MH 370 - 20 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | MH 370 - 20

Featured Books
Categories
Share

MH 370 - 20

20.  ‘અંતિમસંસ્કાર’ ?

મેં ઉપરથી નીચે ખીણ તરફ નજર કરી. નહીં નહીં તો સો દોઢસો ફૂટ નીચે ખીણમાં કો પાયલોટનો મૃતદેહ કહોવાયેલી હાલતમાં પડેલો. આટલે ઉપર પણ દુર્ગંધ આવતી હતી. મેં  આટલે દૂરથી, વગર દુરબીને એને ઓળખ્યો કેવી રીતે? એણે અમારાં વિમાનની સીટ નું કવર જ કમર ફરતે વીંટેલું એ દેખાયું અને એના વાળ, ગોરી ચામડી. હા, એ યુકે નો હતો. ખૂબ કુશળ. મને આ બધી કપરી પરિસ્થિતિઓમાં એણે જ ખૂબ સાથ આપેલો. આ ટાપુ પર વસવા ઘણી સ્ટ્રેટેજીઓ એણે પ્લાન કરેલી એ મુજબ અમે કામ કરતા હતા. ખૂબ હિંમતવાન.

હવે? એને ઉપર લાવવા કે ત્યાં દફનાવવા નીચે તો જવું ને? એ રાત્રે પડી ગયેલો કેમ કે સીધો કેડી જેવો અને ઢાળ વાળો રસ્તો તે તરફ જઈ ઓચિંતો અટકી જતો હતો, નીચે ઊંડી ખીણ હતી અને ત્યાં આગળ એકદમ સીધો મોટો પથ્થરનો ખડક હતો. અંધારામાં દેખાય એમ જ ન હતું.

મેં આજુબાજુ જોયું. કોઈ જ રસ્તો ન દેખાયો. અમે સીધા, લાંબા બીચ જેવા કાંઠાની જગ્યા, જ્યાં ઉતરાણ કરી તરત રહેલા, ત્યાં જવું હવે જોખમભર્યું હતું.  ત્યાંથી આ જગ્યાએ જવાનો રસ્તો પણ ન હતો. 

હું એ ખીણ અને ટેકરીની આસપાસ ફરવા લાગ્યો. આગળ જંગલ થોડું આછું હતું. એ તરફ હું  મને એક   લગભગ સૂકું  ઝાડ મળ્યું એની એક લાંબી ડાળ તોડી આમતેમ ફંફોસતો કોઈ જ રસ્તો ન હતો ત્યાં જંગલમાં જવા લાગ્યો. ત્યાં કેળ જેવાં લીસાં અને જાડાં થડ વાળાં વાંસ જેવી વનસ્પતિ હોય એવાં ઊંચાં ઝાડ હતાં. આમતેમ હચમચાવી મેં એક એવું ઝાડ તોડ્યું. એ કામ સહેલું ન હતું. એ કરતાં મને સારો એવો સમય લાગ્યો હશે. સવારે શરૂ કરેલું તે હવે સૂર્ય માથે આવી ગયેલો.

એ જમીન પર  લપસી શકે એમ હતું. ત્યાંથી એને સરકાવતો  નીચે જતી જમીન તરફ આગળ વધી શક્યો. પેલો સીધો ખડક હવે દૂર દેખાતો હતો. એની ટોચ મારે આંખનું છજું કરી જોવો પડે એટલી ઊંચી દેખાવા લાગી એટલે હું સરખો એવો નીચે ઉતરી શકેલો.  કેળ જેવું લીસું પણ લાંબું મોટું થડ. એની ઉપર બેસી  એને ધકેલતો. થડનું ખાસ વજન ન હતું અને લીસું હતું એટલે આ શક્ય બન્યું.

ત્યાં હવે તો રીતસર વાંસનાં વૃક્ષ જોયાં. એની પાતળી ડાળીઓ નીચે તરફ ઝૂકેલી હતી. મેં મારાં આ નવાં વાહન, લીસાં થડને નીચે ફેંક્યું અને હું એ વાંસનાં વૃક્ષની એક ઝુકેલી ડાળીએ લટકી ગયો. મેં પગનો એક જોરદાર ઝોલો માર્યો. ડાળી નીચે નમી અને લટકેલો હું ખીણ ઉપર આવી ગયો. થોડા ઝોલા ખાધા. વાંસ મારા ધક્કાથી ઉપર જાય તો દસ પંદર ફૂટ ઉપર જાય ને તરત જ આપોઆપ નીચે આવે. એમ કરતો હું લટકીને ધક્કા મારતો રહ્યો. થોડા ધક્કાઓ પછી એ વાંસ તડડ.. કરતો તૂટ્યો અને હું હવે દસેક ફૂટ નીચે જ ખીણમાં પડીને ઉતર્યો. પેલું મેં ફેંકેલ થડ નજીકમાં  જ પડ્યું હતું.

એ થડને ખીણની સપાટ જમીન પર ઢસડવું અશક્ય હતું. મેં એક છેડેથી એને ખભો આપી ઊંચું કર્યું અને કો પાયલોટનાં  શબ સુધી પહોંચ્યો.

શબની એ યુરોપિયન હોઈ ભૂરી આંખો આકાશ તરફ જોતી હતી. અહીં કોઈ ગીધ કે સમળી આવે એમ ન હતું પણ કોણ જાણે ક્યાંથી કીડાઓ શબને કોતરી રહ્યા હતા. આખું શબ ભયંકર ગંધાતું, પીળા લાલ કીડાઓથી ખદબદતું હતું. એની પાસેની મશાલમાં હજી એર ફ્યુએલની વાસ હતી પણ  મશાલ ફરીથી સળગાવવી કેવી રીતે?

આ શબને દાટવું  હોય તો ખાડો પણ શેનાથી ખોદવો?

હું ભગવાનને પ્રાર્થના કરતો ઊભો ઊભો વિચારી રહ્યો.

ક્રમશ: