Nandini.... Ek Premkatha - 25 in Gujarati Love Stories by Asha Kavad books and stories PDF | નંદિની...એક પ્રેમકથા - ભાગ 25

Featured Books
Categories
Share

નંદિની...એક પ્રેમકથા - ભાગ 25




     નંદિની શોભિત ને ઓફિસમાં આવવાનું કહે છે.સાથે સાથે પૂજા, કિરણ અને સુમન ને પણ બોલાવે છે. નંદિની પોતાનો પ્રસ્તાવ શોભિત ને જણાવતા કહે છે: શોભિત અમારે યોગ્ય સપ્લાય મેનેજમેન્ટ ની જરૂર છે તો તું અમને જોઈન્ટ કરીશ?... તું જોઇન્ટ કરીશ તો અમારે પણ સારું પડશે. તું આવીશ તો અમારું કામ પણ સારી રીતે સંભળી જશે.

”શોભિત: (થોડી ક્ષણ માટે વિચારે છે, પછી નમ્ર હાસ્ય સાથે) “હમ્મમ… ઓકે, હું તૈયાર છું. ઇન્ફેક્ટ, હું આજથી જ કામ શરૂ કરી દઈશ.”

સુમન: (થોડી મજાકિયા અંદાજમાં, થોડો ગુસ્સો દર્શાવતા શોભિત તરફ જોઈને) “નંદિની, તને બધામાં આ જ મળ્યો  યોગ્ય વ્યક્તિ?”....
નંદિની સુમન સામું જોઈ હળવું હસે છે.

શોભિત: હા! હું એકદમ યોગ્ય વ્યક્તિ છું. કામ માટે પણ અને......

સુમન: અને! અને શું?..

શોભિત: ( થોડાક મસ્તી ભર્યાં અંદાજે, થોડાક સીરીયસ અંદાજે બોલે છે) એજ કે હું મારું કામ પૂરી નિષ્ઠા થી કરીશ. નંદિની.... થેંક્યું મને યોગ્ય વ્યક્તિ સમજ્યો. આટલું થયા છતાં મને એ લાયક સમજ્યો.( સુમન સામું જોઈ) બસ કોઈ બીજા પણ સમજે.....
સુમન સમજી જાય છે. શોભિત સામું મોઢું બગાડી જુવે છે.

નંદિની: શોભિત, આજે તું કિરણ અને પૂજાની સાથે ગોડાઉનમાં જઇશ. ઓર્ડરના સ્ટોક ચેક કરી લેજે. સાથે સાથે સુમન તને ઓર્ડર ની ડિટેલ આપી દેશે. આવતીકાલથી તારો ઓફિશિયલ કામ શરૂ થશે.

શોભિત: ઓકે… એટલે હવે હું ઓફિશિયલ ટીમનો હિસ્સો છું.

પૂજા: "શરુઆત તો આજથી છે… ચા પીધા પછી સીધા ગોડાઉન!"
(બધા હસી પડે છે… વાતાવરણ હળવું અને સકારાત્મક બની જાય છે.)

નંદિની: “હવે તું પહેલું કામ એ જ કરજે કે જુના સપ્લાય ડેટા, ઓર્ડર અને નવો કોન્ટ્રાક્ટ ચેક કરી લે… અમુક સવાલો પણ ઊઠ્યા છે.” પૂજા તને જણાવી દેશે.

શોભિત (ગંભીર અવાજમાં): “ ઓકે... જે ડેટા છે એ બધું ચેક કરીશું.

સુમન: નંદિની હવે આપણે કાલની મીટીંગ ની તૈયારી કરીએ.
સુમન અને નંદિની કાલની મીટીંગ માટે નું પ્રેઝન્ટેશન બનાવે છે. પૂજા કિરણ અને શોભિત પણ કામમાં વ્યસ્ત છે.

___________________________________________


    શૌર્ય કામમાં ઘણો વ્યસ્ત હતો. તેને ઇમેઇલ નોટિફિકેશન જોયા. જેમાં તેના આસિસ્ટન્ટ ના મહત્વના મેઈલ હતા. શૌર્યએ તરતજ ફોલ્ડર ઓપન કરીને ઇમેઇલ ચેક કર્યા અને તરત જ ફોન લગાવ્યો.
શૌર્ય: (કડક અવાજમાં): “હમ્મ… બધું ઠીક ચાલે છે ને? ક્યાંય કોઈ ગડબડ કે ખુલાસો થવાનો જોખમ તો નથી ને?”

