Hey, I am on Matrubharti!

एक जैन गुरु ने देखा कि उसके उनके पांच शिष्य बाजार से अपनी अपनी साइकिल ओ पर लौट रहे हैं .जब वह साइकिल ओं से उतर गए तब गुरु ने उनसे पूछा तुम सब साइकिल है क्यों चलाते हो पहले शिष्य ने उत्तर दिया मेरी साईकिल पर आलू का बुरा बंदा है इससे मुझे उसे अपनी पीठ पर नहीं ढोना पड़ता गुरु ने उससे कहा तुम बहुत होशियार हो जब तुम बूढ़े हो जाओगे तो तुम्हें मेरी तरफ झुक कर नहीं चलना पड़ेगा दूसरे शिष्य ने उत्तर दिया मुझे साइकिल चलाते समय पेड़ों और खेतों को देखना अच्छा लगता है गुरु ने उससे कहा तुम हमेशा अपनी आंखें खोली रखते हो और दुनिया को देखते हो तीसरे शिष्य ने कहा जब मैं साइकिल चलाता हूं तब मंत्रों का जाप करता रहता हूं गुरु ने उसकी प्रशंसा की तुम्हारा मन किसी नए कैसे हुए पहिए की तरह रमा रहेगा चौथे शिष्य ने उत्तर दिया साइकिल चलाने पर मैं सभी जीवो से एकात्मकता अनुभव करता हूं गुरु ने प्रसन्न होकर कहा तुम अहिंसा के स्वर्ण पथ पर अग्रसर हो पांचवी शिष्य ने उत्तर दिया मैं साइकिल चलाने के लिए साइकिल चलाता हूं गुरु उठकर पांचवे शिष्य के चरणों के पास बैठ गए और बोले मैं आपका शिष्य हूं

Read More

મહાન બંગાળી વાર્તાકાર, ફિલ્મ દિગ્દર્શક, ચિત્રકાર અને ભારત રત્ન એવા સત્યજીત રે ની ટૂંકી વાર્તા The Hungry Septopus નો ગુજરાતી અનુવાદ ટૂંક સમય માં જ અહીંયા રહસ્ય રોમાંચ વિભાગ માં રજૂ થશે..

Read More

ભૂતપૂર્વ અમેરિકન ડિફેન્સ સેક્રટરી ડોનાલ્ડ રૂમ્સફેલ્ડ નું હાલમાં જ અવસાન થયું. એમનું નીચેનું ક્વોટ બહુ જાણીતું છે.

there are known knowns; there are things we know we know. We also know there are known unknowns; that is to say, we know there are some things we do not know. But there are also unknown unknowns—the ones we don’t know we don’t know.


મને એના ક્વોટ ની જાણકારી છે પણ તમને પણ જાણકારી છે મળી રહે એટલે મારાથી થાય એવો અનુવાદ કર્યો છે :)

"કેટલીક બાબતો જાણીતી હોય છે; કેટલીક બાબતો વિષે આપણે જાણીયે છીએ કે આપણે જાણીયે છીએ. આપંણને એ પણ જાણીયે છીએ કે કેટલીક બાબતો આપણે જાણતા નથી; તો એમ પણ કહી શકાય કે આપણને જાણકારી છે કે આપણને અમુક વસ્તુઓની જાણકારી નથી અને એમ પણ કહી શકાય કે આપણે અજાણ બાબતોથી સાવ અજાણ પણ હોઈએ, આમ- જે બાબતને આપણે જાણતા નથી તે બાબતોને જાણી નથી શકતા."

Read More

બકરી અને ઘોડાની દોસ્તી અને અનોખા સંબંધ વિશે વાંચો લેખ વિભાગ માં

સ્વિસ ચીઝ, ભૌગોલિક ઓળખ, આર્થિક સમજ અને આપણા ખોરાક વારસા વિશે આપણી સામુહિક ઉદાસીનતા વિશે લેખ વિભાગમાં વાંચો..

