નંદિની હવે પાર્ટી ફ્લોર પર હતી. એની ડાન્સ મૂવમેન્ટ્સ મા એક અનોખી નજાકત હતી. અજાણ્યો યુવાન – જેને લોકો “વિરેન” કહી બોલાવતા હતા – ખૂબ શિષ્ટતા સાથે ડાન્સ સ્ટેપમા સાથ આપી રહ્યો હતો.
"નંદિની... તમે એકદમ અલગ છો. તમારા જેવો એટીટ્યુડમેં ક્યાંય નહીં જોયો," વિરેન બોલ્યો.
ના એવું કંઈ નથી..... (નંદિની ધીમા સ્વરે બોલી)
અહીં બીજી બાજુ નંદિની વિરેન સાથે વાત કરતાં પૂછે છે:
તમારું નામ તો કહ્યુ નહીં તમે?" બહુ ખુલ્લા મિજાજના લાગો છો!"
વિરેન સ્મિત ભર્યો જવાબ આપે છે:
"વિરેન મહેતા..."બિઝનેસ કન્સલ્ટન્ટ છું. દેશની ટોપ કંપનીઓ સાથે ડીલ કરું છું. આજે આ પાર્ટી મારા ખાસ ક્લાયન્ટ એ રાખેલી છે. "પણ લોકો મને મોટાભાગે જોખમી કન્સલ્ટન્ટ કહે છે".
"નંદિની હસી પડી." ......
ડાન્સ કરવામાં બધા મદહોશ હતા. સંગીતના બેસ પર તમામ લોકો પોતપોતાના પાર્ટનર સાથે ડાન્સમાં મગ્ન હતા. વાતાવરણમાં ઊર્જા છલકાતી હતી. કોઈ ગરમીથી ભીંજાઈ રહ્યું હતું, તો કોઈ રફ સ્ટેપ્સ મા પોતાને પુરતું ખોઈ ચૂક્યું હતું.
એજ સમયે એક જરા અલગ તાલ પડ્યો જયાં દરેક ડાન્સર પોતાના પાર્ટનરને બદલી રહ્યા હતા. નંદિની પણ એવા જ સમયે પગલાં બદલતી આગળ વધી... અને સામે ઉભેલો પાર્ટનર હતો શૌર્ય.
એક પળ માટે નંદિની અચાનક થંભી ગઈ. આંખો સામે શૌર્ય, સંગીત અટકતું ન હતું. નવા તાલ સાથે બંનેએ હાથ મળાવ્યો. શૌર્યના શરીરમાં એક અલગ પ્રકારની તીવ્રતા હતી. તેની આંખોમાં આગ હતી, એ દરેક સ્ટેપમાં શૌર્ય જાણે પોતાના ભીતરનાં ગુસ્સા ને લાગણીઓથી નચાવી રહ્યો હતો.
નંદિની એ બધી ભાવનાઓને સહન કરતી રહી. એના માટે એ ફક્ત એક ફરજભર્યો ડાન્સ હતો... પરંતુ એની અંદર એક અકળામણ ઊગતી હતી. શૌર્યના દબાવથી તે ડાન્સ સ્ટેપ્સ વધુ ઝડપથી કરવા મજબૂર થતી. એજ સમયે ડાન્સ ફ્લોર પર ચમકતી લાઈટ સીધી રીતે શૌર્ય અને નંદિની પર આવી અટકી. બાકીની અંદરની ભીડ અંધારામાં મળતી ગઈ... અને તમામ નજરો હવે આ યુગલ પર સ્થિર થઈ. મ્યુઝિકના બીટ્સ હવે વધુ તેજ અને ઉગ્ર બન્યા. એ બેસ લાઈન, એ ધબકતા રંગો અને બધાની વચ્ચે શૌર્ય એ પોતાના અંદરના ગુસ્સાને નૃત્યમાં ઢાળ્યો. પણ એની આંખોમાં અકળામણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. શૌર્ય એ નંદિની ના હાથ જોરથી પકડ્યા અને ડાન્સ ની સ્પીડ વધારી. તેનો હાથ હવે નંદિની ના કમર પાસે ભીંસાતો ગયો... એની આંગળીઓનો દબાવ તીવ્ર લાગતો. નંદિની ના ચહેરા પર પળવાર એક હચકાટ આવી ગયો, પણ એ કદાચ મંચ પર ન હોત તો કદમ પાછળ ખેંચી લેત. પણ હવે લોકો જોઈ રહ્યા હતા. કેમેરા એમના પર ઝૂમ થઈ ચૂક્યા હતા. એ બધું સહન કરતાં, ડાન્સ ચાલુ રાખ્યો.