આસિસ્ટન્ટ: (વિશ્વાસપૂર્વક) “  જી સર!, બધું તમારી સૂચના મુજબ ચાલી રહ્યું છે. કાલની મીટીંગ પણ નક્કી થઈ ગઈ છે અને ડીલ પણ એ જ પળે થશે જે રીતે તમે સૂચવ્યું છે. આ પ્લાન માંથી બહાર નીકળી શકે એવો કોઈ ચાંચ નંદિની પાસે નહીં હોય.

શૌર્ય (એક શીતળ સ્માઈલ સાથે): “ગૂડ… આગળ પણ એ જ રીતે નિશ્ચિત અને ચુસ્ત રહેવું. એક પણ ખામી ન હોવી જોઈએ. ”શૌર્ય ફોન કટ કરીને સાંત્વના અનુભવે છે. એના હોઠે એક ઘમંડી સ્મિત ખીલે છે.
શૌર્ય (મનમાં) “આ વાર તો નંદિની જ નહીં, એના આખા ધંધાનું નુકશાન ઉથલાવીને રાખીશ… આ ડીલ પછી એના હાથમાં કશું નહીં બચે.” "તો તૈયાર રહેજે મિસ નંદિની મારા નેક્સ્ટ વાર માટે "......

___________________________________________


    બીજી બાજુ નંદિની પણ ઓફિસના મિટિંગ રૂમમાં તમામ સ્ટાફ સાથે ચર્ચા કરતી હતી.

નંદિની: “શોભિત, ખાસ કરીને નવો કોન્ટ્રાક્ટ કોણ ફાઈનલ કરી રહ્યું છે એનું બેકગ્રાઉન્ડ ચેક જરૂર કરવુ.”

શોભિત (આશ્વાસન ભર્યા અવાજમાં): “તમે ચિંતા ન કરો. પૂજા એ મને બધી વાત વિસ્તાર થી સમજાવી છે, કોઈ પણ ગેરકાયદેસર કે ગોટાળો હશે તો બહાર લાવીશ.”

નંદિની: "ઓકે! તો ચાલો, આજે ખૂબ જરૂરી કામ થઈ ગયું છે અને સમય પણ ઘણો થઈ ગયો છે. હવે ઘરે જઈએ, સવારે વહેલું પણ આવવાનું છે."
બધા હસતાં હસતાં પોતપોતાના ઘરે જવા માટે નીકળ્યા. શોભિત પણ સુમન સામે નજર કરીને હળવાં શબ્દોમાં બોલ્યો, "બાય બાય..."
બધા ઘરે પહોંચી ગયા. નંદિનીના મનમાં કંઈક ખૂંટતું હતું. ઘર આવતાની સાથે તેણે ચુપચાપ પોતાનું લેપટોપ ઓપન કર્યું અને કામમાં લાગી ગઈ. કલાકો પસાર થઈ ગયા, પરંતુ નંદિની કામ કરતાં કરતાં કઈ ખાસ માહિતી મેળવવા માં બીજી થઈ ગઈ હતી.

આગલી સવારનું વાતાવરણ એકદમ તાજું હતું. બધાં એક પછી એક ઓફિસમાં હાજર થવા લાગ્યા. બધાની ઊર્જા નવી શરુઆત જેવી હતી. નંદિની કેબીનમા બેઠી, લેપટોપ ઓન કરી રહેલી ત્યારે પૂજા, કિરણ અને શોભિત પણ પોતાની જગ્યાએ પહોંચી. મિટિંગ શરૂ થવા માટે હજુ ઘણો સમય બાકી હતો. નંદિનીએ બધાને પોતાના કેબીનમા બોલાવી લીધાં.

નંદિની: “સાંભળો બધા, મિટિંગ પહેલાં કેટલાક મહત્વના કામ છે. મને કંઈ માહિતી મળી છે....... નંદિની બધું સ્પષ્ટ રીતે બધા ને બતાવી સમજાવે છે. બધાં ધ્યાન થી એ માહિતી ડેટા જોઈ રહ્યાં છે. "હવે આપણે આ અલગ રીતે આ ડીલ સાઈન કરીશું!...." કિરણ, તું આજના ઓર્ડર ની પુષ્ટિ કરી લે. પૂજા, નવા સપ્લાયર્સ ના ડોક્યુમેન્ટ્સ ચેક કરી લેજે. શોભિત, તું ક્લાઈન્ટ નાં એગ્રીમેન્ટ ડ્રાફ્ટ ચેક કરી ઉંડાણ પુરક માહિતી મેળવજે.” હું અને સુમન આગળ નો પ્લાન બનાવીએ.
સૌએ આત્મવિશ્વાસ સાથે હા પાડી. બધું સજાગ અને વ્યવસ્થિત લાગી રહ્યું હતું.

