પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી એતો સત્ય અને વિશ્વાસ પર ટકી રહેલું અમૃત છે.જેના ભાગ્યમાં સત્ય સાથે વિશ્વાસરૂપી અમૃત મળ્યું છે એ માણસ દુનિયાનો ભાગશાળી માણસ છે.પરંતુ આ કળયુગમાં એવા લોકો ઓછા હોય છે જેને સાચો પ્રેમ પ્રાપ્ત થયો હોય. કારણકે આ દુનિયા બે મોઢા લઈને જીવે છે એક બાજુ અસત્ય અને બીજી બાજુ વિશ્વઘાત એવા લોકો મળી રહેતા હોય છે .જે સત્ય અને વિશ્વાસ થી ચાલે તેને પણ સાચો પ્રેમ નસીબ નથી હોતો કોને કેવી રીતે ઓળખવો એ મુશ્કેલ છે બાકી દુનિયા ચાલે અને ચાલી રહી છે.પ્રેમ વિના દુનિયા અધૂરી છે.પણ પ્રેમમાં વિશ્વાસ મૂકવો અઘરો છે.