પ્રકરણ:19
"લો નાસ્તો લેશો" રુદ્રાએ આગ્રહ કરતા કહ્યું.
"ના ના આભાર બસ મારે થોડી વાત કરવી છે.બસ બે જ મિનિટ"
"ના ના એવી કોઈ ઉતાવળ નથી.હું ફક્ત લોકોને ફક્ત એટલા માટે નથી મળતો કે તે ફક્ત સેલ્ફી અને ફાલતુ વાતો જ કરે છે.સો તમે ખુલીને કહો" રુદ્રાએ કહ્યું.
"થેન્ક યુ સર મારુ નામ બંસી છે.યુ નો હું પણ એક ઇન્વેસ્ટર બનવા માંગુ છું,હું સ્ટોકમાર્કેટમાં ઇન્વેસ્ટ કરું છું"
"ઓહ બંસી એ તો ખૂબ સરસ વાત છે"
"સર પણ એક પ્રોબ્લેમ છે હું મારું એકાઉન્ટ ગ્રો નથી કરી શકતી.મારો પોર્ટફોલિયો બહું નાનો છે,સમજાતું નથી કે તને મોટો કઈ રીતે કરું.બેઝિકલિ અત્યારે હું એક સ્ટુડન્ટ છું"બંસીએ કહ્યું.
"જો બંસી એક વાત કહું.તારા માટે મારી પાસે એક સરસ ઉદાહરણ છે અને એ પણ મારું જ,સાંભળ.હું જ્યારે ઇલેવનથમાં હતો ત્યારે હું પણ ટ્રેડિંગ કરતો હતો.યુ નો ચાર પાંચ હજાર જેટલા નાના માઉન્ટથી પછી શું થયું એ તો કદાચ તને ખબર હશે.તો તે પર્ટીક્યુલર સમયે મને થોડી ખબર હતી કે હું મિસ્ટર રુદ્રા માંથી એક દિવસ મિસ્ટર બીટકોઈન બની જઈશ.જ્યારે તમે કોઈ પણ વસ્તુ પાછળ મહેનત કરો છો ત્યારે તમને એવું કદાચ લાગે કે ટ્રેડિંગની વાત કરીએ તો આ બહુ નાનું અમાઉન્ટ છે.આનાથી તો હું શું કરી શકું? આનાથી મારે મોટા અમાઉન્ટ સુધી પહોંચવા માટે મારે કેટલો સમય લાગી જશે.હું તો નહીં પહોંચી શકું વગેરે વગેરે.બટ ફ્યુચર એક એવી વસ્તુ છે જે બધું જ પળવારમાં બદલી શકે છે.તમેં નથી જાણતા કે ક્યારે તમારો સમય બદલવાનો છે.આ દુનિયા ખૂબ સુંદર છે અને જિંદગી દરેક લુઝરને વિનર બનવાનો એક મોંકો આપે છે.સો એવું ન વિચારો કે આનાથી શુ થશે,આનાથી શુ થશે.સો માય ફ્રેન્ડ ફ્યુચર કોઈએ જોયુ નથી.તમે સક્સેસફૂલ વ્યક્તિઓની હિસ્ટ્રી કાઢો તો તમને ખબર પડશે કે જિંદગીએ કેવી પરિસ્થિતિમાંથી ઉભા કરીને તેમને દુનિયાના મહારાજા બનાવ્યા છે.બીજી વાત એ કે જો તમે કોઈ કામ ફેઈલિયરની ચિંતા કર્યા વગર કરતા જાવ તો કાયનત પાસે તમને સક્સેસ કર્યા વગર બીજો ઉપાય નથી."રુદ્રા અટક્યો
"વાવ,તમારી વાત એકદમ સાચી છે.મને તમારા જેવા લોકો વધારે ગમે છું.હું મારા ફ્રેન્ડ સર્કલમાં હોવ ત્યારે મને થાય છે કે તેમની વાતો કશા કામની નથી.".બંસી બોલી.
"સારું છે.મારુ પણ કંઈક એવું જ હતું.મારૂ કોઈ ફ્રેન્ડ સર્કલ જ નહોતું અમે બે જ લોકો હતા." રુદ્રાએ દિયાને યાદ કરતા કહ્યું.
