આ એક પ્રતિકાત્મક શબ્દો છે, મર્યાદા સાથે આ શબ્દોને કોઈ લેવા દેવા નથી... આજે સમાજમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ કે બળાત્કાર કે એસિડ એટેક થાય તો ગુન્હેગાર કરતાં એક સ્ત્રી ઉપર વધુ આંગળીઓ ઉઠે છે, સોશિયલ મીડિયા ઉપર કોઈ સ્ત્રી ને ખરાબ મેસેજ કે ચિત્રો આવે તો વાંક એક સ્ત્રીનો જ કાઢવામાં આવે છે કે 'તું સોશિયલ મીડિયામાં કેમ જોડાઈ.' પણ એનો સાથ આપવા કોઈ નહિ આવે... બધા સ્ત્રીને જ દોષી માને... કોઈ સ્ત્રી ટૂંકા કપડાં પહેરશે એટલે નાના છોકરાથી લઈ વયોવૃદ્ધ માણસનો નજરીયો એ સ્ત્રીને જોવાનો બદલાઈ જશે, અને પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણાં દેશમાં પ્રવેશી એમ કહેશે અને છાના ખૂણે એજ અંગ્રેજી ફિલ્મોની મઝા માણશે... પણ એ કેમ ભૂલી જાય છે કે પશ્ચિમના દેશોમો ટૂંકા કપડાં સ્ત્રી પહેરે છે તો ત્યાંના પુરુષની નજર પણ બદલાઈ છે. હું માનું છું કે ભારત દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે, પણ દેશની સંસ્કૃતિ એના સંસ્કારો પર નિર્ભર છે નહીં કે પહેરવેશ જોઈને... આ દેશની બહેન દીકરી થોડી મોર્ડન બને તો એમાં શું ખોટું છે ? એક પુરુષનું પણ કર્તવ્ય બને છે કે એ પણ મર્યાદા ને સમજે પોતાની જોવાની દૃષ્ટિ સુધારે તો ઘણાં બળાત્કાર અને એસિડ એટેક નહિ થાય...

#નીરવ_પટેલ 'શ્યામ'

Gujarati Jokes by Nirav Patel SHYAM : 111031155
Nirav Patel SHYAM 6 years ago

યસ.. એકદમ સચિવાત

Shefali 6 years ago

સૌથી પેહલા તો પુરુષ હોવા ના અહમ ને જ બદલવાની જરૂર છે...

Nirav Patel SHYAM 6 years ago

હા.. અને એજ પછી આગળ જતાં આ માનસિકતામાં જોડાઈ જાય છે

Shefali 6 years ago

હા...બાળક તો કોરી પાટી કેહ વાય...જે શીખવાડીએ અને ને જોવે એ જ શીખે...

Nirav Patel SHYAM 6 years ago

હા.. આપણે જ આપણા બાળકને આ ખરાબ છે.. પેલા ને સારું ના કહેવાય.. એ અશિષ્ઠ છે એવું જણાવી જણાવી ને એના મનમાં આ બધા વિચારો નાખીએ છીએ

Shefali 6 years ago

સાચી વાત નીરવજી...કાયમ સ્ત્રી નો જ વાક નીકળે...એક સ્ત્રી ના કપડા જોડે એ ના ચરિત્ર ને જોડવું તો અયોગ્ય જ છે...ખરી રીતે તો એક પુરુષ જ્યારે બાળક હોય ત્યારે જ એને યોગ્ય સંસ્કાર આપવાની જરૂર છે...

Nirav Patel SHYAM 6 years ago

હા. આજના લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરવા જાય છે. પણ પાશ્ચાત્ય વિચારો ને નથી અપનાવવા ત્યાં સ્ત્રીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે તો પુરુષની પણ દૃષ્ટિ બદલાયેલી છે એ ક્યારેય ગંદી નજરે સ્ત્રીને નથી જોતો.

Tiya 6 years ago

sachi vat che niravbhai ....

Ami 6 years ago

you tube par ke koi bi web par koi girl no video game tetlo saro hase toi... andar khulli gado ne ketal kharab shabdo lakhya hase ... a apdo samaj ana karta kheti karta... pela na loko vadhu sara hata aj na khali nam na modern loko thai gaya 6e..

Ami 6 years ago

100 taka sachi vat dear... purush khali najar ni vani ni maryada rakhe to.... shtrio ni life badlai jay ane samaj pan..

Nirav Patel SHYAM 6 years ago

હા..મર્યાદાના નામ ઉપર એક સ્ત્રીને જ સહન કરવું પડે છે.

Ravina 6 years ago

સાચું નીરવ... મર્યાદા શબ્દ સ્ત્રી સાથે જોડી દીધો છે... જ્યારે આ શબ્દ બન્ને ને લાગુ પડે છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now