તને શું લાગ્યું, હું ગમે એટલા વાર કરીશ અને તું આસાની થી જીતી જઈશ. હું જાણું છું શોભિત ની માહિતી તને મળી ચૂકી છે છતાં તું ચાલક બને છે...... "તું છે તો સ્માર્ટ".....મારા લેવલ ની,પણ હું તને આસાની થી નહીઁ જીતવા દઉં....(શૌર્ય એક આગ સાથે મનમા બોલી રહ્યો છે)
તે વખતે મ્યુઝિકનો ક્લાઈમેકસ આવ્યો... લાઇટ્સ શાર્પ થઈ ગઈ. લોકો તાળી વગાડી રહ્યા હતા, પણ એ બંને વચ્ચે જાણે આગ ધગતી રહી હતી. શૌર્ય એ તેનો ચહેરો નંદિની તરફ ઝુકાવ્યો, બસ શ્વાસના અંતર જેટલી દૂરી....
શૌર્ય ડાન્સ પોઝમાથી પાછો આવ્યો. નંદિની તટસ્થ રહી. પરંતુ એની આંખો, એની અંદર ચાલી રહેલી ભૂકંપ જેવી લાગણીઓ દર્શાવી રહી હતી. ડાન્સ પૂરો થયો, પણ એ નજરોની ટકરાવ હજુ ચાલુ હતો. આસપાસના લોકો તો તાળીઓ અને શોરમા મસ્ત હતા, નંદિની પોતાને સ્થિર રાખવાનો પ્રયાસ કરતી, પણ અંદરથી એ ડોલી રહી હતી.
ત્યારે જ...
અનુરાધા મંચ નજીક આવી ગયા
“મિસ્ટર શૌર્ય, મિસ નંદિની, શું પર્ફોમન્સ આપ્યું છે..
એનાં શબ્દોમાં પ્રશંસા હતી,
નંદિની એ હળવું સ્મિત આપ્યું. ત્યાંથી નીકળી તરત વોશ રૂમ તરફ જતી રહી. નંદિની ફ્રેશ થઈ આવી ત્યાં સુધી મા ઘણા લોકો જતા રહ્યા હતા. નંદિની એ અનુરાધાને મળી રજા લઈ લીધી.
તેવામાં વિરેન નંદિની પાસે આવે છે: મિસ નંદિની હવે ક્યારે મુલાકાત થશે?....
નંદિની હળવી સ્મિત સાથે વિરેન તરફ જોતી કહે છે,
"વિરેનજી, મુલાકાત તો હવે સમય અને સંજોગો પર રહેશે..."
વિરેન થોડી નિરાશા છુપાવતો બોલ્યો,
"અમે બધા તો ઈચ્છીશુ કે તમને ફરીથી અહીં જોઈ શકીએ... આજની પાર્ટી પણ તમારી હાજરીથી જ રંગીન લાગી."
નંદિની હવે થોડી ગંભીર થઈ જાય છે.
હવે પાછા ગામ જવાનું છે. કામ ઘણું બાકી છે ત્યાં... "આ મસાલા બ્રાન્ડ જેટલું મઝાનું લાગે છે, એના પાછળ પણ એટલીજ મહેનત કરવી પડશે ને હવે."
