The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હાઇકું દોસ્તો એટલે દોર્યા વગર જોવું ગમતું ચિત્ર. -નિરવ મકવાણા
સૂર્યના આછેરા કિરણોથી ઉગ્યું છે સુવર્ણ પ્રભાત, કરવી છે ઝાકળને ઘાસની અનેરી મૈત્રીની વાત. વસ્તીના ટાબરીયા રખડે છે નાની નાની ગામની ગલીઓમાં, જીણેરા પરપોટા જોઈને કૂંપળુ ફૂટે છે આ કળીઓમાં. રસ્તો કેવો લાગણીશીલ છે લઈ જાય વાદળને સંગાથ, પ્રકૃતિ કેરા ઘટકોનો તમે કોઈ દિવસ માણ્યો છે સ્વાદ? ઉગ્યું છે સુવર્ણ પ્રભાત... કાપીને વૃક્ષો બનાવ્યા છે માનવીએ આલિશાન મહેલ, ઘૂંટી ઘૂંટીને પીવા પડશે વરસાદ વિનાના એ ઝેર. મોર્ડન આ મુનિયા ને દાદા પીવડાવે છે ખાટી ખાટી છાશ, ભુલાતી જાય છે આપણી એ તો કેવી અજબ જેવી વાત. ઉગ્યું છે સુવર્ણ પ્રભાત... પડઘાતો રહ્યો મુજ દ્વારે વાયરાનો વંટોળિયો વેગ, માળા તરફ જતા પંખી પર રેલાયુ સંધ્યાના રંગોનું તેજ. ઘુઘવતા દરિયાને કાંઠે બેસતા વિચરતો નવો-નવો ખ્યાલ, સુખ દુઃખના ભેરુની સાથ ખેડયો અમે જીવનનો પ્રવાસ. ઉગ્યું છે સુવર્ણ પ્રભાત... -નિરવ મકવાણા
નેટવર્ક વગરના સ્થળે મનનું નેટવર્ક વધારે માત્રામાં આવતુ હોય છે માટે જ લોકો થાકી જાય ત્યારે નદીનો કિનારો,રેતીનું રણ કે પછી દૂરના જંગલો પાસે જવાનું વધારે પસંદ કરે છે ત્યાં કોઈ જ અંગત નથી હોતું પરંતુ પોતાની જાતથી અંગત શું હોય? ત્યારે જે જાતથી વાત કરવાની મોકળાશ વધારે હોય છે તેનો આનંદ અનેરો હોય છે.
હાઇકું વાયરા સમ વહેવાની મજા છે નદી કિનારે. -નિરવ મકવાણા
હાઇકું ટપાલી બેઠો રાહમાં કોઇ આવે પત્રો લઇને. -નિરવ મકવાણા
હાઇકું થાકીએ ત્યારે હુંફ આપનારુ અે, 'મા'નુ વ્હાલ છે. -નિરવ મકવાણા
હાઇકું સંધ્યાના રંગો લઇ, પંખી ગયા છે માળા તરફ. -નિરવ મકવાણા
☞હાઇકું☜ ટાબરીયા સૌ ઘરમાં કેદ આજ શેરીઓ સુની. -નિરવ મકવાણા
હાઇકું આંગળી કેરા ટેરવેથી શોધુ હું મિત્રો અનેરા. -નિરવ મકવાણા
હાઇકું મૌન બોલે છે ત્યારે સમજાય છે ભાષા આંખોની. -નિરવ મકવાણા
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser