Quotes by Hemali Ponda તની in Bitesapp read free

Hemali Ponda તની

Hemali Ponda તની

@hemaliponda1976gmail.com012056


ઉપેક્ષા થી થાક લાગે છે,
છતાંય ફિટકાર સહન કરું છું!
નિષ્ફળતા થી થાક લાગે છે,
છતાંય જીતવાના પ્રયત્નો કરું છું!
દુઃખોથી થાક લાગે છે,
છતાંય સુખની પ્રતીક્ષા કરું છું!
રડીને થાક લાગે છે,
છત્તાંય ઠાલું હસી લઉં છું!
હું થાકી છું પણ હિંમત હારી નથી!
બે ઘડી વિરામ લઈને,
ફરી છલાંગ મારવાની તૈયારી કરું છું!!
-તની
#Strength

Read More

" જોઈ પેલી પ્રિયંકાને! પતિના દેહાંતને હજુ મહિનોય નથી થયો ત્યાં નીકળી પડી બાગમાં ફરવા!" પ્રિયંકા ને બાગમાં બાળકોની સાથે રમતી જોઈને બૈરાંઓમાં કાના-ફૂસી શરૂ થઈ ગઈ.
" ખરી છે જો ને! કેવી છોકરાવ સાથે રમે છે!"
" ને હસે પણ છે! જરાય દુ:ખ દેખાય છે એના ચહેરા પર!” બીજી એક જણી બોલી.
બે નાના બાળકો અને વૃદ્ધ માતાને પત્નીના ભરોસે મૂકીને કૈરવે અનંતની વાટ પકડી ત્યારથી ઘરમાં માતમનો માહોલ છવાયેલો હતો! બાળકોના ચહેરાની ઉદાસીને અને સાસુજીની આંખોમાંથી વહેતા આંસુને માત્ર પ્રિયંકા જ રોકી શકે તેમ હતી! એના આંસુને લૂછનાર કોઈ નહોતું!
પોતાના વહેતા આંસુને લૂછીને બાળકો ને બાથમાં લીધા ને બોલી," ઘણા દિવસથી બાગમાં રમવા નથી ગયાં! ચાલો, આજે જઈએ! સાસુ માં તરફ જોઈને બોલી,” બા તમેય ચાલોને, વળતા હવેલી જતાં આવીશું! હમણાં હિંડોળાના દર્શન થતાં હશે!" બધાય પોતાના આંસુ સંતાડીને તૈયાર થઈ ગયા!!
શું સમાજ પોતાના આંસુને સંતાડીને ફરી બેઠી થવાના પ્રિયંકા જેવી સ્ત્રીઓના સાહસ ને બિરદાવી શકે ખરો?
-તની

Read More

દરેક હાસ્ય ખુશ હોવાનું,
પ્રમાણ નથી આપતું!
ક્યારેક તે છુપાયેલા દર્દનું,
પરિમાણ પણ આપી જાય છે!!
-તની
#Smile

વાંક કોનો??
સ્ટેટસ' 'સ્ટોરીઝ'માં લાગણીઓ જાહેર બનતી જાય છે!
સંબંધો 'ચેટ' ને 'કોલ્સ' ને આધીન બનતા જાય છે!
દર ચોવીસ કલાકે સંબંધોના માપદંડ બદલાતા જાય છે!
નંબર 'બ્લોક' કરીને સંબધોને તોડી પણ દેવાય છે!
સમાધાન ને ક્ષમા જેવા શબ્દો વિસરાતા જાય છે!
હૈયેથી નીકળતું લાગણીનું ઝરણું સુકાતું જાય છે!
બે ઘડી મોબાઈલ બાજુએ મૂકીને વિચારજો..
વાંક કોનો છે 'ટેક્નોલોજી'નો કે આપણો...!!
-તની
#Relationship

Read More

આ પુસ્તકાલયની ચૂપકીદીમાં
કયાંક શોર થાય છે!
લેખકનો વાચકના મન સાથે,
વાચકનો અંતર મન સાથે,
સંવાદ થતો જાય છે!!
-તની
#Reading

Read More

કાળું ટપકું,
જો ગોરા અંગ પર હોય,
તો તલ કહીને વખણાય!
જો ધોળા ચાંદ પર હોય,
તો ડાઘ કહીને વગોવાય!
હૃદયના દર્દ ને,
તલ માનીને માણી લેવાય!
ડાઘ માનીને હતાશ ન થવાય!!
-તની
#Positive

Read More

દરિયાનાં જળની ખારી સુગંધ,
સ્વિમિંગ પુલમાં ક્યાં જડવાની!
વરસાદે ભીંજાતી માટીની ખુશ્બુ,
ઘરના કૂંડામાં ક્યાં જડવાની!
હવામાં લહેરાતી ફૂલોની ફોરમ,
અત્તરની શીશીમાં ક્યાં જડવાની!
કદી કુદરતના ખોળે માથું મૂકીને જો ,
ખુદની ઓળખ ભીડભાડમાં ક્યાં જડવાની!!
-તની
#Nature

Read More

બીજા પર લાગણીનો ખજાનો,
લૂંટાવી દીધો ત્યારે લાગ્યું તની,
હું સાવ મુફલિસ થઈ ગઈ!
જ્યાં ખુદ પર લાગણીની પાઈ
ખર્ચી જોઈ ત્યારે સમજાયું તની,
હવે હું ખરેખર માલામાલ થઈ ગઈ!!
-તની

Read More

મારી માડી

હલકી ફુલકી સાડી પહેરી!
ન મેકઅપ ન શણગાર કરી!
ન જાય તું 'પાર્લર'માં કદી,
વાળ માં 'ડાય' કરે નહીં કદી!
તોયે તું લાગતી અપ્સરા સમી!
આંખો થી છલકાતું પ્રેમ નું અમી!
સમયની માંગે તું પિતા પણ બની,
પોષ્યા અમને તે સર્વસ્વ બની!
માતૃદિને પ્રભુ પાસે કરું માંગણી,
સ્વર્ગના સુખોની તને કરે લહાણી!
દરેક જન્મે માંગુ એટલું જનની,
તારી જ કૂખે અવતરે તની!
-તની
#MothersDay

Read More

અભિમાન એટલું ઓછું રાખવું,
કે કોઈ વિનંતી કરતા અચકાય નહીં!
સ્વાભિમાન એટલું વધારે રાખવું,
કે કોઈ હુકમ કરવાની હિંમત કરે નહીં!!
-તની
#Attitude

Read More