Quotes by Bhanuben Prajapati in Bitesapp read free

Bhanuben Prajapati

Bhanuben Prajapati Matrubharti Verified

@prajapatibhanuben1970gmail.com165106
(58.2k)

કોણ જાણે આજે તમે વેરી બની મારી જીવન જીવવાના કોડ અધૂરા કરી ગયા.

વિશ્વાસને નામે મારા પ્રેમને બદનામ કરી મારું જીવન અધૂરું કરી ગયા.

સાપની જેમ કોસલી ઉતારી બેફામ વર્તન દેખાડી જીવન અઘરું કરી ગયા.

જે બાહોમાં પ્રેમથી ભીંજવ્યા એજ બાહોમાં કોઈને સુવાડી જીવન બરબાદ કરી ગયા.

પ્રેમને નામે ખોટા વાયદા દેખાડી એમ અધવચ્ચે મરણ ઝોકે મને રઝળતી મૂકી ગયા.

દુશ્મનની ક્યાં જરૂર હતી દોસ્તે દિલમાં દુશ્મની નિભાવી એમ વિશ્વાસ તોડી ગયા

Read More

પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી એતો સત્ય અને વિશ્વાસ પર ટકી રહેલું અમૃત છે.જેના ભાગ્યમાં સત્ય સાથે વિશ્વાસરૂપી અમૃત મળ્યું છે એ માણસ દુનિયાનો ભાગશાળી માણસ છે.પરંતુ આ કળયુગમાં એવા લોકો ઓછા હોય છે જેને સાચો પ્રેમ પ્રાપ્ત થયો હોય. કારણકે આ દુનિયા બે મોઢા લઈને જીવે છે એક બાજુ અસત્ય અને બીજી બાજુ વિશ્વઘાત એવા લોકો મળી રહેતા હોય છે .જે સત્ય અને વિશ્વાસ થી ચાલે તેને પણ સાચો પ્રેમ નસીબ નથી હોતો કોને કેવી રીતે ઓળખવો એ મુશ્કેલ છે બાકી દુનિયા ચાલે અને ચાલી રહી છે.પ્રેમ વિના દુનિયા અધૂરી છે.પણ પ્રેમમાં વિશ્વાસ મૂકવો અઘરો છે.

Read More

એક બિન્દાસ સ્ત્રી જેને માટે જીવન એટલે શું ફક્ત ખાવું પીવું અને ફરવું એ શબ્દથી જીવી રહી હતી ત્યાં એના જીવનમાં એક અંકુર ફૂટ્યું અને એ અંકુર એના જીવનમાં નવી રોનક ભરી ને પ્રકાશ ફેરવી દીધો એ સ્ત્રી એટલી ખુશ હતી કે હવે મારી જિંદગી જીવવા જેવી લાગે છે જીવનમાં ખુશીઓ થી એટલી ખુશ હતી કે એ પોતાના અંકુરની સાથે મસ્ત જીવી રહી હતી પણ એ અજાણ હતી કે આ સાથ તો ક્ષણ પૂરતો હતો જ્યાં સુધી અંકુર હતું ત્યાં સુધી સાથે રહ્યું અને જેવી કૂપણ ફૂટી કે એ બીજાનો સહારો બની ગયું જે સ્ત્રીએ એનું જતન કર્યું એને છોડી બીજા છોડમાં વ્યસ્ત થયી ગયું.આખરે ત્યારે એ સ્ત્રીને સમજ આવી કે આ દુનિયામાં લોકો ક્યારેય પોતાના નથી થયી શકતા આતો ખાલી એક કુપણ માટે રડી રહી દુનિયા આખી સ્વાર્થી મેં ઓળખવામાં ભૂલ કરી પણ જ્યારે સમજ પડી ત્યારે ખૂબ મોડું થયી ગયું.બાકી લોકો ભલે કહે હું તારી સાથે છું કોઈ કોઈનું નથી ખોટી રીતે કોઈના માટે વિશ્વાસમાં રહી જીવન જીવશો તો આખરે બેવફાઈ જે મળશે .

Read More

દિલમાં જ્યારે આગ સળગે ત્યારે આયખું બળી જાય છે.

વિશ્વાસ જ્યારે કોઈનાથી તૂટે ત્યારે દિલ તૂટી રાખ બની જાય છે.

પ્રેમમાં જ્યારે બેવફાઈ મળે ત્યારે જીવન ધૂળધાણી બની જાય છે.

પ્રિયતમ બીજાની બાહોમાં જોવા મળે ત્યારે જીવન પૂરું થયી જાય છે.

