Quotes by Jagruti Pandya in Bitesapp read free

Jagruti Pandya

Jagruti Pandya Matrubharti Verified

@jagu28
(146)

અક્ષય રહે... સુખ તમારું
અક્ષય રહે... ધન તમારું
અક્ષય રહે... સ્વાસ્થ્ય તમારું
અક્ષય રહે... આયુષ્ય તમારું
અક્ષય રહે... સંબંધ આપણો.
અક્ષય તૃતીયા
તથા ભગવાન
પરશુરામ
જયંતિની શુભકામના.

-Jagruti Pandya

Read More

તને જોતાં જ પ્રેમ થઈ ગયો,

પહેલી નજરનો પ્રેમ થઈ ગયો!

કેટલી સુંદર કૃતિ છે કુદરતની,

જોતાં તને અહેસાસ થઈ ગયો!

શિવનો જ અંશ તુ ‘શિવાય’ ,

મહાદેવના આશિષ પામી ગયો!

જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ,

આજનો દિવસ ફતેહ થઈ ગયો!

શૂટ બૂટમાં સજ્જ ; ઘાટીલો કામણગારો તુ,

પહેલી નજરમાં હૃદયમાં કંડારાઈ ગયો!

પહેલી નજરનો પ્રેમ થઈ ગયો!

-Jagruti Pandya

Read More

રંગાઈ છું તારા રંગમાં ઓ ખુદા,
હવે તો નથી તુ ને હું જુદા!

તારા રંગે રંગાઈ ને;
દૂર ભગાવ્યાં મેં મારા દુઃખ,
ભૂલી હું પોતાનાં ને પારકાં,
પામી હું જીવનનું સુખ !

જોવું છું અહીં આ જગતની માયા,
લગીરેય નથી ડોલતી આ મન કાયા.

હજૂ એવો ધાઢો રંગ ઈચ્છું છું ઓ ખુદા,
ફોગટ લાગે મને આ સંસારની મોહ માયા!!

સૌને ધૂળેટીની શુભેચ્છાઓ.

-Jagruti Pandya

Read More

દિવાળીના દિવસો, 
ખૂબ મજાનાં દિવસો
દીવા કરીએ; ફોડું ફટાકડાં, 
મીઠાઈ ને મઠિયાં ખાતાં
આખો દિવસ રમતાં,
 મામા ને ઘરે જવાનું ને,
મામા  આવે ભાઈબીજે, 
આવે સૌ સગાં વહાલાં
મળીને અમે જઈએ મંદિરે ,
અડધું વેકેશન તહેવારોમાં
બાકીનું પૂરું થાય ફરવામાં,
દિવાળીનું  વેકેશન મારું.
 જલ્દી પૂરું થઈ જાય સારું, 
વ્હાલું વેકેશન મારું. 

Read More

પ્રિય ગાયત્રીબેન ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.


ईश्वर: त्वां च सदा रक्षदु।

पुण्यकर्मणा कीर्तिमार्जय।

जीवनम्‌ तव भवतु सार्थकं।

इति सर्वदा मुदम्‌ प्रार्थयामहे।

जन्मदिनशुभेच्छा:।।


अर्थात: ईश्वर सदैव आपकी रक्षा करे समाजोपयोगी कार्यों से यश प्राप्त करे आपका जीवन सबके लिए कल्याणकारी हो हम सभी आपके लिए यही प्रार्थना करते हैं आपके जन्मदिवस की ढेर सारी शुभकामनाएँ।



