Quotes by Nayana Patel in Bitesapp read free

Nayana Patel

Nayana Patel

@nayana.patel7618


"મને ગમે છે.", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

સંબંધોની પરિભાષા.

મુકુંદરાયની એકની એક દીકરી બીજું કોઈ સંતાન નહીં એટલે દીકરી માટે મુકુંદરાય એવો છોકરો શોધતા હતા, જે દીકરો બની ઘરમાં રહે અને મારો બધો કારોબાર સંભાળે. ને એવો છોકરો એમને મળી પણ ગયો. મા વગરનો, કાકા કાકીના મહેણાં ટોણા સાંભળી મોટો થયેલો, શાંત, સરળ ને ભણેલો,
"વિજય" એમને ગમી ગયો.
મુકુંદરાયના પત્ની તો એને જોઈ ખુશ થયા. બેટા! બેટા! કરતા એમની જીભ સુકાય ના.
એમણે કીધું," બેટા આજથી હું તારી માં છું, તું મારો જમાઈ નહીં પણ મારો દીકરો છે, વિજયના બાપુજીને વાત કરી એમણે કીધું, મને તો વાંધો નથી પણ દુનિયા શુ કહેશે!!"

ત્યાંજ વિજય બોલ્યો, "બાપુજી ! દુનિયાને જે સમજવું હોય એ સમજશે પણ મને એટલી ખબર છે કે એક મા વગરના દીકરાને મા મળશે અને એક બાપને એનો ઉત્તરાધિકારી મળ્યો હોય એટલો આનંદ."
નયના પટેલ..વડોદરા.

Read More

શક્યતાના રણમાં છું
જોતું શોધે મને તો તારી
પાંપણો માં છું
નયના પટેલ..નૈન.

#કર્મ
કર્મ..
કોઈને છોડતું નથી જેવું કર્મ કરશો એવું ફળ મળશે,
એવું બધા કહે છે,પણ કોઈ પોતાનું કર્મ કરવાનું છોડતું નથી,અત્યારના હાલના કોરોના ના સમયમાં
બધાને મરવાની બીક લાગે છે,પરંતુ ખોટા કર્મ કરવાની નહીં,જો સારું કર્મ કરે તો સારું ફળ ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ પણ એવું નથી હોતું આ બધું ઈશ્વરને આધીન હોય છે,કોને કેટલું આપવું કેટલું લેવું,બસ તમે તમારું નિષ્ઠા પૂર્વક કર્મ કરો. ..ઈશ્વરની નજર બધા ઉપર છે...

નયના પટેલ..નૈન.

Read More

દિલપણ ધડકવાનું ચોક્કસ કારણ માગે છે
કહી દો એને!
કોઈને અકારણ ચાહવું એ પણ એક ચોક્કસ કારણ હોય છે.
નયના પટેલ..નૈન..

Read More