નંદિની ના ગોડાઉન આગળ એક મોંઘીદાટ ગાડી ધીમી ગતિએ અંદર પ્રવેશી. બધા સમજી ગયા કે આજની મિટિંગ માટે આવ્યા છે. ગાડી ઓટોમેટિક સ્ટાઈલમાં ધીમેથી બ્રેક થઈ. ડ્રાઈવર ઝડપથી ઊતર્યો અને પાછળનો દરવાજો ખોલ્યો. અંદરથી સાફ-સુથરા, શાનદાર ડ્રેસમાં સજ્જ મેનેજર ઉતર્યા. તેમના ચાલમાં આત્મવિશ્વાસ અને વર્ચસ્વની ઝલક હતી. ગોડાઉન ના મુખ્ય દરવાજા પર નંદિનીની ટીમ પહેલેથી જ તૈયાર ઉભી હતી. સૌએ એ લોકોને ગૌરવભર્યું અભિવાદન કર્યું. નમ્ર સ્મિત સાથે મેનેજરે સૌનું અભિવાદન સ્વીકાર્યું. પછી સૌ સીધા મિટિંગ રૂમ તરફ ગયા. મીટિંગ રૂમમાં શાંતપણાની સાથે  વ્યાવસાયિકતા છલકાતી હતી. આ મિટિંગ સુમન સંભાળી રહી હતી. સુમન સુંદર રીતે મસાલાનું પ્રેઝન્ટેશન બતાવ્યું.
સુમનની શાંતિ ભરી આત્મવિશ્વાસી બોલીમાં એક અલગ જ ગુંજ હતી. એણે પોતાની બ્રાન્ડની સફર, ગુણવત્તા અને વિશેષતાઓ વિશે ખૂબ સુંદર રીતે રજૂઆત કરી.

મેનેજર ધ્યાનપૂર્વક દરેક વાત સાંભળતા હતા. થોડીવારના સંવાદ પછી તેઓ સંતોષભર્યા અવાજે બોલ્યા,
“અમે આ ડીલ સાઈન કરવા માટે તૈયાર છીએ. અમે અમારુ નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અને તમારા મસાલાની ગુણવત્તા અમને પસંદ આવી છે. અમને તાત્કાલિક મોટા સ્ટોકની જરૂર છે. શું તમે ટૂંકા સમયમાં મોટો ઓર્ડર પૂરો પાડી શકશો?”

સુમન થોડી ક્ષણો વિચારવામાં ગળી ગઈ. ત્યારબાદ પોતાનું આત્મવિશ્વાસ દર્શાવતા બોલી, “જરૂર! અમે ઓર્ડર માટે તૈયાર છીએ, તમે ફક્ત સમયરેખા જણાવી દો કે કયા દિવસ સુધી પહોંચાડવાનું રહેશે?”

મેનેજરે ચોક્કસ જવાબ આપ્યો, “દસ દિવસમાં!”

સુમનના ચહેરા પર થોડો આશ્ચર્ય ઊગ્યો, પણ તરત પ્રોફેશનલ અંદાજમાં પૂછ્યું, “દસ દિવસમાં? થોડી ગૂંચવણ રહેશે… થોડા વધુ દિવસ મળી શકે તો?”

મેનેજર હળવાં હાસ્ય સાથે જવાબ આપે,
“બાર દિવસ સુધી ચલાવી શકાય. એ સિવાય નહીં, કેમ કે અમારું માર્કેટ લોન્ચિંગ તારીખ નક્કી થઈ ગઈ છે.”
તે સાથે તેમણે એક ફાઈલ ખોલી ડોક્યુમેન્ટ ટેબલ પર મૂક્યા. “આ રહ્યા ડોક્યુમેન્ટ અને કરારની વિગતો. બાર દિવસ પછી અમે એડ્રેસ મોકલીશું.”જે એડ્રેસ પર તમે મસાલા મોકલશો.

સુમન: "ઓકે! અમે આ ડીલ સાઈન કરી ખૂબ ખુશી અનુભવી રહ્યાં છીએ." થેંકયુ, તમને અને તમારા સર ને.

મેનેજર: "અમારા સર પણ આ ડીલ સાઈન કરી ખુશી અનુભવશે. થેંકયુ ઓલ ઓફ યુ"....

"શું નંદિની શૌર્ય ના ષડયંત્ર માં ફસાઈ ગઈ છે?..."
"શું નંદિની જાણે છે શૌર્ય ના ષડયંત્રને?.."

જાણવા આગળ જોડાય રહો,અને ફોલો કરો.
નંદિની... એક પ્રેમકથા
( ફોલો કરવાનું ભૂલતા નહીં)