શ્રીગાયત્રીબેન મહિડા,



સંસ્કાર, સેવા અને શિક્ષણનો ત્રિવેણી સંગમ જેમનાં વ્યક્તિત્વમાં છલકાય છે. સાથે સાથે સૌની વ્યક્તિગત કાળજી સાથેનું અનોખું નેતૃત્વ તો ખરું જ. શાળાની, શાળાના બાળકોની અને શિક્ષકો માટે સતત ચિંતિત. પ્રિપ્લાનિંગ અને બેસ્ટ પ્લાનિંગ દ્રારા તમામ કામ ઉત્તમ રીતે પાર પાડનાર. જે રીતે શાળામાં બાળકોના હ્રુદય સુઘી પહોંચવાના કાર્યોમાં પ્રવૃત્ત એજ રીતે ઇશ્વરના હ્રુદય સુઘી પહોંચવા માટે પણ સતત પ્રવૃત્ત. કામ નાનું હોય કે મોટું ખૂબ કાળજી પૂર્વક અને ગંભીરતાથી કરનાર. એક આદર્શ નેતૃત્વ સંભાળનાર કે જે તે વ્યક્તિને પોતપોતાની રસ રુચિ મુજબ અને સરખો કાર્યભાર રહે તે રીતે કામનું સુચારુ સંચાલન કરનાર.


પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ શક્તિ અને ભક્તિનું ભાથું આપે. યશસ્વી અને કલ્યાણકારી કાર્યો કરાવે. સેવા કાર્યોના નિમિત્ત બનાવી પુણ્ય પ્રબળ બનાવે. તમામ પ્રકારનાં સુખો પ્રાપ્ત થાઓ. બઘી જ મનોકામનાઓ પરિપૂર્ણ થાઓ. દીર્ઘઆયુષ્ય અને આરોગ્ય બળવાન બનાવે.


ખૂબ મંગલ થાઓ.

ખૂબ કલ્યાણ થાઓ.

Read More

यदि मन में बैर है, तो मंदिर मस्जिद जाना एक सैर है।

-Jagruti Pandya

ગણેશજી આપ સર્વેના જીવનમાં આવનાર તમામ વિજ્ઞનો નાશ કરી, જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. બુદ્ધિ અને વિવેકમાં વધારો કરે.
ગણેશ ચતુર્થીની અઢળક શુભકામનાઓ.

-Jagruti Pandya

Read More

અસલી હીરો બનવા માટે અસલી રહેવું, સાચુકલા રહેવું. જેવા હોઈએ તેવા જ પ્રદર્શિત થવું. મોહરાં પહેરીને ફરનારા નકલી હીરા ત્રિવિધ તાપમાં ગરમ થઈ જાય છે. સહજ - સરળ રહી શકતા નથી અને તેવે સમયે તાપ સહન ન થવાથી અંતે મોહરું હટાવવું પડે છે અને અસલિયત બહાર આવે છે.

-Jagruti Pandya

Read More

તારી ખુશીમાં હું ખુશ છું.

જાગૃતિ પંડ્યા આણંદ.
૧૭/૧૧/૨૦૨૨
ગુરૂવાર.




જો કોઈ મને હતાશ કરીને ખુશ રહે ,
તો તેની તે ખુશીમાં હું ખુશ છું.

મારી લીટી ભૂસી નાખીને તેની મોટી દેખાડે,
ત્યારે તેને હરખાતો જોઈને હું ખુશ છું.

હોંશિયારીનો ઘોડો બનાવી તે મારા પર સવાર થઈ,
છડેચોક તેની હોશિયારીનો ઢંઢેરો પીટે ત્યારે હું ખુશ છું.

મારાં પીઠબળથી તે બળવાન દેખાડવાનો પ્રયાસ કરે,
મારાથી તેનો અહમ્ સંતોષાય ત્યારે હું ખુશ છું.

મારી સમજને નાસમજ ગણી મને નીચા પાડવાની કોશિશથી તુ ઊંચો દેખાય તે તારી ઊંચાઈ અને
અણસમજ નાદાનિયત જોઈ હું ખુશ છું.

હશે ક્યાંક મારી નાની ભૂલ; ભૂલને મોટીદેખાડી ,
સતત મારી ભૂલોને શોધતો ફરે ત્યારે હું ખુશ છું.

