હું વાદળ, સાવ રખડુ, એકાકી
ખીણ, ટેકરી, નદી પવન મારા કાયમી સાથી.
ગગને વિહરતા મેં આજે જમીન પર બિછાત ફૂલોની ભાળી
સરોવર કિનારે, વૃક્ષને આશરે,
પવને ડોલે, મ્હોરે
ઓ રહ્યા સૂરજમુખી, ઓ ગુલાબગોટો, ને પારિજાતની ટોળી ,ને બીજા ઘણાય,
છે જોવાના બાકી.

ઉન્નતમસ્તકે વિહરે, નૃત્ય કરે, ચમકે જાણે આકાશવિહારી તારા.
સૂર્યકિરણ સંગ દરિયા મોજા હોડ માં ઉતરે, તોય ન ચમકે જેમ ફૂલોની હસતી હારમાળા
હજારો હજાર ફૂલો મેં એક નજરમાં જોયા.

કવિ તો શુ આનંદ પામતો? વાદળ થાય તો જોવે ફૂલોને, પામે અનંત, અજબ, અવિરત,અસ્ખલિત આનંદની ધારા


રસ્તો કાપયાનો થાક મને જ્યારે લાગે, મન કરે લાવ, આરામ કરું ટેકરીએ
એ ચમકીલી આંખ ફૂલોની મને જોતી
મારા એકાંતનો આનંદ પાછો દેતી

ગુલાબ, પારિજાત, સૂર્યમુખી ની હસતી ટોળી હૃદય મારુ આનંદથી ભરતી.

Gujarati Poem by Jaydeep Buch : 111719103

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now