Read More

દગાખોર

મન હવે થોભીજા કેટલું તડપીશ દગાખોર માટે.

કોઈને તારી જરૂર નથી,શાને તડપી રહે દગાખોર માટે.

પ્રેમની જેને કદર નથી ,શાને તડપી રહે દગાખોર માટે.

વિશ્વાસ ખોવાઈ ગયો,શાને તડપી રહે દગાખોર માટે.

પ્રેમથી છેતરાઈ ગઈ, શાને તડપી રહે દગાખોર માટે.

હવે દિલના દરવાજા બંધ કર, શાને તડપી રહે દગાખોર માટે.

Read More

છોડી દો તમે ગુટખા,શરાબ,સિગારેટ મિત્રો
શાને કરો જીવન બરબાદ
મળી જીદગી આ દુનિયામાં અણમોલ મિત્રો
શાને કરો જીવન બરબાદ
ગુટખા ખાવા જશો,થશે મોઢાનું કેન્સર મિત્રો
શાને કરો જીવન બરબાદ
સિગારેટ પીતા, ટીબી ના દર્દી બનશો મિત્રો
શાને કરો જીવન બરબાદ
શરાબ કરશે ,ઇજ્જત ઊછાળી ખરાબ મિત્રો
શાને કરો જીવન બરબાદ
નશો કરતા થઈ જશે ઘરની બરબાદી મિત્રો
શાને કરો જીવન બરબાદ
એટલું જાણ્યા પછી ,છોડી દેજો વ્યસન મિત્રો
નહિ તો થશે જીવન બરબાદ

Read More

વ્યસનમુક્તિ કવિતા
છોડી દો તમે ગુટખા,શરાબ,સિગારેટ મિત્રો
શાને કરો જીવન બરબાદ
મળી જીદગી આ દુનિયામાં અણમોલ મિત્રો
શાને કરો જીવન બરબાદ
ગુટખા ખાવા જશો,થશે મોઢાનું કેન્સર મિત્રો
શાને કરો જીવન બરબાદ
સિગારેટ પીતા, ટીબી ના દર્દી બનશો મિત્રો
શાને કરો જીવન બરબાદ
શરાબ કરશે ,ઇજ્જત ઊછાળી ખરાબ મિત્રો
શાને કરો જીવન બરબાદ
નશો કરતા થઈ જશે ઘરની બરબાદી મિત્રો
શાને કરો જીવન બરબાદ
એટલું જાણ્યા પછી ,છોડી દેજો વ્યસન મિત્રો
નહિ તો થશે જીવન બરબાદ
- Bhanuben Prajapat

Read More

દર્દ છલકાઈ રહ્યું આંખમાં અશ્રુ રોકાઈ શક્યા નહિ.
પ્રેમ કર્યો દિલથી,હૃદયના ઘા
રૂઝ્યા નહીં.
શણગાર કર્યો તન પર,એના મૂલ્ય અંકાયા નહીં.
બેવફાઈ મળી જીવનમાં, ફરી વિશ્વાસ મુકાયો નહીં.
સ્વમાન ઘવાયું દુનિયા સામે ,ફરી સાથ મળ્યો નહીં.
પ્રેમ કર્યો દિલથી,હદય આપ્યો હેત થી છતાં મૂલ્ય અંકાયા નહીં.
- Bhanuben Prajapati

Read More

દિલમાં દિલ મળે તો ખબર પડે  કે લાગણીઓ પસરાઈ રહી છે.

આંખમાં આંખ મળે તો ખબર પડે વેદના છલકાઈ રહી છે.

હાથમાં હાથ પરોવીએ તો ખબર પડે પ્રેમની અભિવ્યક્તિ થયી રહી છે.

બે મીઠી પ્રેમની વાત કરીએ તો ખબર પડે બંને બાજુ સરખી જ્યોત પ્રગટી રહી છે.

Read More

દિલમાં કંઇક ખોટ અનુભવી રહી
કોણ જાણે દિલની આપવીતી કહી
હૃદયમાં એક બેચેની અનુભવી રહી
કોણ જાણે કોના માટે જીવી રહી
બંધ દરવાજે કોઈ આવીને કહી રહ્યુ
તું જેના માટે યાદ બની એ જ રહી
શું કામ હૃદયને રડતી આંખે જોઈ રહી
બધું ભૂલી આવી જા મારી સાથે સખી
બધું દર્દ હું સમેટાઈ લઉં તું આવીજા
બસ બહુ થયું અલવિદા દર્દ કહી જા
બે પળ ખુશી માટે જીવી લે દિલ થી
હું તારી સાથે હર પળ તું આવી જા.

Read More