કારણ,

કારણ એ જ કે,

તુ મારા જ પરમેશ્વરનો અંશ છું,
આપણે એક જ પિતાનાં સંતાનો છીએ,
હું, તારામાં શુદ્ધાત્મા જોઉં છું,
અને, એ જ તારું અને મારું સદભાગ્ય છે કે,
મારી સાથે તુ છો; કેમકે હું તને માફ કરી શકું છું,
તારાં જન્મ જન્માંતરનાં જે અજ્ઞાનના પડો છે,
તે દૂર કરવાં માટે હું સતત પ્રભુને પ્રાર્થના કરતો રહું છું,
મારો અધિકાર તારો બદલો લઈને રાજી થવાનો નથી,
કે નથી તારી અસલિયત જણાવી તને ભોંઠા પાડવાનો,
કે નથી ' ઈંટનો જવાબ પત્થરથી ' આપી તને દુઃખી કરવાનો,

મારો અધિકાર તને શાંતિથી સન્માર્ગે લઈ જવાનો છે અને આ કઠિન અને શ્રેષ્ઠ માર્ગ તુ પસંદ કરે તે માટે જો હું તારી સાથે તારી જેવો બનીને રહું તો, મારા પસંદ કરેલાં શ્રેષ્ઠ માર્ગ પરથી તને ભરોસો ઊઠી જાય.

મારે તો તારાં જન્મ જન્માંતારના દોષોને અને અજ્ઞાનનાં પડો દૂર થાય તે માટે જ મને ઈશ્વરે મને તારી પાસે મોકલ્યો છે. અને છતાં પણ જો તુ મારા આ મૌનની ભાષા ન સમજે તો પછી એ તારાં કર્મોનો દોષ.

મિત્ર, ઈશ્વર હંમેશાં તારું કલ્યાણ કરે, સત્સંગમાં પ્રીતિ કરાવે અને તુ પણ જ્ઞાનના ભારથી નમ્ર બને એ જ અભ્યર્થના. તારું હંમેશાં મંગળ થાઓ.

Read More

એક ગામમાં એક સંત રહે. ગામને પાદર એક મંદિર. આખો દિવસ મંદિરમાં પૂજા પાઠ કરે અને ભગવાનની સેવા કરે. પોતાનાં કામ જાતે કરે. જે કંઈ સીધું પાણી મળે તેમાંથી રસોઈ બનાવી ગુજરાન ચલાવે. જે મળે જેટલું મળે તેમાં સંતોષ. ખૂબ ભલા ભોળાં. નવરાશના સમયે ઠાકોરજીના ભજનો અને કીર્તનો ગાય. બાબા હાર્મોનિયમ ખૂબ જ સુંદર વગાડે. શાસ્ત્રીય સંગીતના જાણકાર હતાં. જ્યારે સંત હાર્મોનિયમ પર વિવિધ રાગો વગાડે ત્યારે સમગ્ર સૃષ્ટિ જાણે થંભી જાય! એક અલગ જ પ્રકારનો સન્નાટો છવાઈ જાય. આ બાબા પ્રહર મુજબ વિવિધ શાસ્ત્રીય રાગો વગાડે. બાબાનાં મલ્હાર રાગ પર તો વરસાદ અવશ્ય આવે આવે અને આવે જ , એવો રાગ છેડે કે બારે મેઘ ખાંગા!