વિરેન પોતાની નજર થોડી નીચે નાખીને વળી ચહેરા પર આપવીતી ભળેલું સ્મિત લાવતો કહે,
"હા, એ તો સાચું છે. મહેનત વગર કંઈ હાંસિલ ના કરી શકીએ. અને સફળતા પણ મહેનત થીજ મળે છે.
"વિરેનજી, મારા માટે કામ એ પોતાનું એક મિશન છે. જયારે લોકો મારા મસાલા વાપરીને કહેશે કે ‘હા, ઘરનો સ્વાદ પાછો આવી ગયો’, ત્યારે સાચી સફળતા લાગે."
વિરેન આખરી વખત એને જોઈ રહ્યો હોય એમ નજર કરે છે, "મારું મન છે કે ભવિષ્યમાં ફરી મુલાકાત થાય. કદાચ આપણે એકસાથે કોઈ પ્રોજેક્ટ પર કામ કરીએ."
નંદિની તેના હાથમાં પર્સ કસીને પકડી રાખે છે.
"શાયદ, ક્યારેક... પણ મને લાગે છે હવે મારે જવું જોઈએ. નંદિની પાછું વળી અને વિરેનને અંતિમ મુસ્કાન આપે છે,
વિરેન હળવો નમસ્કાર કરે છે અને મૌનથી તેને જતા જુએ છે.
આ બધું શૌર્ય જોઈ મનમાં વિચારી રહ્યો હતો કે આ વિરેન છે કોણ ? જાણવુ પડશે...( ફરી વિચારતા) હું શું કામ જાણું, જે હોય એ મારે શું!.... શૌર્ય પણ આજની રાત મુંબઈ રહી સવારે નીકળી જવાનું નક્કી કરે છે.
ભીતરથી થાકેલી ફ્રેશ થઈને બેડ પર પડતાં જ એ ઊંઘી ગઈ. સવાર પડી....ઘંટડી વાગે છે. નંદિની આંખો ખોલે છે. થોડી સેકન્ડ માટે જાણે ભૂલી જાય કે ક્યાં છે. પણ પછી ચહેરા પર હાસ્ય ફેલાય છે.....આજ તો વતન જવાનું છે..." જલ્દી જલ્દી તૈયાર થાય છે, પેક કરેલું બીજું બેગ એક વાર ચેક કરે છે. હોટેલના રિસેપ્શન સેન્ટરે ચાવી આપે છે. બાઇ બાય.
ટૅક્સી સ્ટેશન તરફ દોડે છે. સ્ટેશન પર પહોંચી ટ્રેન મા ચડી નંદિની ખુલ્લી બારી પાસે બેસે છે. ટ્રેન હળવે આગળ વધે છે....હવા, ધૂંધળું આકાશ, ડબ્બામાં વહેલી સવારની શાંતિ...તે ખુબ ખુશ હતી. અને ત્યાં, શૌર્યની ડાન્સ કરતી વખતે ની હરકત યાદ આવી જાય. એ આંખો બંધ કરે છે, અને ફરીથી એ દ્રશ્ય ઊભું થાય છે. "કેવી ઘમંડભરી હાલત હતી એની... જાણે બધું તેના ઈગોના હાથમાં હોય!". મે એની સાથે કઈ ખોટું નથી કર્યું પણ એની ઘમંડભરેલી વૃત્તિ આડે આવે છે. "છોડ નંદિની એને યાદ કરવો કે સમજાવવો બેકાર છે!" થોડી ક્ષણ ઊંડો શ્વાસ લે છે. પછી હળવી છબી ચહેરા પર આવી જાય છે...
"આજે તો વતન જઈને માં-બાપુ પાસે ચા પીવી છે... આંગણે બેસીને ઘણી બધી વાતો કરવી છે... એ છે મારો પરિવાર, એ છે મારી શાંતિ."
શું નસીબ ફરી એમને સામસામા લાવશે?
શું શૌર્ય જાણી શકશે શોભિત ક્યાં છે?
જાણવા આગળ જોડાય રહો.
નંદિની... એક પ્રેમકથા
(પ્લીઝ ફોલોવ મી)