કોણ જાણે આજે તમે વેરી બની મારી જીવન જીવવાના કોડ અધૂરા કરી ગયા.
વિશ્વાસને નામે મારા પ્રેમને બદનામ કરી મારું જીવન અધૂરું કરી ગયા.
સાપની જેમ કોસલી ઉતારી બેફામ વર્તન દેખાડી જીવન અઘરું કરી ગયા.
જે બાહોમાં પ્રેમથી ભીંજવ્યા એજ બાહોમાં કોઈને સુવાડી જીવન બરબાદ કરી ગયા.
પ્રેમને નામે ખોટા વાયદા દેખાડી એમ અધવચ્ચે મરણ ઝોકે મને રઝળતી મૂકી ગયા.
દુશ્મનની ક્યાં જરૂર હતી દોસ્તે દિલમાં દુશ્મની નિભાવી એમ વિશ્વાસ તોડી ગયા