એક્વાર એવું બન્યું કે, પાસેના ગામમાં વરસાદ પડ્યો નહીં. જાણે દુકાળ જ. પીવા પાણી ન મળે અને ખાવા અન્ન ખૂટી ગયા. પંખીઓ અને પ્રાણીઓ ટપોટપ મૃત્યુ પામ્યા. લોકો બિચારા ત્રાહિમામ પોકારી ગયા. અચાનક જ ગામનાં એક મુરબ્બીને આ સંતની વાત યાદ આવી ગઈ. તેમણે ગામનાં લોકોને ભેગાં કર્યાં અને જણાવ્યું કે, બાજુના ગામમાં એક સંત રહે છે તેઓ એવું સરસ સંગીત વગાડે છે તો વરસાદ પડે છે. ગામનાં લોકો ભેગાં થઈને આ સંત પાસે ગયા અને વિનંતી કરી કે, " હે મહાત્મા, અમારાં ગામમાં આ વર્ષે બિલકુલ વરસાદ થયો નથી. આપ અમારાં ગામમાં પધારો અને સંગીતનો રાગ છેડો તો વરુણદેવતા અમારાં પર રીઝે." બાબાએ સૌને જણાવ્યું કે હું કોઈ ચમત્કાર કરતો નથી. બસ મારી ખુશી માટે હું સંગીત વગાડું છું. અને જો મારા રાગથી તમારાં ગામ પર વરુણદેવ પ્રસન્ન થાય તો મારા માટે પણ એક પરોપકાર કર્યાની ખુશી હશે. સંત હિંદી ભાષી હતાં. છેલ્લે સંતે , " संगीत है शक्ति ईश्वर की हर स्वर में बसे हैं राम, रागी जो सुनाए रागीन तो रोगी को मिले आराम।" આટલું બોલી સંત મહાત્મા પોતાની પાસેનું હાર્મોનિયમ લઈને તૈયાર થઈ ગયા. ગામ લોકો સાથે પાસેના ગામમાં ગયાં અને એક મંદિરનાં ઓટલે બેઠાં. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી અને છેડ્યો મલ્હાર !!! આખો દિવસ પૂર્ણ થયો. વરસાદનાં કોઈ જ એંધાણ વર્તાતા નથી. ગામનાં લોકો નિરાશ થયાં. બાબા તો પોતાનાં રાગ સાથે મશગુલ. આંખો બંધ કરીને મલ્હાર રાગ ગાય. ન તો બાબાએ વચ્ચે પાણી માંગ્યું કે ન તો ખાવાનું. બાબાનું અન્ન અને જળ એટલે સંગીત. બાબા દેહનું ભાન પણ ભૂલી ગયા હતા. પોતાનાંમાં જ મસ્ત. આજે ત્રીજો દિવસ પૂરો થવાને આરે છે. લોકો થાકીને પોતપોતાને ઘરે ગયાં. બાબા એકલાં જ રાત દિવસ મલ્હાર રાગ સાથે.


સંધ્યા ટાણે અચાનક જ કાળા વાદળો બંધાયા, વાદળોનાં ગડગડાટ સંભળાયા અને ઠંડો ઠંડો પવન વાવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં ધમધોકાર વરસાદ વરસ્યો. વરસ્યો તો એવો વરસ્યો કે ભૂતકાળમાં કદી આવો વરસ્યો નહોતો. લોકો ખુશ ખુશ થઈ ગયાં. દોડતાં દોડતાં મંદિરે આવ્યાં અને જોયું તો બાબા બંધ આંખે મલ્હાર છેડી રહ્યાં હતાં અને તેમનું અડધું શરીર પાણીમાં હતું એનું પણ બાબાને ભાન નહોતું. લોકોએ આવી અને બાબાની સમાધિ ભંગ કરી. ગામનાં લોકો ખુશ હતાં અને બાબા પણ. બાબાનું પણ સૌ પ્રથમ વખત આ સૃષ્ટિના સર્જનહાર સાથે મિલન થયું. બાબા માટે આ અનોખી ઘડી હતી, આશરે બોત્તેર કલાકની સંગીતની આરાધનાનાં અંતે આત્મ સાક્ષાત્કાર થયો. એક બાજુ મેહુલો વરસે, ગામ લોકોની સાથે બાબાની આંખો પણ ચોધાર વરસે! કેવો અનોખો સંયોગ!

Read More