સંબંધોની પરિભાષા.
મુકુંદરાયની એકની એક દીકરી બીજું કોઈ સંતાન નહીં એટલે દીકરી માટે મુકુંદરાય એવો છોકરો શોધતા હતા, જે દીકરો બની ઘરમાં રહે અને મારો બધો કારોબાર સંભાળે. ને એવો છોકરો એમને મળી પણ ગયો. મા વગરનો, કાકા કાકીના મહેણાં ટોણા સાંભળી મોટો થયેલો, શાંત, સરળ ને ભણેલો,
"વિજય" એમને ગમી ગયો.
મુકુંદરાયના પત્ની તો એને જોઈ ખુશ થયા. બેટા! બેટા! કરતા એમની જીભ સુકાય ના.
એમણે કીધું," બેટા આજથી હું તારી માં છું, તું મારો જમાઈ નહીં પણ મારો દીકરો છે, વિજયના બાપુજીને વાત કરી એમણે કીધું, મને તો વાંધો નથી પણ દુનિયા શુ કહેશે!!"
ત્યાંજ વિજય બોલ્યો, "બાપુજી ! દુનિયાને જે સમજવું હોય એ સમજશે પણ મને એટલી ખબર છે કે એક મા વગરના દીકરાને મા મળશે અને એક બાપને એનો ઉત્તરાધિકારી મળ્યો હોય એટલો આનંદ."
નયના પટેલ..વડોદરા.