Read More

સિઝનની આખરી રમત રમાઈ ચુકી છે. છેલ્લો દડો નંખાઈ ગયો છે. ક્રિકેટબેટ તેલ લગાડી ને થાક ખાવા અને તાજા થવા મુકાઈ ગયા છે. અને લોર્ડ્સ નું એ ગ્રાન્ડસ્ટેન્ડ ખાલી અને ઉદાસ ભાસે છે. અમે ક્રિકેટને અલવિદા કિધી છે. અને અમે ભારે હૈયે ક્રિકેટના મહારાજા ને પણ અલવિદા કીધી છે.

આવતી વસંતે જ્યારે વૃક્ષો લેહરાશે અને મેદાનોમાં તાજું કુમળું ઘાસ ઊગી આવશે ત્યારે ક્રિકેટની રમત ફરી પાછી રમાશે પણ રમતનો રાજા હવે મેદાનમાં નહીં ઉતરે! જામ સાહેબ હવે ચાલીસના થયા. ઓહો! જામ સાહેબ શરીરે થોડા ભરાણા પણ છે! નવાનગર રજવાડાના મંદિરોનો ઘંટારવ, એ દરિયાઈ પવન, એ હાલારી ખાણા ની સુગંધ અને રાજઘરાનાની જવાબદારીઓ...આ બધુજ જામ સાહેબને યાદ આવે છે. લોર્ડસના એ પેવેલિયનના પગથિયે હળવે હળવે ઉતરતા, હાથમાં જાદુઈ છડી ની માફક બેટ ઘુમાવતા, પ્રશંસકો સામે માર્મિક સ્મિત કરતા જામ રણજીને હવે મેદાનમાં રમવા ઉતરતા નહીં જોઈ શકાય. હવે પછી ની રમતમાં દર્શકો તો હશે જ. બસ, હવે તેઓને ઇંગ્લેડના હૂંફાળા સૂર્યપ્રકાશમાં બેઠાબેઠા વીજળીક ફટકાઓ લગાવતા જામ રણજીતસિંહજી ફરી જોવા નહીં મળે! રણજીની અનન્ય ક્રિકેટ કલા ને કારણે અપૂર્વ આનંદમાં ડૂબી જતાં અને ખુશખુશાલ થઈને ઘરે જતા દર્શકો માટે એ અનન્ય ક્રિકેટકલા, જે તેમને સવારથી સાંજ સુધી ખુરશી ઉપર જ જકડી રાખતી, એ વાત હવે ભૂતકાળ બની ગઈ છે..

ક્રિકેતજગત ના આ મહાન કલાકારે ક્રિકેટમંચ ઉપરથી વિદાય લીધી છે. રણજી હવે આપણા દિલોદીમાગમા ફક્ત યાદ બનીને રહી ગયા છે. ઓહો! જામ સાહેબ!
એક નાના રજવાડા ના રાજકુમાર પણ એક મહાન રમતના સમ્રાટ . તમને સમગ્ર ઇંગ્લેન્ડ ઝાઝેરા ઝુહાર પાઠવે છે.

મને લાગે છે કે અંગ્રેજોની આ રમતના સર્વકાલીન મહાન બલ્લેબાજ તરીકે કોઈ ભારતીય નિર્વિવાદ રીતે સ્થાપિત થયા હોય તો એ છે જામ રણજી. આ કોઈ આંકડાઓ આધારિત દાવો નથી અને તેમ છત્તા તમે ફક્ત ક્રિકેટ આંકડાઓ ને પણ લક્ષ માં લ્યો તો પણ રણજીની મહાનતા ને આસાનીથી સાબિત કરી શકો. રણજીની સિઝન ની બેટિંગ સરેરાશ ઇનિંગ દીઠ 87 રન અને કુલ 3000 થી થોડા વધુ રન બનાવ્યાની છે. ભાગ્યેજ કોઈ બીજો ઇંગ્લિશ ક્રિકેટર આ આંકડાની થોડો પણ નજીક પહોંચ્યો છે. રણજીએ ત્રણ ત્રણ સિઝન માં સળંગ ત્રણ-ત્રણ હજાર રન ફટકારેલા છે અને હજુ સુધી કોઈ પણ આ રેકોર્ડ ની બરાબરી કરી શક્યું નથી!