"સ્વીટ,એની વે થેન્ક યુ સર.બાય તમને મળીને આનંદ થયો.કદાચ ફરી ક્યારેક મળી શકીએ" બંસીએ કહ્યું.
"સ્યોર"રુદ્રાએ કહ્યું અને તે ચાલતી થઈ.
રુદ્રા તેને જોઈ રહ્યો.તેને પોતાની જિંદગી પર નજર કરી.મિસ્ટર રુદ્રામાંથી મિસ્ટર બીટકોઈન બનાવની વાત પર નજર કરી.તેના પોતાના જ સિદ્ધાંત પોતાના જીવન પર અત્યારે કામ કરી રહ્યા નહોતા.તેને હમેશા એવું હતું કે કોઈ વ્યક્તિ તમારી માલિકીનું નથી.જે વ્યક્તિ આવે છે એને વેલકમ કરો અને જાય છે તેને ગુડબાય કહો,કદાચ તે સિદ્ધાંત પહેલા જ દિયા આવી ગઈ હતી.તે દિયા માટે થોડું વધારે જ વિચારી રહ્યો હતો.તે કદાચ નહોતો ઇચ્છતો કે તે રવિ સાથે લગ્ન કરે! પણ કેમ? કદાચ પોતે તેને વધારે ખુશ રાખી શકે? કદાચ દેખીતી રીતે હા! તેને થયું કે પોતે ખોટી જગ્યાએ હાથ મારે છે.તેને કોઈ પણ મતલબ વગર દિયાના લગ્નમાં જવું જોઈએ.જો તે પોતે જ તેને પ્રેમ કરતો હતો તો આજ સુધી પ્રપોઝ કેમ ન કર્યું? તેને મગજ થોડું શાંત કર્યું.
તેને વિચાર્યું કે તે જિંદગીની માયાજાળમાં ફસાઈ રહ્યો છે.જ્યારે તે બીલીનીયર બન્યો ત્યારે તેને વિચાર્યું હતું કે તેને ઉપનિષદ વાંચવા છે ભારતીય સાહિત્યને જાણવું છે.આ કોન્ક્રીટમાં જંગલમાંથી દૂર જઈને સાહિત્ય વાંચવું છે.તેને લાગ્યું કે આ બધું નકામું છે આની પાછળ દોડવાથી કશું વળવાનું નથી.તેને એક નિર્ણય કર્યો કે તે દિયાના લગ્ન પછી કોઈ શાંત જગ્યાએ ચાલ્યો જશે અને ત્યાં કોઈ સાહિત્ય અને ઉપનિષદ વાંચશે એન્ડ એનો અભ્યાસ કરશે.તેનેદિયાને કોલ કરવાનું નક્કી કર્યું.તેને ફોન ઉપાડ્યો અને પછી દિયાને કોલ કર્યો.
"હેલો રુદ્રા,બોલ બોલ"
"શુ ચાલે છે દિયા?"
"બસ જો હવે લગ્નની શોપિંગ"
"સારું બસ મેં તો એમ જ કોલ કર્યો હતો કે જો જરૂર હોય તો થોડો વહેલો આવી જાવ?"
"ના કદાચ જરૂર નથી બધું ઓલમોસ્ટ થઈ ગયું છે.સો રવિવારે સવારે વહેલા જ પહોંચી જજે"દિયાએ કહ્યું.
"હા ઠીક છે બાય" કહી રુદ્રાએ કોલ મુક્યો.
રુદ્રાનું મગજ અત્યારે શાંત દેખાઈ રહ્યું હતું.તેને હવે એક નવી દિશામાં વિચારવાનું શરૂ કર્યું હતું.તેને નાસ્તો પતાવ્યો પછી તેનું આજનું કામ તેને કેફેમાં બેઠા બેઠા જ પતાવ્યું.ત્યારબાદ તે ઘર તરફ નિકળ્યો.
