Sparsh - 7 in Gujarati Women Focused by Nilesh Rajput books and stories PDF | સ્પર્શ - ભાગ 7

Featured Books
Categories
Share

સ્પર્શ - ભાગ 7

કૈલાશબેન ખુશીની બીજી મા હતી. ખુશીની પહેલી મા દસ વર્ષ પહેલાં એટલે કે ખુશી જ્યારે ચાર વર્ષની હતી ત્યારે ગુજરી ગઈ હતી. ખુશીની માનું મૃત્યુ અગાસી પરથી પડીને થયું હતું. ખુશી એ પોતાની મા નું મૃત્યુ નઝરસમક્ષ જોયું હતું. ખુશી ની મા ઘણા દિવસોથી ડિપ્રેશન માં હતી. ઘરમાં જઘડો , કંકાસ , અને પતિ સાથે અણબનાવ અને  એક દિવસ બપોરના સમયે અગાસી પર ચડી. એની પાછળ પાછળ મમ્મી મમ્મી કહેતી ખુશી એની પીછો કરતી અગાસી પર આવી. ખુશીની માએ પોતાની દીકરીને હેતભર્યું છેલ્લું આલિંગન આપી અગાસી પરથી કૂદકો મારીને પોતાનું જીવન ટુંકાવ્યું.

મહેશભાઈએ ત્રણ વર્ષ પછી બીજા લગ્ન કર્યા. કૈલાશબેન શરૂઆતમાં ખુશીને પોતાની દીકરીની જેમ જ પ્રેમ અને વહાલ કરતા.પણ જ્યારે રવિનો જન્મ થયો તે પછી ખુશી પ્રત્યેનો પ્રેમ ઘટવા લાગ્યો. ખુશી એ બીજી મા ને કોઈ દિવસ પહેલી મા થી અલગ માની જ નહોતી. ખુશી હંમેશા એને પોતાની મા સમજી પ્રેમ કરતી અને સામે પણ એવા પ્રેમની અપેક્ષા રાખતી પણ કહેવાય છે ને મા જેવો પ્રેમ દુનિયામાં બીજું કોઈ ન કરી શકે. બીજી મા પણ નહીં.


ખુશીને રવિ સાથે ખાસ બનતું નહિ. પપ્પા સાથે તો માના અવસાન પછી ભાગ્યે જ બરોબર વાત કરી હોય. જરૂરી હોય એ જ વાત કરતી બાકી ચૂપચાપ બેસી રહેતી. ખુશીના મન માં હંમેશા એવું ખ્યાલ બની રહેતો કે મારા પપ્પા ના કારણે જ મારી મા આજે મારી પાસે નથી. જે થોડે ઘણે અંશે સાચું પણ હતું. આમ, ખુશી બધી રીતે એકલી થઈ ગઈ હતી.

ખુશી પરીક્ષાનું છેલ્લું પેપર આપી ઘરે આવી. એનો ચેહરો જોઈને જ ખ્યાલ આવી જાય કે ખુશીનું પેપર સારું નથી ગયું. છેલ્લા કેટલાય દિવસોથી એની સાથે બનેલા બનાવની અસર પેપર પર પડી હતી.

ખુશી ઘરે પહોંચી. ઘરે પહોંચતા જોયું કે રવિની તબિયત ખરાબ હતી. કૈલાશબેન એને દવાખાને લઇ જવા નીકળી જ રહ્યા હતા કે સામે ખુશી મળી. કૈલાશબેન બોલ્યા :-" સારું થયું લે, તું આવી ગઈ..રવિની તબિયત ખરાબ છે એટલે હું એને દવાખાને લઈ જાવ છું , તું ઘરનું ધ્યાન રાખજે હો, અને હા..., કેનિલભાઈ માટે ચા બનાવવા મૂકી છે તો, એ ચા બનાવી કેનિલ અંકલ ને આપ્યાવજે હોને.."
એટલું બોલતાં કૈલાશબેન રવિને લઈને જતા રહ્યા. રવિની તબિયત ખરાબ હતી એટલે મમ્મીને ના ન પાડી શકી. ખુશીએ સ્કૂલ ડ્રેસમાં જ રસોડામાં જઈ ચા બનાવી અને કપમાં નાખી કેનિલભાઈ ના ઘરે દેવા ગઈ.

કેનિલે ખુશીને ચા લઈને આવતા જોઈ પોતાના દીકરા સુમિતને કહ્યું. :-" સુમિત .. સુમિત દીકરા...જાવ નીચે જઈને ગાર્ડન માં રમો." સુમિત :-" પણ પપ્પા મારે ફોનમાં રમવું છે.." કેનિલે ગુસ્સામાં સુમિત સામે જોયું અને સુમિત ત્યાંથી ગાર્ડનમાં રમવા જતો રહ્યો.

ખુશી ચા લઈને ઘરમાં પ્રવેશી. કેનિલે સુમીતના ગયા પછી અંદરથી રૂમનો દરવાજો બંધ કર્યો. દરવાજો બંધ થયાનો અવાજ સંભળાતા ખુશીના આખા શરીરમાં ડર પ્રસરી ગયો. ખુશી ચાનો કપ મૂકવા જતી જ હતી કે પાછળથી કેનિલે ખુશીને કમરથી પકડી લીધી. ખુશીના હાથથી ચા નો કપ છૂટી ગયો. ખુશી પોતાને છુડાવાની કોશિશ કરવા લાગી પણ કેનિલ એને પકડીને જબરદસ્તી કરવા લાગ્યો. કેનિલે ખુશીના મોં પર હાથ રાખી દીધો અને બીજા હાથે ખુશીને પકડીને પોતાની તરફ કરી. ખુશીને ત્યાં જ સોફા પર જોરથી પછાડી અને કેનિલ એના પર રાક્ષસ ની જેમ તૂટી પડ્યો.  કેનિલે ખુશીને હવે માત્ર સ્પર્શ નહિ પણ બળાત્કાર ગુજાર્યો. ખુશીની હાલત જીવતા સળગતા માણસ જેવી થઈ ગઈ. ખુશીની આત્મા જાણે આજે છીનવાય ગઈ. ખુશી ત્યાં જ પોતાના પગ પછાડતી રહી પણ કેનિલ ન રૂક્યો. જાણે કોઈ શિકારી પોતાના શિકારને હાથ, પગ અને મોં થી નીચવતો હોય એમ કેનિલ ખુશીના દરેક અંગને નિચવતો હતો.

એ બંધ રૂમમાં આજે સમાજ હારી ગયો,
શિક્ષણ હારી ગયું, સંસ્કાર હારી ગયા,
અને સરકારે બનાવેલા કાનૂન પણ હારી ગયા.
ખુશી મનોમન બચાવ માટે ભીખ માંગતી રહી, પ્રાથના કરતી રહી પણ એ બિચારીને  ક્યાં ખ્યાલ હતો કે  આ સતયુગ નહિ પણ કળયુગ છે અહીંયા એને બચાવવા કોઈ કૃષ્ણ નથી આવવાના.

ક્રમશઃ