા... હું થોડીવાર બાલકનીમાં બેસવા માંગુ છું.”તો નીતા કહે છે, “બાલકનીમાં બેસવાનું તો બહાનું છે, તારે ડાયરીમાં કંઈક લખવું છે એમ ને...?”જેન્સી કહે છે, “હવે તું સૂઈ જા.” પછી તે ડાયરી લઈ અને બાલકનીમાં જઈને ખુરશી પર બેસે છે. તે આકાશમાં ચંદ્રને જોતા વિચારવા લાગે છે.તો તેને યાદ આવે છે કે આજે પાછું મિસ્ટર જાને તેનો હાથ પકડી અને તેમની પાસે બેસાડી હતી. તે મને જે રીતે જોતા હતા... તે અહેસાસ... મિસ્ટર જાનને મારી કેટલી ચિંતા થતી હતી. તેના મોઢા પર સ્મિત આવી જાય છે. હવે જેન્સીને જાન ગમવા લાગે છે, પણ તેને તે વાતની ખબર નથી.તે થોડીક વાર કંઈક વિચારે છે અને પછી પોતાની ડાયરીમાં પોતાના વિચારો ઉતારવા લાગે છે. 

*    *      * પાસે આવ્યું હતું કોઈ,

પાછા દૂર જવાનીતૈયારી કરી કોઈએ.

મારો પણ ક્યાં એમાં વાંક હતો,

મારી પણ ઘણી જવાબદારીઓ હતી.

મારે પણ સાચવવાના હતા સંસ્કાર,

સામાજિક રિવાજ અને જવાબદારીઓ.

રાઇટર. ધ સ્ટોરી બુક ☘️ *    *      *

એટલું લખી અને તે ડાયરી બંધ કરી દે છે.જેન્સી એટલું લખે છે ત્યાં એને મિસ તારાનો ફોન આવે છે. જેન્સી તેમનો ફોન ઉપાડતી નથી.

શું જેન્સી મિસ તારા સાથે વાત કરશે...?... આપણે આગળ જોઈશું આગલા ભાગમાં 

રાઇટર હિના ગોપીયાણી 

DHAMAK