#Kavyotsav

તારા હોવાથી વાલમ હૈયાને હેમ છે ,

ને દિલને આઠમી અજાયબીનો વ્હેમ છે !!


આદરમાં તારા અટવાયા મારા આઠે પ્રહર,

જાણવા માતર કે કેસરિયા તું હેમ ખેમ છે !!  


આડશના  કાટમાળ આઘા ખસેડીને જોઊં,

 નયનોમાં તારી રાહનો નઝારો કઈ એમ છે  !!


શબદ સરેને થોડા અટવાય લાલ લુલીમાં,

થીજ્યાતા જે થડકારા તે હજુ એમનેમ છે !!


આવ ! કે ચાતક કોરું ધાકોર પડ્યું છે પંડમાં,

વિરહમાં તારા ધણિયાણી તારી જેમ તેમ છે!!    

Gujarati Shayri by Kruti Raval : 111033223

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now