હજુ એક અજબ ક્રિકેટિંગ રેકોર્ડની વાત કરીએ તો કોઈ જેવા તેવા બોલિંગ એટેક સામે નહીં પણ ખૂંખાર ગણાતા યોર્કશાયર ના ગોલંદાજો સામે એક જ દિવસમાં બબ્બે બેવડી સદીઓ બનાવીને રણજીએ તરખાટ મચાવ્યો હતો. ક્રિકેટરનું સાચું હીર એણે કેટલા નહીં પણ કેવી રીતે રન બનાવ્યા છે એ રીતે જોતાં વધુ સારી રીતે પરખાય છે. વોશિંગટન ઇરવિંગ કહે છે કે સાહિત્ય અને નાણાં ની બાબતમાં પસ્તી અને ગરીબી પણ એક સિક્કાની બે બાજુની જેમ જ સહ અસ્તિત્વ ધરાવે છે તેમ જ ક્રિકેટમાં પણ આળસુ અને મિજાજ વગરની રમત રમીને ઢગલો રન બનાવનારા પણ છે જ. જો હાલનું ક્રિકેટ આત્મા વગરનું અને ઢીલું લાગતું હોય તો એનું મુખ્ય કારણ ફક્ત સ્કોરબોર્ડ ટેબલમાં વધુ આંકડા ઉમેરવા રમવામાં આવતી જરા પણ સાહસ અને જોશ વગરની રમત છે. હાલનું ક્રિકેટ એ જેમ મશીન ની પિન ફેરવો અને આંકડા બદલાય તેવી જ કૃત્રિમ અને સાવ લાગણી વગરની રમત થઈ ગઈ છે કે જેમાં કોઈ રંગો નથી, કોઈ ઉત્સાહ નથી,કોઈ ખાસ શૈલી નથી

Read More

હું વાદળ, સાવ રખડુ, એકાકી
ખીણ, ટેકરી, નદી પવન મારા કાયમી સાથી.
ગગને વિહરતા મેં આજે જમીન પર બિછાત ફૂલોની ભાળી
સરોવર કિનારે, વૃક્ષને આશરે,
પવને ડોલે, મ્હોરે
ઓ રહ્યા સૂરજમુખી, ઓ ગુલાબગોટો, ને પારિજાતની ટોળી ,ને બીજા ઘણાય,
છે જોવાના બાકી.

ઉન્નતમસ્તકે વિહરે, નૃત્ય કરે, ચમકે જાણે આકાશવિહારી તારા.
સૂર્યકિરણ સંગ દરિયા મોજા હોડ માં ઉતરે, તોય ન ચમકે જેમ ફૂલોની હસતી હારમાળા
હજારો હજાર ફૂલો મેં એક નજરમાં જોયા.

કવિ તો શુ આનંદ પામતો? વાદળ થાય તો જોવે ફૂલોને, પામે અનંત, અજબ, અવિરત,અસ્ખલિત આનંદની ધારા


રસ્તો કાપયાનો થાક મને જ્યારે લાગે, મન કરે લાવ, આરામ કરું ટેકરીએ
એ ચમકીલી આંખ ફૂલોની મને જોતી
મારા એકાંતનો આનંદ પાછો દેતી

ગુલાબ, પારિજાત, સૂર્યમુખી ની હસતી ટોળી હૃદય મારુ આનંદથી ભરતી.

Read More

મારી ચિતા સામે ઉભો રહીને રડીશ નહીં
હું ત્યાં નથી. નથી મને ઊંઘ આવી.
હું પવન નો ફરફરાટ ને વળી
હિમશીખર પર પડતાં ચંદ્રકિરણ નો ચળકાટ.
હું કુણા કણસલા પરનો સૂર્યપ્રકાશ.
હું જ પાનખર અને હું જ વરસાદ

તારી ખુશનમાં સવારની શાંતિમાં હું છું
તારામાં જાગતી પ્રબળ પ્રેરણાનો ધક્કો હું છું.
તારા હોઠો નું ગીત, તારા કલબલાટ માં રહેલ સંગીત
અમાસની રાતે આકાશગંગાનો મૃદુ પ્રકાશ ને સળગતી ઉલ્કાનો ઉજાસ હું છું.
મારી ચિતા સામે ઉભો રહીને રડીશ નહીં;
હું ત્યાં નથી. હું મર્યો નથી. બસ, પસાર થયો છું.

Read More