************
રવિવારનો દિવસ આજે સાચે જ એક નવો ઉમંગ લઈને આવ્યો હોય એવું લાગી રહ્યું હતું. રુદ્રા સવારે જ્યારે ઉઠ્યો ત્યારે જ તેને એક સ્ફૂર્તિ જણાઈ રહી હતી.તે નાહી ધોઈને નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ પર બેઠો હતો. તે ઘરે આવ્યો ત્યારથી જ મમ્મીના હાથનો જ નાસ્તો ખાઈ રહ્યો હતો.તે તેનો ક્રમ બન્યો હતો.નાસ્તો ડાઇનિંગ ટેબલ પર આવ્યો.તે નાનો હોય તે જ રીતે આજે ભાખરી,માખણ અને કપની જગ્યાએ વાટકામાં ચા પીરસાય હતી.આ જોઈ રુદ્રાને તેના બાળપણના દિવસો યાદ આવી ગયા.
"વાહ મમ્મી આ તો હું નાનો હતો ત્યારે આ રીતે ખાતો હતો" રુદ્રાએ વનિતાબહેન સામે જોતા કહ્યું.
"હા મને થયું આજે આ રીતે નાસ્તો આપી દવ" વનિતાબહેને રુદ્રાના માથા પર હાથ ફેરવતા કહ્યું.
"પણ કેમ આમ અચાનક?"
"તું આજકલ ટેનશનમાં રહે છે કેમ? કોઈ પ્રોબ્લેમમાં હોય એવું લાગે છે.નુકસાનમાં છો?"
"ના મમ્મી એવું તો કશું નથી ઉલ્ટા છેલ્લા મહિનામાં તો અઢારસો કરોડના ફાયદામાં છું આ મહિના જેવો તો એકેય મહિનો નથી હોતો" રુદ્રાએ કહ્યું.
"તો પછી શું થયું?"
"નહિ મમ્મી આજે એવું તો કશું નથી પણ આજે મારી ખાસ મિત્રના લગ્ન છે તો સહેજ ઉદાસ હતો"
"તને એ પસંદ હતી?"
"શુ? નહિ-નહિ એવું કશું નહોતું"
"રુદ્રા હું જાણી શકું છું કે તું ખોટું બોલી રહ્યો છું"
"સાચું કહું તો હું પોતે પણ નથી જાણતો"
"કોઈ નહિ રુદ્રા,પણ મને લાગે છે તારે તારા કામ પર ધ્યાન દેવું જોઈએ.તું જ્યારે ચેરિટી કરે છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે. તે બધા કરતા આ કામ બહુ જરૂરી છે.તારો એન.જી.ઓએ કોઈક ગરીબ બાળકોની ભણવા માટે સ્કૂલ બાંધી અથવા કોઈ ગૌશાળા બંધાવીના ન્યૂઝ સમાચારમાં જોવું છું તો મને બહુ આનંદ થાય છે.મને પ્રોમિસ કર કે તું આ કામ કોઈ દિવસ બંધ નહિ કરે" વનિતાબહેને કહ્યું.
"એ પણ કોઈ કહેવાની વાત છે? આઈ પ્રોમિસ" રુદ્રાએ કહ્યું.
"તો ચાલ હવે નાસ્તો કરી લે" વનિતાબહેને સ્મિત સાથે કહ્યું.
"અરે પપ્પાને તો આવવા દો"
"એ તો હજી સુતા છે કાલે મોડે સુધી પિક્ચર જોતા હતા.તું નાસ્તો કરી લે.એ તો મોડા ઉઠશે.પછી તારે મોડું થશે." વનિતાબહેને કહ્યું
રુદ્રાએ નાસ્તો કર્યો અને પછી રોલ્સ રોયલ્સ લઈ નીકળી પડ્યો દિયાના લગ્નમાં. આજે રોજની જેમ તેની સાથે ત્રણ બોડીગાર્ડ હતા.તે વિચાર્યા કરતા વહેલો નીકળ્યો હતો.હજી છ વાગી રહ્યા હતા.તે બંગલો દિયાના ઘરથી વધારે દૂર નહોતો.દિયાના પપ્પા અહીં વડોદરામાં જ સ્વીફ્ટ થયા હતા. તે લગભગ રુદ્રાના ઘરથી ત્રીસેક કિલોમિટરે હતી આથી રુદ્રા ખૂબ ધીમે ચલાવી રહ્યો હતો.
**********
ક્રમશ: