મિલન પછી જુદાઈ જ હોય છે,
સથવારો કાયમ કોઈનો રહેતો નથી
ઘડી બે ઘડી હોય છે સુખ,
પ્રેમનો પ્રવાહ કાયમ વહેતો નથી.
બધાને જ કહી દે છે એ વાત ખાનગી,
એમ કહીને કે હું તો કોઈને કહેતો નથી.
તારી જુદાઈ હવે કોઠે પડી ગઈ છે ,
વેદના બહુ વિરહની હું સહેતો નથી.
આમંત્રણ તો ઘણા આ દિલને મળ્યા છે,
પણ પ્યારના નોતરા હવે હું લેતો નથી
વેદના ઘણીવાર મીઠી હોય છે વિરહની,
ભરત, એટલે મલમ લગાડવા દેતો નથી.

Gujarati Whatsapp-Status by bharat chaklashiya : 111035956

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now